સામાન્ય રીતે કારમાં આગ લાગવાની ઘટનાઓ ઉનાળામાં બનતી હોય છે પરંતુ ચાલુ મહિનામાં આગની ઘટના શરૂ થઇ હોય તેવું લાગે છે, અરવલ્લી જિલ્લાના બાયડમાં ચાલુ કારે આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી
કારમાં આગ લાગવાની ઘટનાઓ સતત બનતી રહે છે બાયડ બસ સ્ટેન્ડ રોડ પર પસાર થતી કારમાં અચાનક આગ લાગતા કાર ચાલક કારમાંથી નીકળતા ધુમાડા જોઈ ચોંકી ઉઠ્યો હતો કાર રોડ પર ઉભી રાખી ઉતરી જતા કાર ગણતરીના સેકન્ડમાં આગમાં લપેટાતા ખાખ થઇ હતી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી કારમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી સદનસીબે જાનહાની ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો
બાયડ સંજીવની હોસ્પીટલ સામે રોડ પરથી પસાર થતી કારમાં અગમ્ય કારણોસર આગની લપેટમાં આવી જતા કાર ચાલક સમય સુચકતા વાપરી કાર રોડ પર ઉભી રાખી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો કારમાંથી લપકારા મારતી અગન જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવે તે પહેલા ખાખ થઇ હતી.