Rashifal

શનિવારનું રાશિફળ:શનિવારે ધન જાતકોએ અન્ય વ્યક્તિ ઉપર વધારે આશા રાખવી નહીં, વ્યવસાયમાં નવા કરાર મળી શકે છે

  • ધન-મિથુન તથા મીન રાશિને આર્થિક દૃષ્ટિએ ફાયદો થશે

22 જાન્યુઆરી, શનિવારના રોજ શોભન નામનો શુભ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિને મહેનતનું ફળ મળશે. મિથુન રાશિને આર્થિક બાબતોના અટકેલાં કામો પૂરા થશે. વૃશ્ચિક રાશિને ગ્રહ-નક્ષત્રનો સાથ મળશે. ધન રાશિને પણ આર્થિક બાબતમાં નસીબ સાથ આપશે. મીન રાશિને આવકમાં વધારો થશે. ઉત્પાત નામનો અશુભ યોગ પણ બને છે. આ કારણે મેષ, કર્ક, સિંહ, કન્યા, તુલા, મકર તથા કુંભ રાશિએ સાચવીને રહેવું.

22 જાન્યુઆરી, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક રીતે પૂર્ણ થઇ જશે.

નેગેટિવઃ– તમારા પોતાના આવેશ તથા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. કોઇ મિત્ર કે સંબંધી પોતાના વાયદાથી પલટી જવાથી તમને ચિંતા રહી શકે છે. ભાઇઓ સાથે કોઇપણ પ્રકારના વાદ-વિવાદમાં ગુંચવાશો નહીં

વ્યવસાયઃ– વેપારને લગતા કોઇપણ પેમેન્ટ જલ્દી કઢાવવાની કોશિશ કરો.

લવઃ– ફાયનાન્સને લગતા કોઇપણ નિર્ણય લેવામા જીવનસાથીની સલાહ લો.

સ્વાસ્થ્યઃ– જો તમને કોઇ વારસાગત બીમારીની સમસ્યા છે, તો તેનું ચેકઅપ કરાવો.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– કોઇપણ કામ કરતા પહેલાં તેના દરેક સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો, ચોક્કસ તમને યોગ્ય પરિણામ મળશે. તમારા દ્વારા લેવામાં આવેલ કોઇપણ નિર્ણય નજીકના ભવિષ્યમાં ખૂબ જ સારું પરિણામ આપશે.

નેગેટિવઃ– જો જમીનને લગતી ખરીદદારી કે વેચાણને લગતી કાર્યવાહી ચાલી રહી છે તો તેના ઉપર વધારે લાભની આશા કર્યા વિના યોગ્ય નિર્ણય લેવો જોઇએ. બાળકોની સમસ્યાઓ ઉપર પણ વધારે ધ્યાન આપો અને તેનો ઉકેલ શોધવામાં મદદ કરો

વ્યવસાયઃ– સમય અનુકૂળ છે. કાર્યપ્રણાલીમાં થોડા સુધારની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– ડાયાબિટિક લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. વર્તમાન સુરક્ષાને અપનાવીને તમારા સંપર્કોને વધારે મજબૂત બનાવો. આ સમયે આર્થિક મામલાઓ યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. કોઇ સમાજ સેવી સંસ્થામાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ– ક્યારેક આળસ ઉત્પન્ન થવાના કારણે તમે કોઇ સફળતા ખોઇ શકો છો. સમય પ્રમાણે તમારા સ્વભાવમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. તમારી આ ખામીઓ ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપો

લવઃ– પ્રેમ સંબંધોમાં કોઇ વ્યક્તિની દખલથી થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે ભાવનાઓની જગ્યાએ દરેક કાર્યને વ્યવહારિક રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો. તમને નવી સંભાવનાઓ પ્રાપ્ત થશે. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. વસીયતને લગતા કાર્યો સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇ ધાર્મિક યાત્રાને લગતા પ્રોગ્રામ બની રહ્યા છે તો તેને ટાળો. ક્યારેક કોઇ તણાવના કારણે કામ કરવાની શક્તિમાં ઘટાડો આવી શકે છે. આ સમયે તમારા સ્વભાવનું અવલોકન કરો.

વ્યવસાયઃ– કોઇપણ મીટિંગ કે માર્કેટિંગને લગતા કાર્યોને ન કરો તો સારું રહેશે.

લવઃ– ક્યારેક તમારા ઘર-પરિવારમાં વધારે દખલ અન્ય માટે સમસ્યાનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– સ્થાન પરિવર્તનને લગતી કોઇપણ યોજનાને પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે. અધ્યાત્મ તથા ધર્મ-કર્મમાં રસ તમારા વ્યવહારને ખૂબ જ પોઝિટિવ બનાવશે.

નેગેટિવઃ– આ સમયે રૂપિયા-પૈસાની લેવડ-દેવડ કોઇપણ કાર્યમાં સાવધાની જાળવો. વધારે વિચારવાના કારણે મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે. ગેરકાનૂની કાર્યોથી દૂર રહો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં લોકો સાથે મિત્રતાભર્યો સંબંધ જાળવો.

લવઃ– તમારા કાર્યોમાં જીવનસાથીની સલાહ ખૂબ જ લાભદાયી સાબિત થશે.

સ્વાસ્થ્યઃ– વાસી અને તળેલુ ભોજન પેટ ખરાબ કરી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે રૂટિન ગતિવિધિઓને ટાળીને પોતાની નાણાકીય યોજનાને લગતા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. આ સમયે લાભદાયક સ્થિતિ બની રહી છે. મિત્રો તથા પરિવારના લોકો સાથે મનોરંજન વગેરે કાર્યોમાં સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ– બહારના વ્યક્તિઓ ઉપર વધારે વિશ્વાસ કરવો અને તેમની વાતોમાં આવવું તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. આ સમયે બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ– આ સમયે વર્તમાન વ્યવસાય ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

લવઃ– ઘર-પરિવારના વાતાવરણને સુખમય જાળવી રાખવા માટે તમારો સહયોગ પણ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત તમને ફ્રેશ કરી દેશે. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં તથા સંપર્ણ ઊર્જા એકઠી કરીને તમે તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. જો ઘરના રિનોવેશનને લગતી યોજના બની રહી છે, તો તેને કોઇ વાસ્તુ નિષ્ણાતની સલાહ લઇને કરાવશો.

નેગેટિવઃ– બાળકો ઉપર જરૂરિયાત કરતા વધારે પ્રતિબંધ ન લગાવશો. તેનાથી તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે નકારાત્મક વાત થઇ શકે છે. ગુસ્સાની જગ્યાએ સમજદારી અને શાંતિથી કામ લો.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતા બધા કામ દિવસના પહેલાં ભાગમાં પૂર્ણ કરી લો.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝનું નિયમિત ચેકઅપ કરાવવું.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે તમે કોઇપણ પરિસ્થિતિનો સરળતાથી ઉકેલ શોધી શકશો. અન્યની મદદ લેવાની જગ્યાએ તમારી ક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. કોઇ પોલિસી વગેરે મેચ્યોર થવાન કારણે રોકાણને લગતી યોજના પણ બનશે.

નેગેટિવઃ– બધી જવાબદારીઓ પોતાના ઉપર લેવાની જગ્યાએ તેને વહેંચતા શીખો કેમ કે વધારે કામની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. અન્યની સલાહ ઉપર પણ વધારે ધ્યાન આપો.

વ્યવસાયઃ– આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે.

લવઃ– જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ વધારે મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ– કામની વચ્ચે આરામ પણ લેતા રહો.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આત્મવિશ્વાસ જાળવી રાખવો તમારો વિશેષ ગુણ છે. અન્ય ઉપર વધારે આશા ન રાખશો. વડીલોની સલાહ તથા માર્ગદર્શનનું પાલન કરવું તમને સફળતા આપશે. આ સમયે પરિસ્થિતિ પણ અનુકૂળ ચાલી રહી છે.

નેગેટિવઃ– તમારા વ્યવહારમાં શંકા જેવી સ્થિતિ ઊભી થવા દેશો નહીં. તેનાથી સંબંધો ખરાબ થઇ શકે છે. થોડી સાવધાની તમને અનેક પરેશાનીઓથી બચાવી શકે છે. વિદ્યાર્થીઓને પણ તેમના કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી તણાવમાં રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડા નવા કરાર મળવાથી આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ– તમારી સમસ્યાઓ જીવનસાથી તથા પરિજનો સામે વ્યક્ત કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજનો દિવસ સફળતા આપનાર સાબિત થશે. તમારા વ્યક્તિગત જીવનમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે. વારસાગત સંપત્તિને લગતા કાર્યોમાં કોઇ ઉકેલ મળવાની યોગ્ય શક્યતાઓ છે.

નેગેટિવઃ– જમીન-સંપત્તિને લગતી કોઇપણ કાર્યવાહી કરતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. માતા-પિતા સમાન કોઇપણ વ્યક્તિ સાથે મતભેદ ઊભો થવા દેશો નહીં.

વ્યવસાયઃ– તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર વ્યવસાય માટે પોઝિટિવ ગતિવિધિઓ ઊભી કરશે.

લવઃ– પારિવારિક મામલાઓ શાંતિથી પૂર્ણ કરી લો.

સ્વાસ્થ્યઃ– મેડિટેશન અને યોગને તમારી દિનચર્યાનો ભાગ બનાવો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– બધા કામ યોજનાબદ્ધ રીતે કરવાથી તમને સફળતા મળશે. કોઇ પ્રોત્સાહિત કાર્યના કારણે તમને સમાજમાં માન-સન્માન પણ મળશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે પરિવારના લોકોની પણ સલાહ લો.

નેગેટિવઃ– ક્યારેક વધારે ચર્ચા-વિચારણા કરવી તથા નિર્ણય લેવામાં સમય લગાવવો તમારી કાર્યક્ષમતાને પણ પ્રભાવિત કરી શકે છે. કાકાના ભાઇ-બહેનો સાથે કોઇ પ્રકારનો વિવાદ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ– તમારી બધી વ્યવસ્થાઓ અને કાર્ય યોગ્ય રીતે ચાલતા રહેશે.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ અને શરદી જેવી સમસ્યાઓ રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– જો કોઇ વિશેષ પોલિસીમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પરિસ્થિતિ અનુકૂળ છે. માત્ર તમારે તમારા કાર્યોના દરેક સ્તર ઉપર યોગ્ય ચર્ચા-વિચારણા કરીને કામ કરવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની શક્યતા છે. તેનો પ્રભાવ ઘર-પરિવાર ઉપર પડી શકે છે. ક્યારેક બધાને સુખ રાખવાની પ્રવૃત્તિ તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે.

વ્યવસાયઃ– વર્તમાન સમયમાં ચાલી રહેલાં વ્યવસાયિક કાર્યો સાથે-સાથે થોડા નવા કામ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– શરીરમાં નબળાઈ અનુભવ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.