હીરાબેન મોદીના નિધન પર કંગના રનૌતે વહેલી સવારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રતિક્રિયા આપી હતી.
નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદી હવે આ દુનિયામાં નથી રહ્યા. હીરાબેન મોદીનું આજે સવારે એટલે કે 30મી ડિસેમ્બરે નિધન થયું છે. હીરાબેનને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે મંગળવારે અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીની માતાના નિધનના કારણે બોલિવૂડમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. હીરાબેન મોદીના નિધન પર બોલિવૂડ સ્ટાર્સે પણ શોક વ્યક્ત કર્યો છે. આ યાદીમાં પહેલું નામ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનું છે.
કંગના રનૌતે આ અંગે પ્રતિક્રિયા આપી હતી
હીરાબેન મોદીના નિધન પર કંગના રનૌતે વહેલી સવારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પીએમ મોદી અને તેમની માતા હીરાબેનની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા તેણે લખ્યું, “ઈશ્વર આ મુશ્કેલ સમયમાં વડાપ્રધાનને ધીરજ અને શાંતિ આપે, ઓમ શાંતિ”. આ રીતે કંગનાએ પીએમ મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ પીએમ મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કરતા જોવા મળશે.
હીરાબેન મોદી 100 વર્ષના હતા
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના માતા હીરાબેન મોદીએ 100 વર્ષના લાંબા આયુષ્ય બાદ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. માતાના નિધનની જાણકારી મળતા જ પીએમ મોદી દિલ્હીથી અમદાવાદ જવા રવાના થઈ ગયા છે. આજે પીએમ કોલકાતામાં આયોજિત ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે તમામ કાર્યક્રમો હાલ પૂરતું રદ કરવામાં આવ્યા છે.



