રણબીર કપૂર-આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ચાહકોમાં ઉત્સાહ છે. સાથે જ આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ મહત્વનો રોલ હોવાની ચર્ચા છે.
નવી દિલ્હીઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ચાહકોમાં ઉત્સાહ છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન સાથે મૌની રોય પણ જોવા મળશે. સાથે જ આ ફિલ્મમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પણ મહત્વનો રોલ હોવાની ચર્ચા છે. ફિલ્મના નિર્માતાઓએ હાલમાં શાહરૂખ ખાનની ભૂમિકા અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. જોકે તે ફિલ્મના ટીઝરમાં જોવા મળ્યો છે.
એક વિશ્વસનીય સ્ત્રોત મુજબ, “બ્રહ્માસ્ત્રને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દરેક એક અભિનેતા વાર્તામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રણબીરનું પાત્ર બ્રહ્માસ્ત્રની શોધમાં તેમાંથી દરેકને અલગ-અલગ સમયે મળે છે. જ્યાં નાગાર્જુન પુરાતત્વવિદ્ છે. જ્યારે શાહરૂખ વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી રહ્યો છે.
View this post on Instagram
એક વિશ્વસનીય સ્ત્રોત મુજબ, “નાગાર્જુન, શાહરૂખ ખાન અને ડિમ્પલ કાપડિયા વાર્તાના જુદા જુદા ભાગોમાં રણબીરના પાત્રને મદદ કરે છે અને આ રીતે વાર્તા આગળ વધે છે. તેઓ બધા પાસે રણબીરને બ્રહ્માસ્ત્ર તરફ લઈ જવાની કડીઓ છે. ફિલ્મની શરૂઆત શાહરૂખની સિક્વન્સથી થાય છે. લાંબી સિક્વન્સ અને શાહરૂખે આ વર્ષની શરૂઆતમાં ફિલ્મ સિટીમાં દસ દિવસમાં તેનું શૂટિંગ કર્યું હતું”.
તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીરની આ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે, હાલમાં જ વિશાખાપટ્ટનમ પહોંચેલા રણબીર અને અયાન મુખર્જીનું ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ફેવરિટ સ્ટાર્સ પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.