રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022: ક્રિકેટના દિગ્ગજો રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લે છે. આ વખતે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં યોજાઈ શકે છે.
સચિન તેંડુલકર એક્શનમાં હશે: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ફરી એકવાર મેદાનમાં બેટ પકડીને જોવા મળી શકે છે. તેની સાથે વીરેન્દ્ર સેહવાગ અને યુવરાજ સિંહ જેવા અન્ય દિગ્ગજ ખેલાડીઓ પણ મેદાનમાં પરત ફરી શકે છે. હકીકતમાં, એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ક્રિકેટના દિગ્ગજો વચ્ચે રમાતી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થઈ શકે છે.
આ અહેવાલમાં સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં શરૂ થશે અને તેની મેચો ભારતમાં ચાર મેદાનમાં રમાશે. સૂત્રએ કહ્યું, ‘અમે આ ટૂર્નામેન્ટ ચાર સ્થળોએ આયોજિત કરવા વિચારી રહ્યા છીએ. આ સ્થળો છે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, લખનૌ અને ઈન્દોર. લખનૌમાં મેચ 10 માર્ચ પછી યોજાશે કારણ કે ત્યાં સુધીમાં ચૂંટણીઓ પૂરી થઈ જશે. હાલમાં, અમે ફેબ્રુઆરી-માર્ચમાં જ તેનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. અમે તેને ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં શરૂ કરવા અને માર્ચના અંતિમ સપ્તાહમાં ફાઈનલ મેચ પૂરી કરવા ઈચ્છીએ છીએ.
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ આવૃત્તિમાં ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટના દિગ્ગજોથી ભરેલી આ ટીમો ફરી એકવાર જૂના યુગની યાદો તાજી કરી ચુકી છે. સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લિજેન્ડ્સ પ્રથમ આવૃત્તિની ચેમ્પિયન બની હતી.
સચિન તેંડુલકર સાથે ઈરફાન પઠાણ, વિરેન્દ્ર સેહવાગ યુસુફ પઠાણ અને યુવરાજ સિંહને પણ ગત સિઝનમાં ઈન્ડિયા લિજેન્ડ્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ટુર્નામેન્ટ રાયપુરમાં રમાઈ હતી. ગત સિઝનની ફાઇનલમાં ઇન્ડિયા લિજેન્ડ્સે શ્રીલંકા લિજેન્ડ્સને 14 રને હરાવીને ટાઇટલ જીત્યું હતું.