હિમાચલ પ્રદેશના ઉનામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, અકસ્માત બાદ ઘટનાસ્થળે આગ ફાટી નીકળી હતી અને કામ કરતી મહિલાઓ જીવતી બળી ગઈ હતી.
હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. ઉનાના તાહલીવાલમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં સૌથી પહેલા વિસ્ફોટ થયો હતો અને વિસ્ફોટ બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 10-15 મહિલાઓ દાઝી જવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં 6 મહિલાઓના મોતની પુષ્ટિ થઈ છે. 10 લોકો ગંભીર રીતે ઘાયલ છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
हिमाचल प्रदेश के ऊना की एक फैक्ट्री में हुआ हादसा दुखद है। जिन लोगों को इसमें अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं हादसे में घायल सभी लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 22, 2022
પીએમ મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
PM મોદીએ ઉના જિલ્લામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું, ‘હિમાચલ પ્રદેશના ઉનામાં એક ફેક્ટરીમાં જે અકસ્માત થયો તે દુઃખદ છે. આમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે હું અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે રવાના થયા હતા.