2003માં પ્રથમ શાળા પ્રવેશોત્સવ કર્યો ત્યારે હું આદિવાસી ગામોમાં ગયો હતો
હમણાં જે બાળકો મને મળ્યા જ્યારે 2003માં પ્રથમ શાળા પ્રવેશોત્સવ કર્યો હતો ત્યારે હું આદિવાસી ગામોમાં ગયો હતો. 40થી 45 ડીગ્રી ગરમી હતી. જે ગામમાં જે દિકરીઓ બાળકોનું ઓછું શિક્ષણ હતું ત્યારે મે કહેલું કે, ભિક્ષા માંગવા આવ્યો છું અને દિકરીને ભણાવવા માટે કહ્યું હતું આજે આ બાળકોને દર્શન કરવાનો આજે મોકો મળ્યો. હું તો શાળાએ લઈ ગયો પરંતુ તેઓ આ મહત્વને સમજ્યા અને બાળકોને માતા પિતાએ ભણાવ્યા જેથી આજે હું તેમને વંદન કરું છું.
પ્રયાસ એ હતો કે, બાળકો પ્રથમ વખત સ્કૂલમાં જાય ત્યારે ઉત્સવની જેમ મનાવવામાં આવે. દેશની પેઢીને શિક્ષિત કરવાનો આરંભ આપણે કરી રહ્યા છીએ. પરીણામે આજે ગુજરાતમાં દરેક દિકરા-દીકરીઓ સ્કૂલ અને કોલેજ જઈ રહ્યા છે. પ્રવેશોત્સવની સાથે ગુણોત્સવ પણ શરુ કર્યો હતો. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે બદલાવ કરવો એ ગુજરાતના ડીએનએની અંદર છે.
4જીને હું સાયકલ કહું તો 5જીએ વિમાન છે એટલો ફરક છે – પીએમ મોદી
1 કરોડથી વધુ વિદ્યાર્થીઓ અને 4 લાખથી વધુ શિક્ષકોની ઓનલાઈન એટેન્ડ્ન્ટ થાય છે. મિશન સ્કૂલો ઓફ એક્સલન્સ અંતર્ગત 1 લાખથી વધુ સ્માર્ટ ક્લાસરુમ બનશે. 4 જી ને હું સાયકલ કહું તો 5જી એ હવાઈ જહાજ છે. 4જી અને 5જીમાં આટલો મોટો ફર્ક છે.