news

ગોવાના અરમ્બોલ બીચ પર બ્રિટિશ મહિલા પર બળાત્કાર, આરોપીની ધરપકડ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક સ્થાનિક રહેવાસી, આરોપી જોએલ વિન્સેન્ટ ડિસોઝાએ 2 જૂને બીચ પર આરામ કરી રહેલી આધેડ વયની બ્રિટિશ મહિલા પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો.

પણજી: ઉત્તર ગોવાના અરમ્બોલ બીચ નજીક પ્રખ્યાત ‘સ્વીટ લેક’ પર એક બ્રિટિશ મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં ગોવા પોલીસે સોમવારે એક 32 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક સ્થાનિક રહેવાસી, આરોપી જોએલ વિન્સેન્ટ ડિસોઝાએ 2 જૂને બીચ પર આરામ કરી રહેલી આધેડ વયની બ્રિટિશ મહિલા પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો.

પતિ સાથે ગોવા ફરવા આવેલી પીડિતાએ સોમવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું, “આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.”

તમને જણાવી દઈએ કે ગોવાના બીચ પર રેપની આ પહેલી ઘટના નથી. આ પહેલા ગોવામાં 2018માં પણ એક બ્રિટિશ મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. કર્ણાટકના હોસ્કોર્ટમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઘટનાના લગભગ સાત મહિના પહેલા કોલવાલેની જેલમાંથી ભાગી ગયો હતો. જેને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુની પોલીસ શોધી રહી હતી.

બીજી તરફ ગયા વર્ષે જુલાઈમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે રાજ્યની વિધાનસભામાં બે બાળકીઓના સામૂહિક બળાત્કાર મામલે કથિત રીતે કહ્યું હતું કે માતા-પિતાએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે તેમના બાળકો રાત્રે આટલા લાંબા સમય સુધી બીચ પર રહે છે. તેમણે એમ પણ કહ્યું કે બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી માતાપિતાની છે. તેઓએ તેમના બાળકોને ખાસ કરીને સગીરોને રાતોરાત બહાર રહેવા દેવા ન જોઈએ. જો કે, તેમની ટિપ્પણી પર વિવાદ થયો હતો અને પ્રમોદ સાવંતે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેમના વાસ્તવિક સંદર્ભને યોગ્ય ગણવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published.