news

કિવનું બુચા શહેર લાશોથી ભરેલું, લગભગ 300 લોકોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવ્યા

યુક્રેનની રાજધાની કિવની બહાર બુચા શહેરમાં લગભગ 300 લોકોને સામૂહિક કબરમાં દફનાવવામાં આવ્યા છે. શહેરના મેયર એનાટોલી ફેડોરુકે જણાવ્યું હતું કે શહેરની શેરીઓ લાશોથી ભરેલી છે.

કિવઃ યુક્રેનની રાજધાની કિવની બહાર આવેલા શહેર બુચામાં લગભગ 300 લોકોને સામૂહિક કબરમાં દફનાવવામાં આવ્યા છે. શહેરના મેયરે શનિવારે એએફપીને જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ રશિયા પાસેથી મોટા શહેરનો કબજો મેળવી લીધો છે. “બુચામાં, અમે પહેલાથી જ 280 લોકોને સામૂહિક કબરોમાં દફનાવી દીધા છે,” મેયર એનાટોલી ફેડોરુકે ફોન પર એએફપીને જણાવ્યું.

મેયર એનાટોલી ફેડોરુકે કહ્યું કે રશિયાના મોટા વિનાશ પછી આ શહેરની શેરીઓ લાશોથી ભરેલી છે. બુચામાં એક શેરીમાં ઓછામાં ઓછા 20 મૃતદેહો જોયા. “આ તમામ લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેઓને માથાના પાછળના ભાગમાં ગોળી મારી દેવામાં આવી હતી,” ફેડોરુકે જણાવ્યું હતું કે, મૃતકોમાં પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે, અને તેણે મૃતકોમાં એક 14 વર્ષનો છોકરો જોયો હતો.

મેયર એનાટોલી ફેડોરુકના જણાવ્યા અનુસાર, આમાંના ઘણા શરીર પર સફેદ પટ્ટાઓ હતા. તેમણે કહ્યું કે શહેરમાં બાળકો, મહિલાઓ, દાદીમા, પુરુષો સહિત સમગ્ર પરિવારોની હત્યા કરવામાં આવી હતી. ફેડોરુકે દાવો કર્યો હતો કે કેટલાક પીડિતોએ બુચન્કા નદી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને માર્યા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.