કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલના પત્રના જવાબમાં, સીઆરપીએફએ ગઈકાલે કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2020 થી લગભગ 113 વખત સુરક્ષા પ્રોટોકોલ તોડ્યો છે.
દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની સુરક્ષા અંગેનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે કહ્યું છે કે રાહુલ ગાંધીએ પોતે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું નથી. દિલ્હીમાં તેમની સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતાના પત્ર બાદ ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. દિલ્હી પોલીસે સુરક્ષા, ટ્રાફિક અને સ્પેશિયલ બ્રાન્ચ વગેરે એકમો પાસેથી રિપોર્ટ માંગ્યો હતો, ત્યારબાદ આ રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે દિલ્હીમાં ભારત જોડો યાત્રા દરમિયાન સાદા યુનિફોર્મમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તૈનાત હતા. તેમણે રાહુલ ગાંધી માટે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જો કે રાહુલ ગાંધી પોલીસે બનાવેલ કોર્ડન તોડતા જોવા મળ્યા હતા. 24 ડિસેમ્બરે દિલ્હીમાં ભારત જોડો યાત્રાનો રૂટ 23 કિલોમીટર લાંબો હતો.