news

નાણામંત્રી નિર્મલા સીતારમણ દિલ્હી AIIMSના ખાનગી વોર્ડમાં દાખલ: સૂત્રો

63 વર્ષીય નિર્મલા સીતારમણને બપોરે 1 વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર છે અને તેમને શ્રેષ્ઠ તબીબી સંભાળ આપવામાં આવી રહી છે. એમ્સના તબીબો ટૂંક સમયમાં તેમના સ્વાસ્થ્ય અંગે નિવેદન જાહેર કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણને દિલ્હીની AIIMS હોસ્પિટલના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMSના સૂત્રોને ટાંકીને આ માહિતી મળી છે. 63 વર્ષીય નિર્મલા સીતારમણને બપોરે 1 વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર છે અને તેમને શ્રેષ્ઠ તબીબી સંભાળ આપવામાં આવી રહી છે. એમ્સના તબીબો ટૂંક સમયમાં તેમના સ્વાસ્થ્ય અંગે નિવેદન જાહેર કરશે.

તેમને કયા કારણસર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી મળી નથી. વિગતોની રાહ જોઈ રહ્યા છીએ..

Leave a Reply

Your email address will not be published.