Viral video

ટેટૂ કરાવવા કોચી પહોંચી હતી વિદેશી મહિલા, કલાકારે કર્યું આવું કૃત્ય, આરોપી પહોંચ્યો કસ્ટડીમાં

ગયા શનિવારે, બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં છ મહિલાઓએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ સ્થાનિક પોલીસે સુજેશને કસ્ટડીમાં લીધો હતો.

મહિલાઓ પર થતા શોષણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર મહિલાઓ પણ ટેટૂ કરાવતી હોય છે, પરંતુ હવે ટેટૂ બનાવનાર પર જ ગંભીર આરોપો લાગ્યા છે. મામલો કેરળનો છે, જ્યાં એક વિદેશી મહિલાએ ટેટૂ બનાવનાર સામે ફરિયાદ નોંધાવી છે.

એક સ્પેનિશ મહિલાએ શનિવારે કોચી શહેરના પોલીસ કમિશનરને ઈમેલ દ્વારા પ્રખ્યાત ટેટૂ આર્ટિસ્ટ વિશે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો આરોપ છે કે આરોપી પીએસ સુજેશ (35) છેલ્લા દસ વર્ષથી કોચીમાં એક સ્ટુડિયો ‘ઈન્ફેક્ટેડ ટેટૂ સ્ટુડિયો’ ચલાવી રહ્યો હતો. ગયા અઠવાડિયે જ્યારે તેણી તેને મળવા ગઈ હતી ત્યારે આ વ્યક્તિએ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી.

ગયા શનિવારે, બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં છ મહિલાઓએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ સ્થાનિક પોલીસે સુજેશને કસ્ટડીમાં લીધો હતો. બીજા દિવસે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

અગાઉ, એક 18 વર્ષની છોકરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે તેણે તેના પર યૌન શોષણ કર્યું હતું, જેના પગલે અન્ય પાંચ મહિલાઓએ તેની સામે આવી જ ફરિયાદ કરી હતી. જો કે, તેના પરિવાર અને મિત્રોએ આરોપોને નકારી કાઢતા કહ્યું કે મહિલાઓએ હાજર લોકોની સામે ટેટૂ કરાવ્યા, તેણે તેમની સાથે જાતીય શોષણ કર્યું નથી.

Leave a Reply

Your email address will not be published.