Viral video

રજૂઆત:નારી GIDCમાં પ્લોટ ફાળવણીદારોને ડાઉન પેમેન્ટ ભરવાનો સમયગાળો લંબાવો

  • કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેવા જણાવાયુ
  • સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમય તા. 30 એપ્રિલ સુધી લંબાવવા માટે રજૂઆત કરાઈ

ખુબ જ ટૂંકા ગાળાની નોટીસથી નારી જીઆઈડીસીના ડ્રો અને પ્લોટ એલોટમેન્ટની પ્રક્રિયા થયેલ છે અને ડાઉન પેમેન્ટ ભરવા માટે પ્લોટ ફાળવણીદારોને ફક્ત 60 દિવસનો જ સમય આપવામાં આવેલ છે. હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારીમાં સતત વૃદ્ધિ થઇ રહી છે તેના કારણે ઉદ્યોગ-ધંધાને પણ વિપરીત અસર પહોંચેલ છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જીઆઈડીસીનાં મેનેજીંગ ડાયરેક્ટર અને ઉપાધ્યક્ષ એમ. થેન્નારસનને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે કે વર્તમાન પરિસ્થિતિનાં કારણે કાચા માલના ભાવમાં પણ સતત વધ-ઘટ થાય છે

જેની સીધી અસર ઉત્પાદન ઉપર પડે છે. આ ઉપરાંત માર્ચ માસ નજીક આવતો હોવાથી વેપારીઓ અને ઉદ્યોગકારો હિસાબી તથા જુદા-જુદા રીટર્ન ભરવાની કામગીરીમાં વ્યસ્ત રહેશે તેથી નારી જીઆઈડીસીનાં પ્લોટ ફાળવણીદારોને ડાઉન પેમેન્ટ ભરવાની તારીખ 30-04-2022 સુધી લંબાવી આપવા સદર પત્રમાં ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. આમ હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈને આ જીઆઈડીસી માટેના ડાઉન પેમેન્ટ ભરવાનો સમયગાળો લંબાવવા માંગ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.