- પરિવારે MP સરકાર પાસે મદદ માગી હતી, જે બાદ માત્ર 4 લાખ રૂપિયાની સહાય મળી
- ધર્મજય સિંહે સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતીને વિશિષ્ટ ઓળખ અપાવી હતી
- મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 26 જાન્યુઆરી 2021નાં રોજ ધર્મજયને સન્માનિત કર્યા હતા
ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં આઠ મહિનાની સારવાર પછી મધ્યપ્રદેશના રીવાના ખેડૂત ધર્મજય સિંહ (50)નું મંગળવારે રાત્રે કોરોનાને કારણે મોત નીપજ્યું છે. તેમની સારવાર પર લગભગ 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ધર્મજય એપ્રિલ 2021માં કોરોના પોઝિટિવ થયા હતા. અહીં લંડનના ડોકટર મોનિટરિંગ કરી રહ્યા હતા.
લગભગ 254 (8 મહિનાથી વધુ) દિવસ તેમની સારવાર થઈ. તેમને એક્મો મશીન પર રાખવામાં આવ્યા હતા. સારવારમાં દરરોજ લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો, જેના માટે પરિવારે 50 એકર જમીન પણ વેચી નાખી. દેશમાં કોરોનાના સૌથી લાંબી સારવાર મેરઠના વિશ્વાન સૈનીનો ચાલ્યો હતો, જેમણે 130 દિવસ પછી કોરોનાને માત આપી હતી.
18 મેના રોજ ચેન્નઈ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા
મઉગંજ ક્ષેત્રના રકરી ગામમાં રહેતા ધર્મજય સિંહના (50) 30 એપ્રિલ 2021ના રોજ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. 2 મેના રોજ રિપોર્ટમાં તેઓ કોરોના પોઝિટિવ થયા હોવાની વાત સામે આવી હતી. ભાઈ પ્રદીપ સિંહે જણાવ્યું હતું કે એક અઠવાડિયાં પહેલાં અચાનક ધર્મજયનું બ્લડપ્રેશર ડાઉન થયું હતું. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને બ્રેન હેમરેજ થઈ ગયું. પરિણામે, વેન્ટિલેટર પર રાખવા પડ્યા. સ્થિતિમાં કોઈ જ સુધારો ન થતાં 18 મેના રોજ એર એમ્બ્યુલન્સથી ચેન્નઇ લઈ જવામાં આવ્યા, ત્યારથી તેઓ અહીં જ દાખલ હતા.
અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ધર્મજય સિંહનાં ફેફસાં 100% સુધી સંક્રમિત થઈ ગયાં હતાં. જોકે ચાર દિવસ પછી કોરોના સંક્રમણમાંથી મુક્ત થઈ ગયા હતા. ફેફસાંમાં સંક્રમણને કારણે એક્મો મશીનની મદદથી તેમને નવું જીવન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
દેશ-વિદેશના ડોકટરે કરી સારવાર
પરિવારના જણાવ્યા મુજબ, ધર્મજય સિંહની સારવાર દેશ-વિદેશના ડોકટરની હાજરીમાં થઈ. તેમને જોવા લંડનના જાણીતા ડોકટર અપોલો હોસ્પિટલમાં આવતા હતા. સાથે જ અન્ય દેશોના ડોકટરની પણ ઓનલાઈન સલાહ લેવામાં આવી રહી હતી. લંડનના ડોકટરની સલાહ બાદ જ આઠ માસ સુધી એક્મો મશીન પર તેમને રાખવામાં આવ્યા હતા. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા .
શું છે એક્મો મશીન અને કેટલો ખર્ચ થાય છે
જ્યારે વેન્ટિલેટર પણ ફેલ થઈ જાય છે, ત્યારે દર્દીને એક્મો મશીન પર રાખવામાં આવે છે. આ મશીનથી દર્દીનું લોહીને બહાર કાઢીને ઓક્સિજેશન કરવામાં આવે છે. એ બાદ આ લોહી ફરી શરીરમાં મોકલવામાં આવે છે. આ કૃત્રિમ પ્રક્રિયા છે, જેમાં શરીરનું ઓક્સિજન મેઇન્ટેન કરવામાં આવે છે. આ ઘણી જ મોંઘી સારવાર છે. આ સારવાર માટે 4થી 5 લાખ રૂપિયાની જરૂરિયાત પડે છે. ઈલાજ ચાલુ રાખવા માટે દરરોજ 2 લાખ રૂપિયાની જરૂર પડે છે.
સ્ટ્રોબેરીની ખેતીને ઓળખ અપાવવા માટે શિવરાજસિંહે કર્યું હતું સન્માન
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 26 જાન્યુઆરી 2021ના રોજ પીટીએસ મેદાનમાં આયોજિત મુખ્ય સમારંભમાં ધર્મજયને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધર્મજય સિંહે સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતીને વિંધ્યમાં વિશિષ્ટ ઓળખ અપાવી હતી. તેઓ કોરોના કાળમાં લોકોની સેવા કરતા હતા એ સમયે સંક્રમિત થયા હતા. પરિવારનો દાવો છે કે 8 કરોડ રૂપિયા સારવાર પાછળ ખર્ચાયા છે. પરિવારે પ્રદેશ સરકાર પાસે મદદ માટે અપીલ કરી હતી, જે બાદ માત્ર 4 લાખ રૂપિયાની આર્થિક સહાય મળી હતી.



