અનુભવી ઇંગ્લિશ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ, 35, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રખ્યાત ગંગનમ સ્ટાઇલ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
સ્ટુઅર્ટ બ્રોડઃ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ‘ધ એશિઝ’ની ચોથી મેચ શરૂ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે આ મેચ બુધવારથી એટલે કે આજે સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. 35 વર્ષીય અનુભવી ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે.
પ્રથમ અને ત્રીજી ટેસ્ટ મેચમાં બ્રોડને આરામ આપવામાં આવ્યો હતો. ઇંગ્લિશ અનુભવી ફાસ્ટ બોલરે ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર વાપસી કરી છે. હકીકતમાં તેણે ઈંગ્લેન્ડ માટે સફળતા હાંસલ કરી છે. અનુભવી ફાસ્ટ બોલરે 30 રનના અંગત સ્કોર પર ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને જેક ક્રોલીના હાથે કેચ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
Broad brings out the moves after the first wicket #Ashes pic.twitter.com/xFneagFhFU
— cricket.com.au (@cricketcomau) January 5, 2022
મેચ દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડ મેદાનમાં સાથી ખેલાડીઓ સાથે હસતો પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ગંગનમ સ્ટાઈલ સોંગના ફેમસ સ્ટેપ્સ વિથ ક્રાઉલી સાથે મજાક કરતા જોવા મળી રહ્યા છે.