Rashifal

બુધવારનું રાશિફળ:વૃષભ, તુલા, મીન સહિત 5 રાશિઓ માટે બુધવારનો દિવસ સારો, અન્ય રાશિઓનાં કાર્યો પૂરાં થશે, પરંતુ અવરોધો આવ્યા કરશે

15 જૂન, બુધવારના રોજ શુક્લ તથા ધ્વજ નામના બે શુભ યોગ બની રહ્યા છે. વૃષભ રાશિને નસીબનો સાથ મળશે. અટકેલા કામો પૂરા થશે. કર્ક રાશિને વધારાની આવક થશે. સિંહ રાશિનો દિવસ શુભ રહેશે. કન્યા રાશિ માટે દિવસ સાનુકૂળ રહેશે. તુલા રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. વૃશ્ચિક રાશિને સારા સમાચાર મળી શકે છે. મિથુન રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. લેવડ-દેવડમાં ભૂલ થઈ શકે છે. કુંભ રાશિએ જોખમથી બચવું. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

15 જૂન, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– સમય શાંતિદાયક અને ધનદાયક ચાલી રહ્યો છે. ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ અભ્યાસ અને અનુસંધાનમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આ સમયે કોઈપણ પ્રકારના અવરજવરના કાર્યોને ટાળો. કેમ કે તેમાં સમય ખરાબ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. ઘરના કોઈ નજીકના સભ્યના લગ્નજીવનમાં અલગ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં વધારે વ્યસ્ત રહી શકો છો. તમારી મહેનત તમને યોગ્ય પરિણામ આપશે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં તાલમેલ જાળવી રાખવો.

સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઈ શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આ સમયે તમે ફાલતૂ ગતિવિધિઓથી ધ્યાન હટાવીને પોતાનું ધ્યાન પોતાના કાર્યો ઉપર કેન્દ્રિત કરશો. ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા અટવાયેલાં કાર્યો યોગ્ય રીતે સંપન્ન થી શકે છે. ઘરનું વાતાવરણ પણ યોગ્ય રહેશે

નેગેટિવઃ– કોઈ-કોઈ સમયે તમારું મન નાની-નાની વાતોને લઈને વિચલિત થઈ શકે છે. આ સમયે તમારી મનઃસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. કેમ કે તેની નકારાત્મક અસર તમારા પારિવારિક જીવન ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ– સ્ત્રી વર્ગ સાથે જોડાયેલાં વેપાર સફળ રહી શકે છે.

લવઃ– જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને અપચાની સ્થિતિ રહી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– કળાત્મક તથા રસના કાર્યોમાં ખાસ સમય પસાર થશે. તમે પોતાને ખૂબ જ ઊર્જાવાન અનુભવ કરશો. કોઈ પારિવારિક સભ્યના લગ્નને લગતી વાત આગળ વધી શકે છે.

નેગેટિવઃ– થોડા કામ બનતા-બનતા વચ્ચે જ અટકી શકે છે. તેના કારણે તમારી જ એકાગ્રતામાં ઘટાડો આવી શકે છે. ખર્ચ પ્રત્યે કંજૂસી કરવી પણ પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ– મીડિયા, આર્ટ, કમ્પ્યૂટર વગેરેને લગતા વેપારમાં લાભદાયક સ્થિતિ રહી શકે છે.

લવઃ– લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– તમારી પરેશાનીઓમાં નજીકના સંબંધીઓનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. જેના કારણે તમને તણાવથી રાહત મળી શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

નેગેટિવઃ– થોડી ખરાબ પ્રવૃત્તિના લોકો પોતાના કામમાં વિઘ્ન ઊભું કરી શકે છે. આવા લોકો સાથે કોઈપણ સંપર્ક રાખશો નહીં. ખોટા ખર્ચથી પણ બચવું જરૂરી છે. પરિવારના લોકો ખૂબ જ વધારે અનુશાસન જાળવવું તેમને પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાયેલું રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમે તમારા કર્મ પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત રહો, ભાદગ્ય તમને સહયોગ આપી શકે છે. તમને યોગ્ય સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં પણ અનુશાસન વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ– આ સમયે પિતરાઈ ભાઈ-બહેનો સાથે સંબંધને વધારે સાચવીને રાખવાની જરૂરિયાત છે, કેમ કે અકારણ જ તેમની સાથે મતભેદ ઊભા થઈ શકે છે. વારસાગત સંપત્તિને લઈને પણ કોઈ પ્રકારનો વિવાદ શક્ય છે.

વ્યવસાયઃ– આજે વ્યવસાયિક ગતિવિધિઓને પોતાના કાર્યક્ષેત્રમાં રહીને જ પૂર્ણ કરો

લવઃ– તમારા કાર્યોમાં જીવનસાથીનો પણ પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– ઘર અને વ્યવસાય બંને જગ્યાએ સમજી વિચારીને નિર્ણય લેવા વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. આ સમયે આર્થિક સ્થિતિઓ પણ ખૂબ જ સારી રહેશે. સમયનો યોગ્ય ઉપયોગ કરો. બજેટ પ્રમાણે કામ કરવાથી ધનને લગતા મામલાઓમાં સમસ્યા આવશે નહીં.

નેગેટિવઃ– ક્યારેક કામ વધારે રહેવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. કોઈ નજીકના વ્યક્તિની આર્થિક મદદ કરવાના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી નબળી પડી શકે છે. હૃદયની જગ્યાએ દિમાગથી કામ લેવું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી એકાગ્રતા અને હાજરી વાતાવરણને અનુશાસિત રાખશે.

લવઃ– ઘરના વાતાવરણને અનુશાસિત જાળવી રાખવામાં પતિ-પત્ની બંનેનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– સમય અનુકૂળ છે. તમે થોડી નવી રીતનો ઉપયોગ કરીને તમારા કામને આગળ વધારશો. ઘરને યોગ્ય રીતે સાચવવામાં નવી વસ્તુઓની ખરીદદારીને લગતી યોજના બનશે. પરિવાર સાથે હરવા-ફરવા અને મનોરંજનમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– તમારી કાર્યશૈલી અને યોજનાઓને વ્યવસ્થિત રીતે સંપન્ન કરવાની કોશિશ કરો. કોઈન ખોટી સલાહ તમને ભ્રમિત કરી શકે છે. બાળકોની ગતિવિધિઓ અને શિક્ષાને લગતી તૈયારીઓના વિષય અંગે જાણકારી લેતા રહો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને પરિશ્રમનું યોગ્ય પરિણામ મળવાનો સમય આવી ગયો છે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.

સ્વાસ્થ્યઃ– કામ વધારે રહેવાના કારણે માનસિક તણાવ રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ– આજે દિવસની શરૂઆત ખૂબ જ સુકૂનદાયક રહેશે. ફોન દ્વારા કોઈ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઈ જન્મદિવસ કે કોઈ અન્ય પાર્ટીમાં જવાની તક મળશે.

નેગેટિવઃ– દિવસના બીજા ભાગમાં પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ થઈ જશે. જેથી તમને લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખો, જલ્દી જ બધું ઠીક થઈ જશે. ઉતાવળના ચક્કરમાં તમે થોડા કામ અધૂરા છોડી શકો છો.

વ્યવસાયઃ– વેપારમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ઉત્તમ રહેણીકરણી તમને સ્વસ્થ રાખી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– કોઈ પારિવારિક સમસ્યામાં તમારી હાજરી અને સલાહ મહત્ત્વપૂર્ણ રહેશે. યોગ્ય સમાધાન પણ મળી શકે છે. જીવનમાં થોડા પોઝિટિવ ફેરફાર આવવાની શક્યતા પણ છે. વિદ્યાર્થીઓને પણ તેમની પરીક્ષામાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારું કોઈ નજીકનું સંબંધી તમારી જ વિરૂદ્ધ કોઈ ગેરસમજ ઊભી કરી શકે છે. કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરીને તમે તમારી ક્ષમતાઓ ઉપર જ વિશ્વાસ કરો. આ સમયે રૂપિયાને લગતી કોઈપણ પ્રકારની લેવડદેવડ ન કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સુધાર લાવવા માટે વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથીની અસ્વસ્થતાના કારણે તેમની દેખરેખ તથા પરિવારને લગતી જવાબદારીઓ પણ તમારા ઉપર રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના ભારને લીધે થાક અને નબળાઈ અનુભવ કરશો

——————————–

મકરઃ

પોઝિટિવઃ– તમે રોજિંદાની દિનચર્યાથી અલગ થોડો સમય આત્મ અવલોકનમાં પણ પસાર કરશો. થોડા સમયથી ચાલી રહેલી તમારી મહેનત અને લગનથી તમને લાભ પ્રાપ્ત થશે. આ સમયે અનેક કાર્યોને વ્યવસ્થિત કરવાની કોશિશ સફળ રહેશે.

નેગેટિવઃ– આ સમયે સંબંધીઓને લગતા થોડા વિવાદ ઊભા થઈ શકે છે પરંતુ દરેક સમસ્યાનું સમાધાન ખૂબ જ વ્યવહાર કુશળ રીતે કરો. ધ્યાન રાખો કે કોઈ જૂની નકારાત્મક વાત વર્તમાન ઉપર હાવી થાય નહીં.

વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતા કાર્યોમાં વધારેમાં વધારે ધ્યાન આપો.

લવઃ– પાર્ટનર તથા પરિવાર સાથે થોડો સમય મનોરંજન અને શોપિંગમાં પણ પસાર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા તમારા હાથમાં આવી શકે છે. આ સમયે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું વધારે ફાયદો આપી શકે છે. નજીકના સંબંધીઓ સાથે પ્રોપર્ટીને લઈને ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે આ સમયે ભાવુકતાના કારણે થોડા નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું પરિવારની વ્યવસ્થાને ખરાબ કરી શકે છે. એટલે પોતાના વ્યવહારને પોઝિટિવ જાળવી રાખવા માટે મેડિટેશન કરો.

વ્યવસાયઃ– કોઈ રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહમાં મદદ તમારા વ્યવસાયને નવી દિશા આપી શકે છે.

લવઃ– ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં પતિ-પત્ની બંનેનો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં ખૂબ જ સમય પસાર થશે. તેનાથી રોજના થાક અને તણાવથી રાહત મળી શકે છે. યુવાઓને કોઈ સારી જોબ મળવાની શક્યતા છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની આર્થિક રૂપથી મદદ કરવી પડી શકે છે.

નેગેટિવઃ– જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી મન નિરાશ થઈ શકે છે. આ સમયે ખૂબ જ સમજદારીથી પરિસ્થિતિઓને ઉકેલવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા મોટાભાગના કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકે છે.

લવઃ– લગ્નસંબંધ મધુર રહી શકે છે. અચાનક જ કોઈ જૂના મિત્રના મળવાથી સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે સ્વાસ્થ્યને લઈને કોઈ બેદરકારી ન કરો.

Leave a Reply

Your email address will not be published.