સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ABCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના કામદારો રાજ્યના નહથિયાલ જિલ્લાના મોદરાહમાં લંચ બ્રેક પછી પાછા ફર્યા હતા જ્યારે પથ્થરની ખાણ તૂટી પડી હતી.
પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં પથ્થરની ખાણ ધરાશાયી થવાના સમાચાર છે. અકસ્માત બાદ ખાણમાં 12 લોકો ફસાયા હોવાની આશંકા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ABCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના કામદારો રાજ્યના નહથિયાલ જિલ્લાના મોદરાહમાં લંચ બ્રેક પછી પાછા ફર્યા હતા જ્યારે પથ્થરની ખાણ તૂટી પડી હતી. ખાણ તૂટી પડવાને કારણે 10થી વધુ કામદારો અને ડ્રિલિંગ મશીન ખાણમાં દટાઈ ગયા હતા. નજીકના લેઈટ અને નહથિયાલના લોકો બચાવ કાર્ય માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, બીએસએફ અને આસામ રાઈફલ્સને પણ શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ખાણમાં અઢી વર્ષથી ખનનનું કામ ચાલી રહ્યું છે.