news

જીએસટીની ગેરરીતિ અટકાવવા તંત્રની મથામણ:કરદાતાની ખરીદી અને GST રીટર્નની વિગતોમાં તફાવત હશે તો થશે કાર્યવાહી

  • નવા સરક્યુલરમાં ટેક્સ ઓફિસરને વિશાળ સત્તાઓ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલીકરણ બાદ તેમાં રહેલા ચિંતાઓનો વ્યાપક ઉપયોગ કરીને ભેજાબાજો દ્વારા કરોડો રૂપિયાની રકમનું ગબન કરવામાં આવતું હતું. આવા પ્રકારની ગેરરીતિઓ અટકાવવા માટે સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે. નવા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલર મુજબ, ક્લેમ કરવામાં આવેલી વેરાશાખ મુજબ ખરીદીના ડેટા પણ કરદાતાએ પૂરા પાડવા પડશે. આમ કરવામાં નિષ્ફળ રહેનાર કરદાતા સામે કાર્યવાહી થઈ શકે છે.

જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહેલા વેપારીઓની વિગત હવે આપોઆપ સપાટી પર આવી જશે. GSTR-3Bમા આપવામાં આવેલા ડેટા ની વિગતો તેની ઇન્વોઇસ લેવલ ડેટા એન્ટ્રી મુજબનો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે જીએસટીઆર 3બી મા એક લાખ રૂપિયામાં 10 ઇન્વોઇસ દર્શાવવામાં આવેલા હોય તો, તેની ઇન્વોઇસની ડેટ ઓફ ઇસ્યુ, સપ્લાયરનો જીએસટી નંબર, બિલની બેઝિક એમાઉન્ટ, ટેક્સની રકમ, તેઓ તમામ બ્રેકઅપ કરદાતા પાસે હવે મોજુદ હોવો જરૂરી બનાવવામાં આવ્યો છે.

ક્લેમ કરવામાં આવેલી વેરાશાખમાં જો કોઈ તફાવત જણાશે તો ટેક્સ ઓફિસર દ્વારા નોટિસ ઈસ્યૂ કરવામાં આવી શકે છે, અને ઇન વર્ડ્સ ડેટા રજૂ કરવા માટે કરતા તને જણાવી શકે છે. જીએસટીઆર-2A અને 2Bમાં તેની વિગતો રસ લેતા થાય છે કે કેમ તેની ચકાસણી કરવી પડશે જો રિફ્લેક્ટ નહિ થતું હોય તો વેરાશાખ રિવર્સ કરવી પડશે અને તેનું વ્યાજ પણ પરત કરવું પડશે.

આ ઉપરાંત સપ્લાયરની પણ તમામ પ્રકારની ડીટેલ ચેક કરવામાં આવશે. જીએસટી તંત્ર દ્વારા હવેથી ઇન્વોઇસ લેવલ ખરીદીની વિગતો જરૂરી બનાવવામાં આવી શકે છે અન્યથા તંત્ર તરફથી રીકન્સીલેશન નોટિસ પણ કરદાતાને પાઠવવામાં આવી શકે છે.

સમગ્ર કસરત જીએસટી ક્ષેત્રે વ્યાપી ગયેલી ગેરરીતિઓ ને જડમૂળથી નાશ થવા માટે કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક-ક્યાંક તેમાં સાચા કરદાતા હતા અને નિર્દોષ વેપારીઓને પણ હેરાનગતિ થઈ શકે છે. માત્ર કોમ્પ્યુટર ડેટાના આધારે સાચા કરતા હતા અને બોગસ બિલિંગના તફાવત શોધવાનું કામ તંત્ર માટે પડકારજનક પણ બની શકે છે. અને ક્યાંક ક્યાંક ઇન્સ્પેક્ટર રાજ પુનઃ પ્રવેશવાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.