કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે ખેડૂતોના મીટર પ્રથા યોજના જમીન રી સર્વે અરજી પાક વીમો સહિતના મુદ્દે 33 દિવસે આંદોલન કરવામાં આવી રહ્યું છે ખેડૂતોના પ્રશ્ન આંદોલન છતાં સરકાર નિરાકરણ કરતી ન હોવાથી ખેડૂતો રોસે ભરાયા છે હાલ જુનાગઢ જિલ્લામાં નમો કિસાન પંચાયત કાર્યક્રમ ચાલી રહ્યો છે જેનો કિસાનો વિરોધ કરી રહ્યા છે ભાજપના આગેવાનોને ખેડૂતોના વ્યાજબી મુદ્દાઓનું નિરાકરણ ન આવતા અમુક ગામડાઓમાં આ કાર્યક્રમનો ખેડૂતો વિરોધ કર્યો છે આ મામલે કિસાન સંઘના પ્રમુખ મનસુખ પટોડીયા એ જણાવ્યું હતું કે કિસાનોના પ્રશ્ન સરકાર ઉકેલતી નથી અને આવા કાર્યક્રમો કરે છે કેશોદના ગામડાઓમાં વિરોધ થયો હતો ખેડૂતોના રોષનો સામનો ન કરવો પડે તે માટે ગામના ચોકમાં કાર્યક્રમ કરવાને બદલે એકાદ ઘરે એકત્ર થઈ ફોટા પડાવવામાં આવે છે કિસાન સંઘ ખેડૂતોના વિરોધના પગલાં કાર્યક્રમ મોકૂફ રહ્યાનો દાવો કર્યો હતો તો ભાજપ કિસાન મોરચાના પ્રમુખ રામભાઈ સોજીત્રાએ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો અને ખેડૂતો આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે બંને પક્ષો હવે ખેડૂતોના મુદ્દે સામસામે આવી ગયા છે
