સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દુલ્હન સ્ટેજ પર રડતી ડાન્સ કરી રહી છે.
લગ્નની સિઝનમાં સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયોનું પૂર આવ્યું છે. દરરોજ અનેક વિડીયો વાયરલ થતા રહે છે. જેમાંથી કેટલાક આપણને હસાવતા હોય છે, જ્યારે કેટલાક વીડિયો એટલા ભાવુક હોય છે કે તે આપણને રડાવી પણ દે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દુલ્હન સ્ટેજ પર રડતી ડાન્સ કરી રહી છે. દુલ્હનનો ડાન્સ એટલો ઈમોશનલ છે કે તમે પણ આ વીડિયો જોઈને ચોક્કસ રડી જશો.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન સ્ટેજ પર ડાન્સ કરી રહી છે અને તેની આંખોમાં આંસુ છે. સ્ટેજની આસપાસ ઘણા મહેમાનો બેઠા છે અને તેઓ ખૂબ જ ધ્યાનથી દુલ્હનનો ડાન્સ જોઈ રહ્યા છે. ડાન્સ જોઈને બધા મહેમાનો એકદમ ગંભીર થઈ ગયા. દુલ્હન તુઝમે રબ દેખતા હૈ દાને પર ડાન્સ કરી રહી છે અને ડાન્સ કરતી વખતે તે ખૂબ જ ભાવુક થઈ જાય છે અને રડવા લાગે છે. સ્ટેજની સામે તેના માતા-પિતાને બેઠેલા જોઈને, તે નૃત્ય કરતી વખતે માથું નમાવે છે, ત્યાં બેઠેલા તમામ મહેમાનો તેના ભાવનાત્મક ડાન્સને જોઈને રોકી શકતા નથી અને રડવા લાગે છે.
View this post on Instagram
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર d_d_makeover_ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને 3 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયોને જેટલા લોકો લાઈક કરી રહ્યા છે તેટલા જ લોકો આ વીડિયો જોઈને ઈમોશનલ થઈ રહ્યા છે. વીડિયો પર લોકો ઘણી ભાવનાત્મક અને પ્રેમભરી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- બાળકોને માતા-પિતાથી વધારે કોઈ પ્રેમ કરી શકે નહીં. બીજાએ લખ્યું- દિલને સ્પર્શી ગયું.