તમિલનાડુની એક લો કોલેજના વિદ્યાર્થીઓને ચુકવણીની સમસ્યાને કારણે રવિવારે તિરુપતિના ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યા હતા. આ પછી વિદ્યાર્થીઓએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો કર્યો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
તામિલનાડુની એક લો કોલેજના વિદ્યાર્થીઓને ચુકવણીની સમસ્યાને કારણે રવિવારે આંધ્ર પ્રદેશના તિરુપતિમાં ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યા હતા. આ પછી વિદ્યાર્થીઓએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો કર્યો. વિદ્યાર્થીઓએ ત્યાં પથ્થરમારો કર્યો અને કથિત રીતે ત્યાં હાજર કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પણ થોડો સમય અથડામણ ચાલુ રહી હતી.
કહેવાય છે કે એક વિદ્યાર્થી પરીક્ષા આપીને પરત ફરી રહ્યો હતો. જ્યારે એક વિદ્યાર્થીનું વાહન ટોલ પ્લાઝા પર રોકવામાં આવ્યું હતું. કારણ કે તેનું ફાસ્ટેગ પેમેન્ટ કામ કરતું ન હતું. ત્યારબાદ વિદ્યાર્થીને તેની કાર પાછી લઈ જવા અને તેની પાછળ કતારમાં રહેલા અન્ય વાહનો માટે રસ્તો સાફ કરવા કહેવામાં આવ્યું. આનાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા જેમણે સ્ટાફ પર કથિત રીતે હુમલો કર્યો હતો.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓને અન્ય વાહનોને અવરોધ ન કરવા જણાવ્યું હતું. પરંતુ વિદ્યાર્થીઓ અડગ રહ્યા અને કથિત રીતે માત્ર તમિલનાડુ રજીસ્ટ્રેશનવાળા વાહનોને જ રસ્તો આપ્યો અને આંધ્રપ્રદેશના વાહનોને પસાર થતા અટકાવ્યા. આ બાબતે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓના જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને તેમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.