- વૃશ્ચિક રાશિને નસીબનો સાથ મળશે
- ધન રાશિના અટકેલા કામો પૂરા થશે
7 એપ્રિલ ગુરુવારના રોજ સૌભાગ્ય તથા શોભન નામના બે શુભ યોગ બની રહ્યા છે. તુલા રાશિના નોકરિયાત તથા બિઝનેસ વર્ગ માટે દિવસ સારો રહેશે. વૃશ્ચિક રાશિને નસીબનો સાથ મળશે. ધન રાશિના અટકેલા કામો પૂરા થશે અને મહેનતનો ફાયદો પણ મળશે. મેષ રાશિના જાતકોએ રોકાણમાં સાવચેતી રાખવી. નુકસાન થવાની આશંકા છે. નવી શરૂઆત માટે કર્ક રાશિ માટે દિવસ સારો નથી. કુંભ તથા મીન રાશિને કામકાજમાં અડચણો આવી શકે છે. નુકસાન થવાનો ભય છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.
7 એપ્રિલ, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.
મેષઃ–
પોઝિટિવઃ– તમે તમારી જવાબદારી નિભાવવામાં સક્ષમ રહેશો. મન પ્રમાણે ગતિવિધિઓમાં યોગ્ય સમય પસાર થશે. બાળકોની કોઇ પરેશાનીમાં તેમની મદદ કરવી તેમના મનોબળને જાળવી રાખશે.
નેગેટિવઃ– સંબંધોના મામલે બેદરકારી ન કરો. થોડી પણ ગેરસમજથી અંતર વધી શકે છે. આ સમયે મહેનત પ્રમાણે પ્રતિફળ ઓછું મળી શકે છે. આ સમય ધૈર્ય રાખવાનો છે. ધીમે-ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમં આવતી જશે.
વ્યવસાયઃ– ફાયનાન્સને લગતા કાર્યોને વધારે મહત્ત્વ આપો.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે
સ્વાસ્થ્યઃ– કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે.
——————————–
વૃષભઃ–
પોઝિટિવઃ– એકબીજા સાથે સંબંધોમાં મધુરતા જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ વ્યસ્ત રહી શકો છો. જમીનને લગતી કોઈપણ સમસ્યાનો ઉકેલ કરવા માટે યોગ્ય સમય છે. પરિવાર તથા કામકાજને લગતી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવામાં તમે સક્ષમ રહેશો.
નેગેટિવઃ– અશક્ય વસ્તુઓને પ્રાપ્ત કરવાની કોશિશ ન કરો. તેનાથી તમારી ઊર્જા અને મનોબળમાં ઘટાડો આવી શકે છે. ખાસ કરીને મહિલાઓએ કોઈ પરેશાની ભોગવવી પડી શકે છે.
વ્યવસાયઃ– તમારા કામની ગુણવત્તાને વધારવાની જરૂરિયાત છે.
લવઃ– પારિવારિક જવાબદારીઓ વધશે પરંતુ તમે તેને કુશળતાથી નિભાવી શકશો.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ રહી શકે છે.
——————————–
મિથુનઃ–
પોઝિટિવઃ– દિવસ શાંતિથી પસાર થશે. ઘરના કાર્યોમા તમે વ્યસ્ત રહી શકો છો. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. ઘરના કોઈ કુંવારા વ્યક્તિના લગ્નની વાત થઈ શકે છે.
નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો તથા પોતાના ઘરની વ્યવસ્થામાં કોઈની દખલ થવા ન દેશો. ખોટી ગપ્પાબાજીમાં સમય ખરાબ ન કરીને પોતાના કાર્યો પ્રત્યે ધ્યાન આપો. વિદ્યાર્થીઓએ પણ પોતાના અભ્યાસ પ્રત્યે સજાગ રહેવું જોઈએ.
વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડી લાભદાયક યોજનાઓ બની શકે છે.
લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ– વધારે કામનો ભાર પોતાના ઉપર લેશો નહીં
——————————–
કર્કઃ–
પોઝિટિવઃ– અટવાયેલાં કાર્યો આજે પૂર્ણ થઇ શકે છે, એટલે ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરીને પોતાના કાર્યો પ્રત્યે સજાગ રહો. વિદેશમાં ઉચ્ચ શિક્ષા હેતુ ઇચ્છુક વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળી શકે છે.
નેગેટિવઃ– બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે. જેના કારણે તમે તમારા મનોબળમાં ઘટાડો અનુભવ કરશો. સમય ધૈર્ય પૂર્ણ રીતે પસાર કરવાનો છે. ભાવનાત્મક રૂપથી મજબૂત રહો.
વ્યવસાયઃ– આજે કોઈ નવા કામને શરૂ કરવા માટે સમય યોગ્ય નથી.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહશે.
સ્વાસ્થ્યઃ– આજે દિવસભર થાક રહી શકે છે.
——————————–
સિંહઃ–
પોઝિટિવઃ– જીવનને પોઝિટિવ દૃષ્ટિએ સમજવાથી તમારી અંદર ચાલી રહેલી અનેક ગેરસમજ દૂર થશે. થોડો સમય પોતાના રસના કાર્યોમાં પણ પસાર કરો તેનાથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો.
નેગેટિવઃ– કોઈપણ કાયદાકીય નિમયનું ઉલ્લંઘન ન કરો. નહીંતર મુશ્કેલીમા ફસાઇ શકો છો. નજીકના લોકો કે મિત્રો સાથે કોઇ સામાન્ય વાતને લઇને વિવાદ થઇ શકે છે. ફાલતૂ વાતોને વધારે મહત્ત્વ આપશો નહીં.
વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતા વેપારમાં કોઇ ગેરસમજના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
——————————–
કન્યાઃ–
પોઝિટિવઃ– અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી મન અને તન બંને પ્રફુલ્લિત રહેશે. આ સમયે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું વધારે યોગ્ય છે. પ્રોપર્ટીને લઇને કોઈ સાથે ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં પણ થશે.
નેગેટિવઃ– વધારે કામ હોવાના કારણે થોડું ચીડિયાપણું પણ રહી શકે છે. પોતાના સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય અને સારા લોકોના સંપર્કમાં રહો.
વ્યવસાયઃ– કોઇ રાજનૈતિક અને અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન તમારા વ્યવહારને નવી દિશા આપશે.
લવઃ– પરિવાર સાથે કોઇ ધાર્મિક ગતિવિધિમાં સારો સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ– નકામી વાતો ઉપર ધ્યાન આપશો નહીં.
——————————–
તુલાઃ–
પોઝિટિવઃ– કોઈ સુખદ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ભાઇઓ સાથે કોઈ ખાસ વિષય અંગે ચર્ચા-વિચારણા પણ થશે. પોતાની અંદર ભરપૂર આત્મવિશ્વાસ અનુભવ કરશો. સમયનો ભરપૂર સહયોગ કરો.
નેગેટિવઃ– ક્યારેક નકારાત્મક પરિસ્થિતિઓના કારણે તમારા મનોબળમાં ઘટાડો આવી શકે છે. આત્મબળ જાળવી રાખો તથા તમારી ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરો. આ સમયે બહારની ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપશો નહીં.
વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય થોડો અનુકૂળ રહી શકે છે.
લવઃ– ઘરનું વાતાવરણ સુખમય જાળવી રાખવામાં જીવનસાથી અને પરિવારના લોકોનો પણ ભરપૂર સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.
——————————–
વૃશ્ચિકઃ–
પોઝિટિવઃ– સમય તમારા માટે યોગ્ય વાતાવરણ બનાવી રહ્યું છે. તમારી પ્રતિભાને ઓળખો. તમારા દ્વારા કરવામાં આવતી મહેનતમાં ભાગ્ય પણ તમારો સાથ આપશે. વડીલોના અનુભવ અને માર્ગદર્શન ઉપર અમલ કરો.
નેગેટિવઃ– તમારી અંદર અહંકારની ભાવના આવવા દેશો નહીં. પારિવારિક મામલે વધારે મરજી કરવી અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે વ્યવહારમાં ફેરફાર કરવો જરૂરી છે. કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી પણ રહી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ હાલ સામાન્ય જ રહી શકે છે.
લવઃ– પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.
સ્વાસ્થ્યઃ– તમારા વિચારોમાં પોઝિટિવિટી જાળવી રાખો.
——————————–
ધનઃ–
પોઝિટિવઃ– તમારા દ્વારા લેવામાં આવેલ કોઈ નિર્ણય યોગ્ય રહેશે. જો કોઈ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તરત નિર્ણય લો. મહેનત વધારે રહેશે પરંતુ જલ્દી જ પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે.
નેગેટિવઃ– ભાવનાઓમાં વહીને કોઈની વાતમાં આવશો નહીં. કોઇ નજીકના સંબંધીની દખલ તમારા ઘરની વ્યવસ્થાને ખરાબ કરી શકે છે. ઘર માટે ખરીદારીને લઇને ખર્ચ વધી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યો સમય પ્રમાણે પૂર્ણ થઈ જશે.
લવઃ– વ્યસ્તતાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ– ખાનપાનમાં થોડી પણ બેદરકારી ન કરો.
——————————–
મકરઃ–
પોઝિટિવઃ– સમય પ્રમાણે તમારી દિનચર્યામાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાને શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓએ પોતાના કરિયરને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે.
નેગેટિવઃ– જૂની નકારાત્મક વાતોને યાદ કરવામાં તમારો સમય ખરાબ ન કરો. પોઝિટિવ રહો. રોજિંદા કાર્યોથી અલગ પોતાની ગુપ્ત પ્રતિભા અંગે વિચારો અને તેને જાગૃત કરો.
વ્યવસાયઃ– વ્યવસાયમાં તમારા સહયોગીઓની સલાહને પણ સર્વોપરિ રાખો.
લવઃ– તમારી યોજનાઓ અને કાર્યોમાં જીવનસાથીની સલાહને સામેલ કરો.
સ્વાસ્થ્યઃ– નસમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.
——————————–
કુંભઃ–
પોઝિટિવઃ– તમે તમારા વ્યવહારિક દૃષ્ટિકોણ દ્વારા કોઈપણ નિર્ણય લેવામાં સક્ષમ રહોશો. આજે પરિવાર સાથે આરામ અને મનોરંજનમાં પણ સુખમય સમય પસાર થશે. ઘરની દેખરેખને લગતી ગતિવિધિઓની યોજના બનશે
નેગેટિવઃ– પાડોસીઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે. અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. અન્યની વાતોમાં ન આવીને પોતાના નિર્ણયોને જ પ્રાથમિકતા આપો.
વ્યવસાયઃ– વ્યવસાયિક મામલાઓમાં થોડા વિઘ્નો આવી જવાના કારણે કાર્યો પૂર્ણ થઈ શકશે.
લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.
સ્વાસ્થ્યઃ– એસિડિટી અને ગેસની સમસ્યાના કારણે છાતિમા દુખાવાની ફરિયાદ રહેશે.
——————————–
મીનઃ–
પોઝિટિવઃ– આજે તમે તમારા સૌમ્ય અને સહજ સ્વભાવ દ્વારા પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો. પિતા કે પિતા સમાન વ્યક્તિની સલાહ તથા માર્ગદર્શનથી તમારી પરેશાનીઓ દૂર થશે. ઘરમાં કોઇ માંગલિક કાર્ય પૂર્ણ થઈ શકે છે.
નેગેટિવઃ– લાભ સાથે-સાથે ખોટા ખર્ચની પણ સ્થિતિ રહેશે. એટલે બિનજરૂરી ખર્ચ ઉપર રોક લગાવવી જરૂરી છે. ક્યારેક ઉતાવળ અને આવેશમાં આવવાથી કામ ખરાબ થઈ શકે છે. તમારી આ ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો.
વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે. પરંતુ તણાવ લેશો નહીં.
લવઃ– પરિવાર સાથે મનોરંજન અને આમોદ-પ્રમોદમાં સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ– તમારી અંદર કોઇપણ પ્રકારની હીન ભાવના અનુભવ ન કરો.