Rashifal

સોમવારનું રાશિફળ:સિદ્ધિ યોગને કારણે કન્યા સહિત 3 રાશિના જાતકોને મહેનતનું ફળ મળશે અને આવકમાં વધારો થશે

28 માર્ચ, સોમવારના રોજ શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમા હોવાને કારણે સિદ્ધિ યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે કન્યા રાશિના જાતકોની ઇન્કમમાં વધારો થશે. તુલા રાશિના જાતકોને મહેનતનો ફાયદો મળશે. વૃશ્ચિક રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે. તે ઉપરાંત મેષ રાશિના જાતકોનાં કામકાજમાં અડચણો આવી શકે છે અને સિંહ રાશિના જાતકોએ ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય હાલપૂરતો માંડી વાળવો. આ ઉપરાંત અન્ય રાશિઓના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

29 માર્ચ, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે તમે પોતાને ભાવનાત્મક રૂપથી વધારે મજબૂત અનુભવ કરશો. આળસ છોડીને સંપૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસથી પોતાનાં કાર્યો કરશો. વિદ્યાર્થીઓ તથા યુવાઓને કોઇ સ્પર્ધાને લગતા ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ– થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો તથા તેમની સમસ્યાઓને ઉકેલવામાં યોગદાન આપો. કોઈના પણ વ્યક્તિગત મામલાઓથી દૂર રહો. રૂપિયા-પૈસાના મામલે કોઇ નજીકના સંબંધી સાથે મનભેદ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં આજે કાર્યોના બનવામાં થોડાં વિઘ્ન આવી શકે છે.

લવઃ– પતિ-પત્નીમાં એકબીજા વચ્ચે તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– કોઈ મુશ્કેલ કાર્યને મહેનત અને પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરો. માનસિક અને આત્મિક સુખ-શાંતિનો અનુભવ થશે. કોઈપણ પડકારનો સ્વીકાર કરવો તમને વિજય અપાવશે.

નેગેટિવઃ– નકારાત્મક પરિસ્થિતિઓમાં તમારું મનોબળ જાળવી રાખો. મનમાં થોડું ખાલીપણું અનુભવ થઈ શકે છે. પોઝિટિવ ગતિવિધિઓમાં તમે પોતાને વ્યસ્ત રાખી શકો છો. આ સમયે કોઈ ભવિષ્યને લગતી યોજના નિષ્ફળ થઈ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.

લવઃ– જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા માટે લાભદાયી રહેશે.

સ્વાસ્થ્યઃ– બહારના વાતાવરણમાં ઓછું જવાની કોશિશ કરો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી તમને માનસિક સુકૂન અને શાંતિ આપી શકે છે. ઘરના કોઇ લગ્નયોગ્ય સભ્ય માટે યોગ્ય સંબંધ પણ આવી શકે છે. કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમનું કોઈ વિશેષ કામ પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ– કોઈપણ મહત્ત્વપૂર્ણ વાતચીત કરતી સમયે ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરો. તેનાથી તમારી માનહાનિ શક્ય છે. ક્યારેય તમારું મહત્ત્વ જણાવવાની કોશિશમા થોડી ખોટી ગતિવિધિઓ થઈ શકે છે. તમારા સ્વભાવમાં નરમી અને સહજતા જાળવી રાખો.

વ્યવસાયઃ– કમિશન, વીમા, શેર વગેરેને લગતા વેપારમાં ફાયદો થઈ શકે છે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને શરીરમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– ચિંતા અને પરેશાનીનું આજે સમાધાન મળી શકે છે. તમે તમારા બળે દરેક કામ કરવાની ક્ષમતા રાખશો. આધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે તમારી આસ્થા અને રસ તમારા વ્યક્તિત્વને વધારે પોઝિટિવ બનાવશે.

નેગેટિવઃ– ખોટી ગતિવિધિઓથી દૂર રહો, કેમ કે કોઈ મુશ્કેલી આવી શકે છે. ઉધાર આપેલા રૂપિયા હાલ પાછા આવવાની શક્યતા નથી. એટલે ખોટા વાદ-વિવાદથી દૂર રહો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં મન પ્રમાણે પરિણામ મળી શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય વધારે સારું જાળવી રાખવા માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમારી સારી વિચારશૈલી અને દિનચર્યા તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશે. કોઇની મદદની આશા રાખશો નહીં અને પોતાના કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો. તેનાથી તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ– ગ્રહ સ્થિતિ થોડી એવી પણ છે કે વિના કારણે તમે તણાવ લઇ શકો છો. આ સમયે કોઇપણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી. અન્યની સલાહ તમને નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં આજે બિલકુલ પણ રોકાણ ન કરો.

લવઃ– લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– ઘરના વડીલોના અનુભવ અને માર્ગદર્શનને તમારી જીવનશૈલીમાં અપનાવો. તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. કોઇ દુવિધા અને બેચેનીથી આજે તમને રાહત મળી શકે છે.

નેગેટિવઃ– ગેરકાયદેસર મામલાઓથી દૂર રહો. બાળકોની કોઈ ગતિવિધિ તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી શકે છે. પરંતુ પરિસ્થિતિઓને શાંતિથી ઉકેલો. તમારા સ્વભાવમા પણ પરિપક્વતા લાવવી જરૂરી છે.

વ્યવસાયઃ– દૈનિક આવક પહેલાં કરતા યોગ્ય રહી શકે છે.

લવઃ– લગ્ન સંબંધોને મધુર જાળવી રાખવા માટે એકબીજા વચ્ચે તાલમેલ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ– વાસી અને તળેલું ભોજન કરશો નહીં.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે તમે કોઈ એવો નિર્ણય લેશો કે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. થોડા સમયથી ચાલી રહેલી કંટાળાજનક દિનચર્યાથી આજે તમને રાહત મળી શકે છે. થોડાં નવાં કાર્યો પ્રત્યે પણ તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે.

નેગેટિવઃ– ક્યારે તમારો ગુસ્સો અને જિદ્દ જેવો સ્વભાવ તમારી પારિવારિક વ્યવસ્થા ઉપર અસર કરી શકે છે. પોઝિટિવિટી જાળવી રાખવા માટે જ્ઞાનવર્ધક તથા ઉત્તમ સાહિત્ય વાંચવામાં પણ થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારું પૂર્ણ નિયંત્રણ રહી શકે છે.

લવઃ– ઘરની નાની-મોટી વાતોને વધારે મહત્ત્વ આપશો નહીં.

સ્વાસ્થ્યઃ– તમારે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી તમને સ્વસ્થ રાખશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– દિવસની શરૂઆત ખૂબ જ પોઝિટિવ રહેશે. કોઈ યોજના ઉપર કામ શરૂ થશે. કામકાજ તથા પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવું પડકારરૂપ રહેશે. પરંતુ તમે દરેક કામને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– થોડા નજીકના લોકો તમારા બનતાં કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. બેદરકારી થાય નહીં તેનું ધ્યાન રાખવું. નકારાત્મક પરિસ્થિતિઓમાં તમારું મનોબળ મજબૂત રાખવું જરૂરી છે. વિદ્યાર્થી વર્ગ અભ્યાસમાં વ્યસ્ત રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ હાલ ધીમી હોવાના કારણે તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા તમારી આર્થિક સ્થિતિને સામાન્ય જાળવી રાખશો.

લવઃ– પારિવારિક સભ્યો માટે કોઇને કોઇ ભેટ લઈ શકો છો.

સ્વાસ્થ્યઃ– ગળામાં થોડું ઇન્ફેક્શન અને તાવની સ્થિતિ રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે પ્રકૃતિ તમને કોઈ સારો અવસર આપી શકે છે. અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત તમારા બંને માટે લાભદાયક સાબિત થઈ શકે છે. અન્ય પાસેથી આશા રાખવાની જગ્યાએ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખવો.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારની ઉધારી કે લેવડ-દેવડ ન કરો. વસૂલી મુશ્કેલ રહેશે. ભાડાને લગતા મામલાઓમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. યુવા વર્ગ ફાલતુની વાતોમાં ધ્યાન ન આપીને પોતાના કામથી કામ રાખે.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર થઈ શકે છે.

લવઃ– જીવનસાથી સાથે કોઇ વાતને લઇને હળવો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે તમે ઉત્સાહ પૂર્ણ રહેશો. જે કામને પૂર્ણ કરવાનું નક્કી કરશો તેને પૂર્ણ કરીને જ રહેશો. પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ દિનચર્યા પસાર થશે.

નેગેટિવઃ– ભાવનાઓમાં આવીને કોઈપણ નિર્ણય ન લેશો અને ખર્ચના મામલે પણ વધારે દરિયાદિલી રાખવી યોગ્ય નથી. તમારો કોઈ નજીકનો વ્યક્તિ જ તમારી કોઇ સમસ્યાનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– મીડિયા અને માર્કેટિંગ વ્યવસાયને લગતી નવી જાણકારીઓ મળી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– કામ વધારે રહી શકે છે. તમારા સંપર્કોની સીમા વધી શકે છે. જેના કારણે તમને ફાયદો થઈ શકે છે. અનુભવી લોકો સાથે સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વ ઉપર પણ પોઝિટિવ પ્રભાવ પડી શકે છે.

નેગેટિવઃ– કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી પડી શકે છે. તમે પરિચિત લોકો સાથે મેલ-મિલાપ કરતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે તમારી કોઇ વ્યક્તિગત વાત જાહેર ન થાય.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

લવઃ– કામ વધારે હોવા છતાં પરિવાર સાથે સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– કામ વધારે રહેવાના કારણે થાક અને તણાવ હાવી રહી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી ઊથલપાથલથી થોડી રાહત મળી શકે છે. પરિવાર અને ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ પોઝિટિવ રહેશે. કોઈ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– રૂપિયાની લેવડ-દેવડને લઇને શંકાની સ્થિતિ રહેશે. કોઇ મિત્રને લગતો જૂનો મામલો પણ ફરી ઊભો થઈ શકે છે. ઓનલાઇન શોપિંગ વગેરે કરતી સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

લવઃ– પરિવાર સાથે ધાર્મિક ગતિવિધિઓમાં સુખદ સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– ઘૂંટણ તથા સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યાને યોગ્ય જાળવી રાખો.

Leave a Reply

Your email address will not be published.