રોબોટ આગ બુઝાવવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લાલ રંગનો રોબોટ પાણીનો છંટકાવ કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હીના રોહિણી વિસ્તારમાં આજે સવારે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફાયર વિભાગને બપોરે 2.18 વાગ્યે આગની જાણકારી મળી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ બુઝાવવા માટે રોબોટની પણ મદદ લેવામાં આવી હતી.
રોબોટ આગ બુઝાવવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લાલ રંગનો રોબોટ પાણીનો છંટકાવ કરી રહ્યો છે. આ દરમિયાન તે અલગ-અલગ એંગલથી પાણીની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ દિલ્હી સરકારે આગ બુઝાવવા માટે આ પ્રકારના રોબોટના ઉપયોગની વાત કરી હતી. માહિતી આપતાં, દિલ્હી ફાયર સર્વિસે કહ્યું હતું કે ભીડ અને સાંકડી જગ્યાએ આગ બુઝાવવા માટે ફાયર વિભાગ રોબોટિક મશીનોને સામેલ કરશે.
વાસ્તવમાં આ એક રિમોટ ઓપરેટેડ મશીન છે જે સાંકડી શેરીઓ, વેરહાઉસ, ભોંયરાઓ, સીડીઓ, જંગલમાં લાગેલી આગ, માનવ જોખમ ધરાવતા તમામ વિસ્તારો સહિત તે સ્થળોએ સરળતાથી પહોંચી જશે અને આગને ઝડપથી કાબૂમાં લેવામાં સફળ સાબિત થશે.