news

દિવાળી પહેલા સોના-ચાંદીની ચમક પડી ફિક્કી, અમદાવાદમાં 6 હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું: રોકાણ કરવાની સોનેરી તક

વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે શુક્રવારે અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનું 230 રૂપિયા ઘટી 49,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 50,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે ચાંદીની ચમક પણ ફિક્કી પડી છે. ચાંદીમાં પણ 490 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને હાલ 56,290 ભાવ બોલાઈ રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે 56,740 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ગિરાવટ સાથે 1,630.8 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદી પણ વધીને 18.46 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.

5000 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે સોનું

આ વર્ષે માર્ચમાં સોનાની કિંમત 56,000 રૂપિયાની નજીક પહોંચી ગઈ હતી. એટલે કે આ સમયે સોનું આ વર્ષના રેકોર્ડ હાઈ કરતાં 6000 રૂપિયા સસ્તું છે. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજમાં વધારો ચાલુ રાખવાની શક્યતાના તાકણે ડોલરની મજબૂતાઈ થવા અને અમેરિકાની ટ્રેઝરીના પ્રતિફલ વધવાથી COMEX (કોમોડિટી માર્કેટ) ઉપલબ્ધ સોનું ત્રણ અઠવાડિયા કરતાં વધુ સમયના નિચલા સ્તરે પહોંચ્યો છે.

કેવી રીતે તપાસવી સોનાની શુદ્ધતા

તમે ઘરે બેઠા બીઆઈએસ કેર એપ (BIS Care App) દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો સોનાનો લાઇસન્સ નંબર, હોલમાર્ક અથવા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોય તો તમે સરકારને સીધી ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ માહિતી મળશે.

મિસ્ડ કોલથી સોનાનો ભાવ જાણવો ખૂબ જ સરળ

નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. તેના માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ્સ જાણી શકો છો.

Leave a Reply

Your email address will not be published.