Viral video

વીડિયો વાઇરલ:મંત્રી આર. સી. મકવાણાના પુત્રનું ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ, પિતાએ પ્લાસ્ટિકની ગન હોવાનું કહી બચાવ કર્યો

  • પુત્રએ જાહેરમાં પિતાના સિક્યોરિટી ગાર્ડના હથિયારનો ઉપયોગ કર્યો
  • પિતાએ બચાવ કરતા કહ્યું, રમકડાની બંદૂક હતી

રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થયો છે. ભાવનગરના મહુવાના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણાનો પુત્ર અમિત મકવાણા સિક્યોરિટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કરતો હોય એવો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જોકે આ અંગે મંત્રી આર.સી.મકવાણાએ પુત્રનો બચાવ કરતાં જણાવ્યું હતું કે આ રૂપિયા ત્રણ હજારની પ્લાસ્ટિકની રમકડાની બંદૂક હતી.

જાહેરમાં હથિયારનો ઉપયોગ
મંત્રી આર.સી મકવાણાના પુત્ર અમિત મકવાણાનો ફાયરિંગ કરતો વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. અમિત મકવાણાએ સિક્યોરિટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યું હતું. મંત્રી આર.સી મકવાણાના પુત્રએ જાહેરમાં ખુલ્લેઆમ પિતાના સિક્યોરિટી ગાર્ડના હથિયારનો ઉપયોગ કર્યો હતો.​​​​​
​​​​​નોંધનીય છે કે ગુજરાતમાં હવામાં ફાયરિંગ કરવું ગુનો ગણાય છે, ત્યારે ખુદ રાજ્યકક્ષાના મંત્રી જ પોતાના દીકરાને કાયદાનો પાઠ ભણવવાનું ભૂલી ગયા. આ મામલે મંત્રીજીના પુત્ર સામે લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો. જાહેરમાં હથિયારનો ઉપયોગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ? એવો લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.