news

અડાલજ ત્રિમંદિરની બાજુમાં આવેલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની મુલાકાત લેવા જતા આપના કાર્યકરોની અટકાયત

અડાલજ ત્રિમંદિરની બાજુમાં આવેલી ભવ્ય સ્કૂલ ઓફ એક્સેલેન્સની મુલાકાત લેવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલ અને ગાંધીનગર સંગઠનના હોદેદારો, કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.

પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન કરેલ ભવ્ય સ્કૂલ ઓફ એક્સેલેન્સની મુલાકાત લેવા તેઓ ગયા હતા. ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. તેવી માહિતી આપ પાર્ટીએ તેમના સોશીયલ મીડીયા હેન્ડલ પર પણ આપી હતી. જેમાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, રૂ. 10,000 કરોડથી વધુના રોકાણ સાથે દેશના સૌથી વિશાળ સ્કૂલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટનું ઉદઘાટન ગઈ કાલે જ કરવામાં આવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અહીંની મુલાકાત લેવાનું તેમને નક્કી કરાયું હતું.

મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ એ કોઈ પણ રાજ્યમાં શાળા શિક્ષણમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવા માટેનો દેશનો પ્રથમ મોટા પાયાનો પ્રોજેક્ટ છે. એક બાજુ આમ આદમી પાર્ટી તેમના દિલ્હી મોડલના એજ્યુકેશનના ગુણગાન ગાઈ રહી છે. આ વખતે રાજનિતીમાં શિક્ષણનો મુદ્દો ઉમેરાયો છે ત્યારે તેને લઈને અગાઉ આપ અને બીજેપી વચ્ચે ટ્વિટર વોર પણ જોવા મળ્યું હતું ત્યારે આ મામલે આક્ષેપબાજી પણ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.