ભરૂચ જિલ્લા નાં પાલેજ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા ને કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રા એ જાહેર સભા ગજવી હતી.
વિજયનાં વિશ્વાસ સાથે પાલેજમાં દબદબા પૂર્વક ગુજરાત ગૌરવ યાત્રા યોજાય હતી.
સુરત /ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં ડબલ એન્જીન ની સરકારમાં તમામ ક્ષેત્રમાં વિકાસ ગતિ શીલ ગુજરાત બની ચૂક્યું છે
.સુરત જિલ્લા માંથી શનિવારે ભરૂચ જિલ્લામાં આવી ચુકેલી ગુજરાત વિકાસ યાત્રા ભરૂચ/ પાલેજ માં સભાઓ ગજવી વિરોધીઓ ની બોલતી બંધ કરી હતી.
.સાંજે ભરૂચ થી આગળ આવી ચુકેલી ગુજરાત ગૌરવ યાત્રા નું પાલેજ માં જિલ્લા સદસ્ય સહિત પાલેજ પંચાયત દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાલેજ ખાતે ખીચોખીચ મેદની વચ્ચે
ગુજરાત ગૌરવ યાત્રા માં જોડાયેલાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા એ સભા ને ગજવી હતી.
કેન્દ્ર સરકારના ગુહમંત્રી અજય મિશ્રા એ જણાવ્યું આજે વિકાસ ની સારી સ્થિતિ નો યસ વડાપ્રધાને આપ્યો હતો.ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને મહત્વ પૂર્ણ ઘણાવી હતી અને ગુજરાતમાં ભાજપા ની સરકાર રચાય એવો વિશ્વાસ વ્યક્ત કરી ૧૫૦/બેઠકો સાથે સરકાર રચાશે એવો હુંકાર કર્યો હતો. આ પ્રસંગે આપ અને કોંગ્રેસ ને આડે લઈ તેઓ પાસે કોઈ મુદ્દો ના હોવાનું જણાવી ભાજપા ની જ્વલંત વિજય નું આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા /વાગરા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા /ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ/ મારુતિ સિંહ અટોદરિયા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો નું જિલ્લા સદસ્ય મલંગ ખાંન પઠાણ/ તાલુકા ભાજપા ઉપ પ્રમુખ જયેશ ભાઈ સોજીત્રા / સરપંચ રમણ ભાઈ/ ઉપ સરપંચ શબ્બીર ખાંન પઠાણ /સદસ્યો એ સ્વાગત કર્યું હતું.મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.