Cricket

IND vs WI: કોરોનાના વધતા જતા કેસોની અસર, ભારત-વેસ્ટ ઈન્ડિઝની મેચનું સ્થળ બદલાયું

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ: વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે આવશે. બંને દેશો વચ્ચે 6 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન T20 અને ODI સિરીઝ રમાવાની છે.

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ: દેશમાં દરરોજ વધી રહેલા કોરોના કેસોને કારણે ફેબ્રુઆરીમાં યોજાનારી ભારત-વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) મેચોના સ્થળો બદલવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે 3 ODI અને 3 T20 મેચોની સિરીઝ રમાવાની છે. આ તમામ મેચો પહેલા અલગ-અલગ સ્થળોએ યોજાવાની હતી પરંતુ હવે તે માત્ર 2 સ્થળો પર જ યોજાશે.

BCCI એ નિર્ણય લીધો છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની ત્રણેય મેચો અમદાવાદમાં રમાશે અને T20 શ્રેણીની તમામ 3 મેચ કોલકાતામાં રમાશે. બોર્ડનું કહેવું છે કે આ નિર્ણય બંને ટીમોના ખેલાડીઓ અને સ્ટાફ, મેચ અધિકારીઓ, પ્રસારણકર્તાઓને કોરોના સંક્રમણના જોખમને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતમાં 6 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી વનડે અને ટી-20 શ્રેણી રમશે. અગાઉ આ મેચો કોલકાતા અને અમદાવાદ ઉપરાંત વિશાખાપટ્ટનમ, તિરુવનંતપુરમ, જયપુર અને કટકમાં રમવાની હતી.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીનું શેડ્યૂલ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે 6 ફેબ્રુઆરીએ રમાશે. બીજી ODI 9 ફેબ્રુઆરી અને ત્રીજી ODI 11 ફેબ્રુઆરીએ રમાશે. ત્રણેય વનડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. પ્રથમ T20 16 ફેબ્રુઆરી, બીજી 18 ફેબ્રુઆરી અને ત્રીજી 20 ફેબ્રુઆરીએ રમાશે. આ તમામ T20 મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની બંને શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે
ટીમ ઈન્ડિયા હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. આ પ્રવાસ 23 જાન્યુઆરીએ સમાપ્ત થશે. આ પછી જ આગામી શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. સીમિત ઓવરોની મેચોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાંથી મેદાનમાં પરત ફરી શકે છે. તેની ઈજા લગભગ ઠીક થઈ ગઈ છે. બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રોહિત ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.