news

લવ-જેહાદનો વધુ એક કિસ્સો:યુવાનને હૈદરાબાદથી ભાવનગર પોલીસે ઝડપ્યો, યુવતીને વડોદરાથી ધર્મપરિવર્તન કરાવવા માટે હૈદરાબાદ લઈ જવાની હતી, આખરે બચાવ

  • ધારાસભ્ય વિભાવરીબેન દવેએ સતર્કતા દાખવી હતી

ભાવનગરના એક પરિવારની યુવતીને લલચાવી ફોસલાવી ધર્મપરિવર્તન સાથે લગ્ન કરવા માટે ભગાડી જવામાં આવી હતી. આ અંગેની જાણ ડેપ્યુટી મેયર કુમાર શાહ દ્વારા ધારાસભ્ય વિભાવરીબેન દવેને કરાતા તેમણે તરત ભાવનગર પોલીસને આ અંગે તપાસ કરવા રજુઆત કરેલ. પોલીસે યુવાનનું લોકેશન ટ્રેસ કરતા હૈદરાબાદ હોવાનું જાણવા મળેલ. ભાવનગર પોલીસ અન્ય એક કેસની તપાસ માટે હૈદરાબાદ હતી તેને લોકેશનની માહિતી આપતા યુવતીને ભગાડીને લઈ ગયેલ યુવાન ઝડપાય ગયો હતો.

તેની પાસેથી પોલીસે વિગત મેળવતા યુવતી વડોદરા હોવાનું અને ત્યાંથી હૈદરાબાદ લાવી તેનું ધર્મપરિવર્તન કરાવવાનું હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે યુવતીના વાલીઓને જાણ કરતા તે લોકો વડોદરાથી હેમખેમ યુવતીને પરત લઈ આવેલ અને વાસ્તવિકતા શું હતી તેની જાણ કરેલ. આ અંગે પરિવારજનોએ વિભાવરીબેન અને મદદ કરનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.