ટીમ ઈન્ડિયાઃ અંડર 19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જારી છે. તેણે બુધવારે આયર્લેન્ડને 174 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
અંડર-19 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. તેણે બુધવારે આયર્લેન્ડને 174 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ગ્રુપ બીમાં સામેલ ટીમ ઈન્ડિયાનો આ સતત બીજો વિજય છે. બુધવારે વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 307/5 રન બનાવ્યા હતા.
‘મેન ઓફ ધ મેચ’ હરનૂર સિંહે 88 અને અંગક્રિશ રઘુવંશીએ 79 રન બનાવ્યા હતા. આ સાથે જ રાજવર્ધન હંગરગેકરે 39 રનની ઇનિંગ રમી હતી. મોટા ટાર્ગેટના જવાબમાં આયરલેન્ડની ટીમ 39 ઓવરમાં માત્ર 133 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કૌશલ તાંબે, અનિશ્વર ગૌતમ અને ગર્વ સાંગવાને બે-બે વિકેટ લીધી હતી. ભારતીય કેપ્ટન યશ ધૂલ, વાઇસ-કેપ્ટન શેખ રાશિદ, માનવ પારખ, સિદ્ધાર્થ યાદવ, આરાધ્યા યાદવ અને વાસુ વત્સે કોરોના વાયરસના ચેપને કારણે મેચમાં ભાગ લીધો ન હતો.
All Over: India U19 have qualified for the Super League stage with a dominant 174 runs victory over Ireland U19 in their 2nd Group B game.💪🏾🙌🏾
Details – https://t.co/kjYKxF5gAA #BoysInBlue | #U19CWC pic.twitter.com/0GAolb2dHF
— BCCI (@BCCI) January 19, 2022
ભારતીય ટીમનું નેતૃત્વ નિશાંત સંધુએ કર્યું હતું. ભારતીય ટીમની આગામી મેચ 22 જાન્યુઆરીએ યુગાન્ડા સામે થશે. બીજી તરફ 21 જાન્યુઆરીએ આયર્લેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.