news

ભાસ્કર રિયાલિટી ચેક:ભાવનગરમાં RTPCR +Ve તો રેપીડ -Ve આવ્યો, જ્યારે રેપીડમાં +Ve તો RTPCR રિપોર્ટ -Ve આવ્યો!

  • ખોટા રિપોર્ટને કારણે કોરોનાગ્રસ્ત લોકો બહાર ફરી રહ્યા છે જે વિસ્ફોટક બની રહેશે
  • લોકોને ખાનગી લેબોરેટરી કે સરકારી ટેસ્ટ બેમાંથી એકપણ ઉપર ભરોસો ન રહે તેવા બનાવો
  • જના સરેરાશ 2500 થી 3000 જેટલા થતા રિપોર્ટની સત્યતા અંગે દ્વિધા

કોરોના ટેસ્ટિંગ પર જ સમગ્ર આધાર હોવા છતાં કોરોનાના રેપિડ અને આર.ટી.પી.સી.આર. ના ટેસ્ટમાં વિસંગતતા જોવા મળે છે. કોઈ ટેસ્ટમાં પોઝિટિવ હોય તો બીજામાં નેગેટીવ હોય છે. જેને કારણે લોકો પણ મુંજવણ અનુભવે છે. લોકોને ટેસ્ટ પર વિશ્વાસ ડગમગવા લાગે છે. આ અંગે સૌરાષ્ટ્ર સમાચારે રિયાલીટી ચેક કરતા અનેક વિસંગતતાઓ બહાર આવી હતી.

ભાવનગર શહેરમાં હાલમા કોરોનાએ કાળો કેર વર્તાઈ રહ્યો છે જેની સામે કોરોનાના ટેસ્ટિંગ પણ વધ્યા છે રોજના અઢી થી ત્રણ હજાર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે પરંતુ અનેક કિસ્સામાં રેપિડમાં પોઝિટિવ આવ્યા બાદ આર.ટી.પી.સી.આર.માં નેગેટીવ આવે અને આર.ટી.પી.સી.આર.માં પો પોઝિટિવ આવે તો રેપિડ ટેસ્ટ માં નેગેટિવ આવવાના બનાવો બને છે. જેને કારણે ટેસ્ટિંગ કરાવતા લોકોને અસમંજસતા ઊભી થાય છે. ક્યા ટેસ્ટને માન્ય રાખવો અને કયા ટેસ્ટને અમાન્ય રાખવો તે નક્કી કરી શકતા નથી. જેથી સરકારી ટેસ્ટ પર વિશ્વાસ નહીં રાખી અનેક લોકો ખાનગી લેબોરેટરી તરફ વળ્યા છે.

રોજના હજારો લોકો કરોના ટેસ્ટિંગ કરાવી રહ્યા છે પરંતુ રિઝલ્ટ આવ્યા બાદ પણ પોતાના મનમાં શંકા ઊભી થાય છે. અને તેને કારણે ઘણા લોકો અમુક સ્થળ પર ટેસ્ટિંગ કરાવ્યા બાદ અન્ય સ્થળે બીજીવાર ટેસ્ટિંગ કરાવવા પણ જાય છે. એકના એક લોકો એકથી વધારે ટેસ્ટિંગ કરાવતા હોવાથી ટેસ્ટિંગનો આંકડો પણ વધે છે. છેલ્લા દોઢ-બે મહિનામાં જ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રેપિડ અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો આંકડો 90,000એ પહોંચવા આવ્યો છે. અને લોકોની આ મુંજવણનો આરોગ્ય તંત્ર પાસે પણ ઉકેલ નથી.

કિસ્સો -1 : ભાવનગર શહેરના વિસ્તારમાં રહેતી એક મહિલાને કોરોનાના લક્ષણ જણાતા પહેલા એક ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોરોના પોિઝટિવ આવ્યા બાદ મહિલા કોલેજે રેપીડ ટેસ્ટ કરાવતા કોરોના નેગેટીવ આવ્યો હતો.

કિસ્સો – 2 : બોરડીગેટ ખાતે એક યુવાને રેપીડ ટેસ્ટ કરાવતા તે કોરોના પોઝિટિવ આવ્યો હતો પણ પછી કાળુભા રોડ પરની એક ખાનગી લેબ.માં આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

સેમ્પલ લેવામાં ક્ષતિ હોય તો બની શકે
કોરોના ટેસ્ટિંગમાં સેમ્પલ લેવામાં ક્ષતિ હોય તો રિપોર્ટમાં વિરોધાભાસ આવી શકે. જેમાં સેમ્પલ બરાબર લીધુ ના હોય, સુરક્ષિત રીતે રાખ્યુ ના હોય, ટ્રાન્સપોર્ટેશનમાં ભુલ હોવા જેવી બાબતોને કારણે કોરોના રિપોર્ટ અલગ અલગ આવવાની શક્યતા રહે છે. પરંતુ તેવા જુજ કિસ્સા જ હોય.> ડો.આર.કે. સિન્હા, મુખ્ય આરોગ્ય અધિકારી

કોરોનાના ટેસ્ટ ચીવટથી થાય તે જરૂરી છે
રેપીડ ટેસ્ટ અને RTPCR ટેસ્ટ કોરોના માટેના માન્ય ટેસ્ટ છે ત્યારે સરકારી રેપીડ ટેસ્ટ અને ખાનગી લેબ.ના RTPCR ટેસ્ટ ચીવટપૂર્વક થાય એ જરૂરી છે. નહીં તો કોરોના હોવા છતાં કોઈનો રિપોર્ટ નેગેટીવ આપવામાં આવે તો તે વ્યક્તિ બીજા અનેકમાં કોરોનાનો રોગ પ્રસરાવી શકે છે.

ફેક્ટ ફાઈલ

  • 1567 રેપિડ
  • 879 RTPCR
  • 348 સૌથી વધુ સુભાષનગર
  • 46 સૌથી ઓછા રૂવા

Leave a Reply

Your email address will not be published.