news

મહારાષ્ટ્ર સરકારે રજૂ કર્યું બજેટ, ઉદ્યોગોને વિશેષ છૂટ, ગરીબો માટે 5 લાખ ઘર બનાવવાનું વચન

મહારાષ્ટ્રના બજેટમાં આ વખતે નિયમિત લોન ભરનારા ખેડૂતોને 50 હજારની ગ્રાન્ટ વધારીને 75 હજાર કરવામાં આવી છે. આ સાથે તમામ જિલ્લાઓમાં મહિલા હોસ્પિટલ બનાવવાનું વચન બજેટમાં આપવામાં આવ્યું છે.

મુંબઈ: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાંના એક મહારાષ્ટ્રે આ વર્ષના બજેટમાં ગરીબ ખેડૂતો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. ઉદ્યોગોને સુવિધા આપવાની જાહેરાતની સાથે 3 લાખ 30 હજાર નોકરીઓ આપવાનો પણ દાવો કર્યો છે. નિયમિત લોન ભરનાર ખેડૂતોની 50 હજારની ગ્રાન્ટ વધારીને 75 હજાર કરવામાં આવી છે.

જાણો બજેટમાં શું જાહેરાત કરવામાં આવી છે…

કોંકણ અને પરભણી કૃષિ યુનિવર્સિટીને 50-50 કરોડનું ફંડ.
હવેલીમાં સંભાજી રાજે મહારાજનું સ્મારક બનાવવા માટે રૂ. 250 કરોડની જોગવાઈ.
બાળાસાહેબ ઠાકરેના નામ પર હિંગોલીમાં કૃષિ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.
આરોગ્ય સેવા માટે 11 હજાર કરોડનું ભંડોળ ખર્ચવામાં આવશે.
તમામ જિલ્લાઓમાં મહિલા હોસ્પિટલો બનાવવામાં આવશે.
8 કરોડના ખર્ચે 8 કેન્સર મોબાઈલ વાન.
લઘુમતી વિભાગને 676 કરોડની જોગવાઈ
લઘુમતીઓ માટે પોલીસ ભરતી યોજના
વ્યંઢળોને સ્વતંત્ર ઓળખ કાર્ડ અને રેશનકાર્ડ
ગરીબો માટે 5 લાખ ઘર બનાવવાનો લક્ષ્યાંક
શાળા શિક્ષણ વિભાગ માટે 2354 કરોડની જોગવાઈ
આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 1100 થી 2500 સુધીનો વધારો
ઉદ્યોગોને વિશેષ છૂટ આપવામાં આવશે.
મુંબઈથી હૈદરાબાદ બુલેટ ટ્રેન બનાવવાનો પ્રસ્તાવ
આદિજાતિ વિભાગ માટે 11999 કરોડનું ફંડ
ગઢચિરોલીમાં નવું એરપોર્ટ બનાવવાની દરખાસ્ત
રાજ્યમાં જળમાર્ગો માટે 330 કરોડનું ભંડોળ

Leave a Reply

Your email address will not be published.