28 ઓગસ્ટ, રવિવારના રોજ સિદ્ધ અને છત્ર નામના બે શુભ યોગ સર્જાઈ રહ્યા છે. તેને કારણે મિથુન રાશિના લોકોને ગ્રહોનો સાથ મળશે. કન્યા રાશિના લોકોને પ્રગતિની તકો મળશે અને તુલા રાશિના જાતકોને ઉપલબ્ધિ મળી શકે છે. કુંભ રાશિના જાતકોને બિઝનેસમાં સારો દિવસ રહેશે. મીન રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સિવાયની અન્ય રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર જોવા મળશે.
28 ઓગસ્ટ, રવિવારના દિવસે આપની રાશિ પર ગ્રહો કેવીક અસર કરશે. જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના ફળકથન પ્રમાણે આપની રાશિનું ફળ જાણી લો.
મેષઃ-
પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી શકે છે.
નેગેટિવઃ- કોઇ અશુભ સમાચાર મળવાથી મનમાં નિરાશાની સ્થિતિ રહી શકે છે. બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર ન કરો, કેમ કે હાલ તેનાં સારાં પરિણામ મળી શકશે નહીં.
વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓમા બેદરકારી ન કરો.
લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
વૃષભઃ-
પોઝિટિવઃ- તમારી ગુપ્ત પ્રતિભા અને યોગ્યતાને ઓળખીને યોગ્ય દિશામાં લગાવો. ચોક્કસ જ તમને કોઇ સારી સફળતા પ્રાપ્ત થશે. સમય પ્રમાણે કરેલા કાર્યોના પરિણામ પણ યોગ્ય મળી શકે છે.
નેગેટિવઃ- આળસ ન કરશો. અનેકવાર વધારે ચર્ચા-વિચારણા કરવાની જગ્યાએ સમય હાથમાંથી સરકી શકે છે. જો ઘરમાં પરિવર્તન કરવાને લગતી યોજના બની રહી છે તો હાલ ઉતાવળ કરવી યોગ્ય નથી.
વ્યવસાયઃ તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમા દુખાવો રહી શકે છે.
——————————–
મિથુનઃ-
પોઝિટિવઃ- ગ્રહ ગોચર યોગ્ય રહેશે. તમારા કામ યોગ્ય રીતે બનશે જેથી મનમાં સુકૂન રહેશે. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે હળવા મળવાનું વધારો. તેનાથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધી શકે છે.
નેગેટિવઃ- કોઇ નજીકના મિત્ર કે સંબંધી સાથે મનદુઃખ થઇ શકે છે. અન્યના ઈગો અને ગુસ્સા સામે તમારી ઊર્જા નષ્ટ ન કરો તથા શાંતિથી રહો. ખર્ચ વધારે થઇ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વર્તમાનમાં જેવું ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.
લવઃ- પતિ-પત્નીની વચ્ચે કોઇ સામાન્ય વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની ફરિયાદ રહી શકે છે.
——————————–
કર્કઃ-
પોઝિટિવઃ- સમાજસેવી ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થઇ શકે છે. જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે ઘણી મહેનત કરી રહ્યા હતાં, આજે તેનું યોગ્ય પરિણામ મળી શકે છે.
નેગેટિવઃ- બપોર પછી કોઇ અશુભ સમાચાર સાંભળવા મળી શકે છે. નકારાત્મકતા લાવવાની જગ્યાએ પરિસ્થિતિઓનો સામનો કરવાની કોશિશ કરો. ઘરના વડીલોના માર્ગદર્શન અને સાંનિધ્યમાં થોડો સમય પસાર થશે.
વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિઓના કારણે હાલ ઉત્પાદન ક્ષમતામા જે ખામી ચાલી રહી હતી, તેમાં થોડો સુધાર આવશે.
લવઃ- કોઇપણ પરેશાનીમાં જીવનસાથી કે પારિવારિક સભ્યોની સલાહ લો.
સ્વાસ્થ્યઃ- થાકના કારણે માથાનો દુખાવો અને નબળાઈ રહી શકે છે.
——————————–
સિંહઃ-
પોઝિટિવઃ- તમારા નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. સંબંધોમાં ફરી મધુરતા આવશે. આર્થિક ગતિવિધિઓમાં થોડો સુધાર આવી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્રિયાઓમાં પણ યોગ્ય સમય પસાર થશે.
નેગેટિવઃ- ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. કોઇની વાતોમા ન આવીને તમારી કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. ક્યાંય રૂપિયા ઉધાર આપતા પહેલાં તે ક્યારે પાછા આવશે તે નક્કી કરો.
વ્યવસાયઃ- વ્યવસાયમા પ્રોડક્શન સાથે-સાથે માર્કેટિંગને લગતા સંપર્ક સૂત્ર વધારવામાં ધ્યાન આપો.
લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર રહેશે.
સ્વાસ્થ્યઃ- જે વ્યક્તિઓને બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેઓ બેદરકારી ન કરે.
——————————–
કન્યાઃ-
પોઝિટિવઃ- મિત્રો તથા સંબંધીઓ સાથે સંપર્ક વધારો તથા વિશેષ મુદ્દા અંગે ચર્ચા કરો. ઓનલાઇન સેમિનારમાં તમારા વિચારોને મહત્ત્વ આપવામાં આવશે. જેથી તમે તમારી અંદર નવી ઊર્જા અને સ્ફૂર્તિ અનુભવ કરશો.
નેગેટિવઃ- યુવા વર્ગ ખોટી વાતોમાં સમય નષ્ટ ન કરે. પોતાના કરિયર અને અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખે. વાહન વગેરેની દેખરેખમાં કોઇ મોટો ખર્ચ સામે આવી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડો સુધાર આવી શકે છે.
લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થાક અને તણાવ અનુભવ થઇ શકે છે.
——————————–
તુલાઃ-
પોઝિટિવઃ- તમે તમારી વાતો અને વ્યવહાર કુશળતા દ્વારા અન્ય લોકોને પ્રભાવિત કરવામાં સક્ષમ રહેશો. આ ગુણથી તમને તમારા આર્થિક અને વ્યાવસાયિક મામલે પણ સફળતા મળશે. પારિવારિક સુખ-સુવિધાઓ અંગે ઓનલાઇન શોપિંગમાં સમય પસાર થશે.
નેગેટિવઃ- ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્યને લઇને તેમની નિયમિત દેખરેખ અને સેવાની જરૂરિયાત છે. ક્યારેક ખર્ચ વધારે થવાના કારણે મન પરેશાન રહી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ અને મદદ તમને કોઇ નવી સફળતા પ્રાપ્ત કરાવી શકે છે.
લવઃ- કુંવારી વ્યક્તિઓ માટે કોઇ સારો સંબંધ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- રિસ્ક જેવાં કાર્યોથી દૂર રહો.
——————————–
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- સંબંધીઓ અને પાડોસીઓ સાથે સંબંધ મધુર બનશે. તમારી કાર્ય કુશળતા તથા યોગ્યતાના વખાણ થશે. તમારા રસના કાર્યો તથા રચનાત્મક કાર્યોમા થોડો સમય પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકે છે.
નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધીના લગ્નજીવનમાં ચાલી રહેલાં તણાવને લઇને થોડી પરેશાની રહેશે. જોકે, તમારા દ્વારા આપવામાં આવેલ સલાહથી સંબંધો સુધરી શકે છે. આ સમયે તમારી આર્થિક ગતિવિધિઓ ઉપર ધ્યાન આપો.
વ્યવસાયઃ- વ્યવસાયમાં મહેનત વધારે અને પરિણામ ઓછુ આવી શકે છે.
લવઃ- તમારી વ્યસ્ત દિનચર્યાના કારણે જીવનસાથીનો પરિવારની દેખરેખમાં સંપૂર્ણ સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- ક્યારેક તમારી અંદર ઊર્જા અને આત્મવિશ્વાસની ખામી રહી શકે છે.
——————————–
ધનઃ-
પોઝિટિવઃ- આજે પારિવારિક તથા સામાજિક સમસ્યાઓને ઉકેલવામાં તમારી વિશેષ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તમારા માટે પણ સન્માન આપનારી સ્થિતિઓ બની શકે છે. ગ્રહ સ્થિતિ આજે અનુકૂળ રહી શકે છે.
નેગેટિવઃ- અચાનક જ થોડા એવા ખર્ચ સામે આવશે, જેમા કાપ કરવો શક્ય રહેશે નહીં. કોઇની સાથે વાદ-વિવાદ દરમિયાન તમારું ધૈર્ય ગુમાવશો નહીં. અજાણ્યા લોકો સાથે વધારે વાતચીત કરવી નહીં.
વ્યવસાયઃ- વ્યવસાય પ્રત્યે કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.
લવઃ- બહારના વ્યક્તિઓની દખલ ઘરની વ્યવસ્થામાં થોડી પરેશાની ઊભી કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે થાક અને તણાવના કારણે પાચનક્રિયા નબળી પડી શકે છે.
——————————–
મકરઃ-
પોઝિટિવઃ- કોઇ જગ્યાએથી ઉધાર આપેલા રૂપિયા પાછા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે. પ્રોપર્ટીને લગતા મામલાઓ અટવાયેલાં છે તો તેને ઉકેલવા માટે સમય યોગ્ય છે. તમારા સહજ અને ઉત્તમ સ્વભાવના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થઇ શકે છે.
નેગેટિવઃ- કોઇપણ નકારાત્મક પરિસ્થિતિમા ધૈર્ય અને સંયમ જાળવી રાખો. ગુસ્સા અને આવેશમાં બનતું કામ પણ ખરાબ થઇ શકે છે. કોઇપણ અસમંજસની સ્થિતિમા કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં પરેશાનીઓ વધી શકે છે.
લવઃ- લગ્નજીવનમાં મધુરતા વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
——————————–
કુંભઃ-
પોઝિટિવઃ- આજે બહારની ગતિવિધિઓની જગ્યાએ પોતાના વ્યક્તિત્વ અને પારિવારિક કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. પોતાને લગતા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઇ પારિવારિક વિવાદ ઉકેલાઇ જવાથી ઘરનું વાતાવરણ સુખદ રહેશે.
નેગેટિવઃ- બાળકોના અભ્યાસ કે કરિયરને લઇને થોડી ચિંતા રહેશે. તમારા સંપર્કો દ્વારા કોઇ સમાધાન પણ મળી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે તમારી ગુપ્ત વાતો જાહેર ન કરો. નહીંતર તમારું નુકસાન થઇ શકે છે.
વ્યવસાયઃ- આજે કોઇપણ નિર્ણય લેતા પહેલાં વધારે ચર્ચા-વિચારણા કરો.
લવઃ- તમારા તણાવની અસર તમારા લગ્નજીવન ઉપર પણ પડી શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે તણાવની અસર તમારા પાચન તથા કાર્યપ્રણાલીમાં પડી શકે છે.
——————————–
મીનઃ-
પોઝિટિવઃ- આજે કોઇ સુખદ સમાચાર મળવાથી સુખ મળશે અને પોઝિટિવિટી વધશે. બાળકો તરફથી કોઈ ચિંતા દૂર થઇ શકે છે. જેનાથી તમારા વ્યક્તિગત કાર્યોમાં તમે યોગ્ય ધ્યાન આપી શકશો.
નેગેટિવઃ- કોઇપણ નિર્ણય લેતી સમયે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. ભાવનાઓમાં વહીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. કોઇપણ પરેશાનીમા કોઇ વડીલ વ્યક્તિની સલાહ લો.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમા યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.
સ્વાસ્થ્યઃ- ગળામા એલર્જી અને ઉધરસની સમસ્યા રહી શકે છે.