Rashifal

રવિવારનું રાશિફળ:બબ્બે શુભ યોગથી કર્ક, વૃષભ સહિત 6 રાશિના જાતકો માટે સાનુકૂળ રવિવાર, કામ પૂરાં થશે, અટવાયેલું ધન મળશે

9 જાન્યુઆરી, રવિવારના રોજ ગ્રહ-નક્ષત્ર મળીને પરિઘ અને વર્ધમાન નામના યોગ બનાવી રહ્યા છે. તેને કારણે વૃષભ રાશિના જાતકોનું અટવાયેલું ધન મળી શકે છે અને અગત્યનાં કામો પણ પૂરાં થવાના યોગ સર્જાઈ રહ્યા છે. કર્ક રાશિના લોકોની ઇન્કમમાં સ્થિરતા રહેશે અને પરિસ્થિતિઓ પણ અનુકૂળ થઈ જશે. કન્યા રાશિના જાતકોને પણ સાનુકૂળ પરિસ્થિતિઓ મળશે. તુલા રાશિના જાતકોને અચાનક કોઈ અશક્ય લાગતું કામ સંપન્ન થઈ જશે. વૃશ્ચિક રાશિની ગ્રહ સ્થિતિ સામાન્ય રહેશે અને બિઝનેસમાં સારી તકો પણ પ્રાપ્ત થશે. કુંભ રાશિના જાતકોની નોકરી અને બિઝનેસ માટે દિવસ સારો રહેશે. મુશ્કેલીઓનું સમાધાન પણ નીકળશે. આ ઉપરાંત મેષ, મિથુન, સિંહ, ધન, મકર અને મીન રાશિના જાતકો પર ગ્રહોની મિશ્ર અસર રહેશે.

9 જાન્યુઆરી, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે વિના કારણે વિવાદમાં ઉતરવું નહીં. જોકે, જલ્દી જ હકીકતનો ખુલાસો પણ થઇ શકે છે. બાળકોને કોઇ પરેશાની થાય ત્યારે કોઇ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેવી.

વ્યવસાયઃ– વેપારને લગતા કોઇને કોઇ કામમાં વધારે રોકાણ ન કરો.

લવઃ– જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરમાં તમારો સહયોગ રહેશે

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજે કોઇ વડીલ સભ્યનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. કોઇ મહત્ત્વપૂર્ણ કામ પણ સમયે પૂર્ણ થઈ શકે છે. કોઇ મિત્ર સાથે ફોન ઉપર વાચતચીત દ્વારા કોઇ સમસ્યા પણ ઉકેલાઇ શકે છે.

નેગેટિવઃ– ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો. પોતાનું નુકસાન કરવાની જગ્યાએ સ્વભાવમાં થોડું સ્વાર્થીપણુ પણ લાવવું જરૂરી છે. ભાડાને લગતા મામલાઓ અંગે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ પરિસ્થિતિઓ હાલ પ્રતિકૂળ છે.

લવઃ– પારિવારિક વાતાવરણ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ રહી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તણાવથી બચવા માટે કળાત્મક કાર્યોમાં થોડો સમય પસાર કરો. તેનાથી તમે પોઝિટિવ અનુભવ કરશો તથા તમારી યોગ્યતા અને આવડત પણ બહાર આવી શકે છે. ઘરના કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવામાં પણ તમારું યોગદાન રહેશે.

નેગેટિવઃ– બહારના લોકોની દખલ ઘરમાં થવા દેશો નહીં. કોઇની નકારાત્મક વાત ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ તેને શાંતિથી સમસ્યાઓનો ઉકેલ શોધો. વિદ્યાર્થીઓનું ધ્યાન પણ તેમના અભ્યાસની જગ્યાએ ફાલતૂ ગતિવિધિઓમા રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ મંદ જ રહી શકે છે.

લવઃ– પારિવારિક સભ્યો સાથે ઓનલાઇન શોપિંગમાં સમય પસાર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે બાળકોને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ શોધવામા વધારે સુકૂન મળી શકે છે. આજે જૂના મતભેદોનું નિવારણ પણ મળી શકે છે. તમારી લગન અને હિંમત દ્વારા કરવામાં આવેલ કાર્યનું યોગ્ય પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ– મહત્ત્વપૂર્ણ વસ્તુઓ સંભાળીને રાખો. કોઇ અન્ય ઉપર વિશ્વાસ કરવો હાનિકારક રહી શકે છે. કોઈપણ નિર્ણય લેવામાં વધારે વિચાર કરવો નહીં. નહીંતર સમય હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ– આજે વ્યવસાયને લગતા કાર્યોમાં કોઇને કોઇ વિઘ્ન આવી શકે છે.

લવઃ– પતિ-પતનીએ એકબીજાના સંબંધમાં અહંકારને આવવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક રીતે થાક હાવી રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આત્મ મનન તથા આત્મ નિરીક્ષણ કરવાનો સમય છે. તમારી કુશળતા અને સમજદારી દ્વારા કોઇપણ કાર્યનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવામાં તમે સક્ષમ રહેશો. ગ્રહ સ્થિતિ તમને કોઇપણ પરિસ્થિતિમાં ઉકેલ શોધવાની શક્તિ પ્રદાન કરી રહી છે.

નેગેટિવઃ– સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પણ પરિવર્તન લાવો. કોઇ વાત ઉપર વધારે જિદ્દ કરવી યોગ્ય રહેશે નહીં. આ સમયે આર્થિક સ્થિતિ પણ સારી રહેશે નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે કોઈ મહત્ત્વપૂર્ણ ડીલ થવાથી મન પ્રસન્ન થઈ શકે છે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું યોગ્ય સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે દુખાવા અને માઇગ્રેનની સમસ્યા પરેશાન કરી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. તમારા ભાવી લક્ષ્ય પ્રત્યે મહેનત અને યોગ્ય રીતે કામ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ– દિવસની શરૂઆતમા થોડા તણાવની સ્થિતિ રહેશે. રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર ઉતાવળ ન કરો. અન્યના કાર્યોમાં દખલ ન કરો, તેનાથી નકારાત્મક પ્રભાવ તમારા માન-સન્માન ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે.

લવઃ– પરિવારના લોકો સાથે મળીને કોઇ વિશેષ મુદ્દા અંગે ચર્ચા-વિચારણા કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર તથા ડાયાબિટિકના લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– ફોન દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ જાણકારી મળશે. આજે અચાનક જ કોઇ અશક્ય કાર્ય પૂર્ણ થઇ શકે છે. અધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ વધશે. માનસિક રૂપથી સુકૂન મળી શકે છે.

નેગેટિવઃ– બહારની ગતિવિધિઓમાં વધારે સમય ખરાબ ન કરો. વધારે મેલજોલ પણ ન રાખશો. ભાવુકતા અને ઉદારતા સાથે-સાથે વ્યવહારિક હોવું પણ જરૂરી છે. સાસરિયા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ ગ્રહ સ્થિતિ સામાન્ય જ રહી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– ઘરની દેખરેખને લગતા કાર્યોમાં યોગ્ય સમય પસાર થશે. નાણાકીય મામલે પણ ધ્યાન કેન્દ્રિત કરો. અન્યા પાસે આશા રાખવાની જગ્યાએ પોતાની મહેનત અને કાર્ય ક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. તેનાથી તમને યોગ્ય પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ– બેદરકારી અને ઉતાવળમાં કરેલા કાર્યોના પ્રતિકૂળ પરિણામ મળી શકે છે. એટલે વ્યવસ્થિત તથા સમજી-વિચારીને પોતાના કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો. વિદ્યાર્થી અને યુવાનો પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે વધારે ગંભીર રહે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપવું યોગ્ય રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– ફોન કે ઈમેલ દ્વારા આજે કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થશે, જે ખૂબ જ લાભદાયક સાબિત થશે. આર્થિક યોજનાઓને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે. જો કોઇ સંબંધી સાથે કોઇ વાદ-વિવાદ ચાલી રહ્યો છે, તો તેનો ઉકેલ લાવવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ– આ સમયે ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક અને સમજદારીથી કામ લેવું જોઈએ. નહીંતર ભાવનાઓમાં વહીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

લવઃ– પતિ-પત્નીમાં ભાવનાત્મક તથા વિશ્વાસપૂર્ણ સંબંધ વધારે ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે મનમાં નકારાત્મકતા રહેશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– રાજનૈતિક અને સામાજિક સંપર્કો દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થશે. અભ્યાસમાં પણ યોગ્ય સમય પસાર થશે. યુવાઓને પોતાના કોઇ પ્રોજેક્ટમાં યોગ્ય સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– કોઇ પારિવારિક સમસ્યાને લઇને ભાઈ-બહેનોની વચ્ચે થોડો મતભેદ ઊભો થઇ શકે છે. ધૈર્ય અને શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરો. ફાલતૂ વાતોમાં સમય ખરાબ ન કરીને પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ– વ્યવસાયિક મામલે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય યોગ્ય નથી.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણમા તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– પારિવારિક સભ્યો સાથે બેસીને વિચારોનું આદાન-પ્રદાન કરો. અનેક સમસ્યાઓનું સમાધાન મલી શકે છે. તમારા કામ સિવાય અન્ય ક્ષેત્રમાં પણ રસ રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– અચાનક જ થોડા એવા ખર્ચ સામે આવી શકે છે, જેમા કાપ કરવો મુશ્કેલ રહેશે. આ સમયે કોઇપણ કામ કરતી સમયે શાંતિ રાખવી. તણાવ લેવો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં સ્થિતિ આજે થોડી અનુકૂળ રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ મુદ્દાને લઇને વાદ-વિવાદ થઇ શકે છે

સ્વાસ્થ્યઃ– સંયમિત દિનચર્યા અને ખાનપાન તમને સ્વસ્થ રાખી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– કોઇ સેવાને લગતી સંસ્થાના કાર્યોમાં સહયોગ કરવો તમને આત્મિક સુખ આપશે. કોઇ પ્રિય મિત્ર સાથે ઘણા સમય પછી વાતચીત થવાથી સુખ મળી શકે છે. કોઇ વિશેષ મુદ્દા અંગે ચર્ચા-વિચારણા પણ થશે.

નેગેટિવઃ– યુવા વર્ગ પોતાના લક્ષ્યને લઇને થોડા ચિંતિત રહેશે. કોઇ દુઃખદ ઘટના થવાથી ભાવનાત્મક રૂપથી તમે નબળાઈ અનુભવ કરશો. કોઇપણ પ્રકારના વિવાદ અને તર્ક-વિતર્કની સ્થિતિથી દૂર રહો.

વ્યવસાયઃ– ઓફિસ કે વ્યવસાયમાં સહયોગીઓ સાથે સંબંધમાં ખટાસ આવવા દેશો નહીં.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં સુધાર આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.