news

કામની વાત / LICમાં ફક્ત 45 રૂપિયા જમા કરવા પર દર વર્ષે મળશે 36 હજાર રૂપિયા, જાણો સ્કીમ વિશે

LIC Insurance Policy: એલઆઈસી (LIC) ના ગ્રાહકો માટે કામના સમાચાર છે. LIC ગ્રાહકો માટે સમય સમય પર જબરદસ્ત સ્કીમ્સ ઓફર કરતી રહે છે. આ યોજનાઓમાં રોકાણ કરીને તમે તમારું અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. LIC ની આવી જ એક ખાસ યોજના છે – જીવન ઉમંગ પોલિસી (LIC Jeevan Umang Policy), જેમાં તમે રોકાણ કરીને સારો નફો મેળવી શકો છો. ચાલો જાણીએ આ અદ્ભુત પોલિસી વિશે. જો તમે ઓછા રોકાણમાં વધુ રિટર્ન મેળવવા માંગતા હોવ તો એલઆઈસી જીવન ઉમંગ પોલિસી (LIC Jeevan Umang Policy) તમારા માટે બેસ્ટ રહેશે. ખૂબ ઓછા રોકાણ સાથે, તમે 36,000 રૂપિયાનું વાર્ષિક રિટર્ન મેળવી શકો છો.

ચાલો આ પ્લાન વિશે જાણીએ

LIC ની જીવન ઉમંગ પોલિસી ઘણી બાબતોમાં અન્ય સ્કીમ્સથી અલગ છે. 90 દિવસથી 55 વર્ષ સુધીના લોકો આ પોલિસી લઈ શકે છે. આ એક એન્ડોમેન્ટ પ્લાન છે. તેમા લાઇફ કવરની સાથે મેચ્યોરિટી પર એક સામટી રકમ મળે છે. મેચ્યોરિટી પછી દર વર્ષે તમારા એકાઉન્ટમાં નિશ્ચિત આવક આવશે. બીજી તરફ પોલિસી ધારકના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યો અને નોમિનીને એકસાથે રકમ મળશે. આ યોજનાની બીજી વિશેષતા એ છે કે તે 100 વર્ષ સુધીનું કવરેજ પ્રદાન કરે છે.

વાર્ષિક 36 હજાર રૂપિયા મળશે

જો તમે આ પોલિસીમાં દર મહિને 1350 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવો છો, તો એક વર્ષમાં આ રકમ 16,200 રૂપિયા થાય છે. જો આ પોલિસી 30 વર્ષ સુધી ચાલે છે તો રકમ વધીને લગભગ 4 લાખ 86 હજાર રૂપિયા થઈ જાય છે. તમારા રોકાણ પર કંપની તમને 31મા વર્ષથી દર વર્ષે 36 હજારનું રિટર્ન આપવાનું શરૂ કરે છે.

પોલિસી ધારકને ટર્મ રાઈડરનો પણ ફાયદો

આ પોલિસી હેઠળ રોકાણકારના અકસ્માતે મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ટર્મ રાઇડર લાભ પણ ઉપલબ્ધ છે. આ પોલિસી બજારના જોખમથી પ્રભાવિત થતી નથી. આ પોલિસી પર LICના નફા અને નુકસાનની અસર ચોક્કસપણે છે. ઈનકમ ટેક્સની કલમ 80C હેઠળ આ પોલિસી લેવા પર ટેક્સ છૂટ પણ ઉપલબ્ધ છે. જો કોઈ વ્યક્તિ જીવન ઉમંગ પોલિસી (LIC Jeevan Umang Policy) નો પ્લાન લેવા માંગે છે, તો તેણે ઓછામાં ઓછા બે લાખ રૂપિયાનો વીમો લેવો પડશે.

Leave a Reply

Your email address will not be published.