Bollywood

ધોનીએ ખોલ્યું ફિલ્મ પ્રોડક્શન હાઉસ, હિન્દીમાં જ નહીં તમિલ, તેલુગુ અને મલયાલમમાં પણ બનાવશે ફિલ્મ

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે અને તે ટૂંક સમયમાં જ ફિલ્મનું નિર્માણ કરશે. માહીના પ્રોડક્શન હાઉસનું નામ ધોની એન્ટરટેઈનમેન્ટ છે. જોકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન બોલિવૂડમાં નહીં, પરંતુ સાઉથમાં કામ કરશે.

નવી દિલ્હીઃ ધોની એન્ટરટેઈનમેન્ટઃ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે અને તે ટૂંક સમયમાં જ ફિલ્મનું નિર્માણ કરશે. માહીના પ્રોડક્શન હાઉસનું નામ ધોની એન્ટરટેઈનમેન્ટ છે. જોકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન બોલિવૂડમાં નહીં, પરંતુ સાઉથમાં કામ કરશે. રિપોર્ટ્સ અનુસાર તે તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાઓમાં ફિલ્મો બનાવશે. તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોગ્રાફી પર એક ફિલ્મ પણ બની છે, જેનું નામ છે ‘ધોની- અનટોલ્ડ સ્ટોરી’. સુશાંત સિંહ રાજપૂતે ધોનીની ભૂમિકા ભજવી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે પરંતુ તે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. 41 વર્ષીય ધોની ક્રિકેટથી દૂર ક્રિકેટ એકેડમી ચલાવે છે અને એમએસ ધોની ‘ધોની એન્ટરટેઈનમેન્ટ’ નામનું પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે. પ્રોડક્શન હાઉસે કેટલીક શોર્ટ ફિલ્મો પણ બનાવી છે.

ધોનીનું પ્રોડક્શન હાઉસ તમિલ, તેલુગુ અને મલયાલમમાં ફિલ્મોનું નિર્માણ કરશે,” લેટ્સ સિનેમાએ રવિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ધોની એન્ટરટેઈનમેન્ટની માલિકી મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી સિંહ ધોની છે. વિકાસ હસીજા ધોની એન્ટરટેઈનમેન્ટમાં બિઝનેસ હેડ છે. પ્રોડક્શન હાઉસે અત્યાર સુધી ત્રણ પ્રોજેક્ટ પર કામ કર્યું છે, રોર ઓફ ધ લાયન, બ્લેઝ ટુ ગ્લોરી અને ધ હિડન હિન્દુ.

Leave a Reply

Your email address will not be published.