Rashifal

સોમવારનું રાશિફળ:સોમવારે ગ્રહ સ્થિતિ મીન રાશિના પક્ષમાં રહેશે, કાર્યોમાં સફળતા સાથે આવકના નવા સ્ત્રોત પણ મળશે

20 જૂન, સોમવારના રોજ પ્રીતિ ને આયુષ્માન નામના બે શુભ યોગ બની રહ્યા છે. મેષ રાશિના અટકેલા કામો પૂરા થશે અને નસીબનો સાથ મળશે. કન્યા રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન તથા ટ્રાન્સફરના યોગ છે. વૃશ્ચિક રાશિ માટે નોકરી તથા બિઝનેસમાં દિવસ સારો રહેશે. મકર તથા મીન રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. રોકાણ માટે કર્ક રાશિ માટે દિવસ શુભ નથી. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

20 જૂન, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઈને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ આપશે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ– કોઈપણ નવા કાર્યો કે રોકાણ કરતા પહેલાં તેના અંગે યોગ્ય તપાસ કરી લો. કોઈની વાતોમાં આવશો નહીં. ભાવનાઓમાં વહીને તમે તમારું જ નુકસાન કરી શકો છો.

વ્યવસાયઃ– છેલ્લાં થોડા સમયથી કાર્યક્ષેત્રમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી, તેમાં આજે સફળતા મળવાની શક્યતા છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે તમે શારીરિક અને માનસિક રીતે આશ્ચર્યજનક પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. જેના કારણે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમને સરળતા રહેશે. યુવાઓને તેમની યોગ્યતા પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ભાવનાઓમાં વહીને તમે તમારી કોઈપણ મહત્ત્વપૂર્ણ વાત કોઈ સામે જાહેર ન કરો, નહીંતર તમારા કોઈ નજીકના સંબંધી જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. થોડો સમય બાળકોની પરેશાનીઓને ઉકેલવામાં પણ પસાર કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ધીમી રહી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણની નકારાત્મક અસરથી બચવા માટે દેસી તથા આયુર્વેદિક વસ્તુઓનું સેવન વધારે કરો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– સફળતા મેળવવા માટે તમારે તમારી ઊર્જા એકઠી કરીને ફરી નવી નીતિઓ બનાવવાની જરૂરિયાત છે. જોકે, તમે તમારા મનોબળ દ્વારા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. ઘરમાં કોઈ માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે.

નેગેટિવઃ– માતા-પિતા કે તેમની સમાન કોઈપણ વ્યક્તિ સાથે વિવાદ તથા મતભેદ ઊભો થવા દેશો નહીં. તમારું ધ્યાન રાખો કે મહેનત કરવાથી જ ભાગ્ય તમારો સહયોગ કરશે. ખોટી ગતિવિધિઓમાં તમારો સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ– તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવો તમારા વ્યવસાય માટે પોઝિટિવ રહેશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા પારિવારિક વાતાવરણને શાંતિપૂર્ણ જાળવી રાખવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઈ કોઈ સમયે તણાવ અને ગુસ્સા જેવી સ્થિતિ હાવી થઈ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– સંતાનના કરિયર અને શિક્ષાને લગતી કોઈ ચિંતાનું સમાધાન મળવાથી રાહત મળશે. તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપી શકશો. તમારું કર્મ પ્રત્યે વધારે વિશ્વાસ રાખવું તમારા માટે હિતકારી રહેશે.

નેગેટિવઃ– ભાવનાઓમાં આવીને લેવામાં આવતા નિર્ણય નુકસાનદાયી સાબિત થઈ શકે છે. એટલે તમારી આ નબળાઈ ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. વધારે ગુસ્સો તમારા સ્વાસ્થ્ય અને કાર્યોમાં હાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે કોઈ ડીલ કરતી સમયે દરેક સ્તરે ચર્ચા-વિચારણાં કરો.

લવઃ– પારિવારિક વાતાવરણમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક નબળાઈ અને સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમારા બિઝી શિડ્યુલમાંથી થોડો સમય તમારા પરિવાર અને મિત્રો માટે પણ કાઢો. તેમના દ્વારા નવી જાણકારીઓ તથા સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તમે તણાવમુક્ત તથા ઊર્જાવાન અનુભવ કરી શકો છો.

નેગેટિવઃ– કોઈપણ કાર્યને શાંતિપૂર્ણ રીતે વિચાર કરીને જ સંપન્ન કરો. કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં તમારું ધૈર્ય ગુમાવવું યોગ્ય નથી. કોઈ લક્ષ્ય તમારી આંખથી દૂર થઈ શકે છે.

વ્યવસાયઃ– આજે કોઈ મુશ્કેલી આવવાથી તમારા સિદ્ધાંતો સાથે થોડો સમજોતો કરવો પડી શકે છે.

લવઃ– પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– બેદરકારીના કારણે કબજિયાતની સમસ્યા રહી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– સમય સકારાત્મક પરિસ્થિતિ બનાવી રહ્યું છે. જરૂરિયાતમંદ તથા વડીલોની સેવા અને દેખરેખમાં પણ તમારો ખાસ રસ રહેશે. કોઈ લગ્ન યોગ્ય સભ્ય માટે સારો સંબંધ આવવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– જો કોઈ પ્રકારની યાત્રાની યોજના બની રહી છે, તો તેને હાલ ટાળવી. ઘરમાં આવેલાં કોઈ નજીકના સંબંધી સાથે વિવાદમાં પડવું યોગ્ય નથી. તેનાથી વાતાવરણ નકારાત્મક થઈ જશે.

વ્યવસાયઃ– આજે આવકની સ્થિતિ સારી રહેશે.

લવઃ– ઘરમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે તમારો રાજકારણ અને ધાર્મિક ગતિવિધિઓમાં સારો સમય પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે તમારા લાભદાયક સંબંધ પણ સ્થાપિત થઈ શકે છે. યુવાઓ પોતાની મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકે છે.

નેગેટિવઃ– આ સમયે ભાઈઓ સાથે કોઈ પ્રકારની મનમુટાવની સ્થિતિ રહેશે. સંબંધોને કાયમ રાખવા માટે સમજદારી અને ધૈર્ય રાખવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસથી ધ્યાન હટાવીને મોજ-મસ્તીમાં સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ– વેપારમાં માર્કેટિંગને લગતા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો

લવઃ– પરિવારમાં કોઈ સભ્યની સફળતાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– કોઈ નજીકના સુધારની સમસ્યા ઉકેલ કરવામાં તમારી ખાસ ભૂમિકા રહેશે. તેનાથી તમારી છાપ અને વ્યક્તિત્વમાં વધારે નિખાર આવી શકે છે. ઘરની જરૂરિયાતને લગતી વસ્તુઓને લઈને માર્કેટિંગમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– કોઈ-કોઈ સમયે થાકના કારણે નબળાઈ અનુભવ થઈ શકે છે. તમારી કાર્યક્ષમતામાં કોઈ ખામી આવી શકે છે. ખર્ચ તમારો યથાવત રહી શકે છે, એટલે તમારા બજેટનું પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– ધનને લગતા મામલે કોઈ પ્રકારનો સમજોતો ન કરો

લવઃ– ઘણાં સમય પછી પરિવાર સાથે મનોરંજનને લગતા કાર્યક્રમો બનવાથી બધા લોકો આનંદ અનુભવ કરશે.

સ્વાસ્થ્યઃ– વાતાવરણમાં ફેરફારના કારણે માથાનો દુખાવો થઈ શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે કોઈ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારા માટે લાભદાયી સાબિત થશે. ઉન્નતિના નવા માર્ગ પણ પ્રાપ્ત થઈ શકે છે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે

નેગેટિવઃ– આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં તથા તમારા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. ક્યારેક તમે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવ કરી શકે છે. તેના માટે યોગ અને મેડિટેશનની મદદ લેવી તમને ફાયદો આપશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે તમારા સહયોગીઓ અને કર્મચારીઓ સાથે મધુર સંબંધ જાળવી રાખો.

લવઃ– તમારો મનમોજી સ્વભાવ તમારા પરિવારના લોકોને પરેશાન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

મકરઃ-

પોઝિટિવઃ– વ્યક્તિગત તથા આર્થિક પક્ષને મજબૂત બનાવવા માટે થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનશે. આજનો દિવસ ઘરની વ્યવસ્થા તથા સુધારને લગતા કાર્યોમાં પસાર થશે. બાળકો સાથે બેસીને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં તમને સુખ મળી શકે છે.

નેગેટિવઃ– તમારા મોટાભાગના કામ દિવસના પહેલાં ભાગમાં પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી પરિસ્થિતિઓ થોડી વિપરીત રહી શકે છે. કોઈ અપ્રિય કે અશુભ સમાચાર મળી શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં કોઈ અનુભવી વ્યક્તિની મદદથી સારો ઓર્ડર મળવાની શક્યતા છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– માનસિક અને આત્મિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. ઇચ્છિત કાર્યો સમયે પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. જો તમે તમારો વિકાસ કરવા ઇચ્છો છો તો તમારું થોડું સ્વાર્થી બનવું જરૂરી છે.

નેગેટિવઃ– જીવનમાં બધું હોવા છતાંય થોડી એકલતા અનુભવ થઈ શકે છે. પોતાના ઉપર નકારાત્મકતા હાવી થવા દેશો નહીં તથા પોતાને વ્યસ્ત રાખશો. કોઈ ધાર્મિક સ્થળે જઈને થોડો સમય પસાર કરવો તમને સુકૂન આપશે.

વ્યવસાયઃ– આવકના સાધન શોધશો પરંતુ સાથે જ ખર્ચની પણ સ્થિતિ રહેશે.

લવઃ– ઘરના કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર પરિવારના લોકો સાથે યોજના બનશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓના સંકેત મળી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. આળસ છોડીને પૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. સમય તમારી નવી સફળતા બનાવી રહ્યું છે. આવકના સ્ત્રોત પણ વધશે.

નેગેટિવઃ– બાળકોની સમસ્યાઓનું સમાધાન શોધવા માટે તેમની સાથે થોડો સમય પસાર કરો. કામ વધારે રહેવાના કારણે ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું પણ હાવી થઈ શકે છે.

વ્યવસાયઃ– હાલ કાર્યક્ષેત્રમાં કોઈપણ નવી યોજના ઉપર કામ કરવા માટે સમય પક્ષમાં નથી.

લવઃ– પતિ-પત્ની સાથે મળીને ઘરની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવી શકશો.

સ્વાસ્થ્યઃ– સાંધામાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published.