સુરક્ષા અધિકારી દિબાકર માઝીએ જણાવ્યું હતું કે અકસ્માતનું કારણ અને બે ટ્રેન કેવી રીતે ટકરાઈ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ અકસ્માતમાં માલગાડીના અનેક વેગન અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા.
બાંકુરા: પશ્ચિમ બંગાળના બાંકુરા સ્થિત ઓંડા રેલ્વે સ્ટેશન પર બે માલગાડીઓ અથડાઈ હતી. જેના કારણે ખડગપુર-બાંકુરા-આદ્રા લાઇન પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સુરક્ષા અધિકારી દિબાકર માઝીએ જણાવ્યું હતું કે અકસ્માતનું કારણ અને બે ટ્રેન કેવી રીતે ટકરાઈ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ અકસ્માતમાં માલગાડીના અનેક વેગન અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ, માલગાડીએ રેડ સિગ્નલ ઓળંગી હતી.
ઓંડાગ્રામ ખાતે રેલ્વે મેન્ટેનન્સ ટ્રેન (BRN)નું શંટીંગ ચાલી રહ્યું હતું. દરમિયાન ગુડ્સ ટ્રેન (BCN) એ રેડ સિગ્નલ ઓળંગી અને રોકાઈ ન હતી (SPAD) અને BRN મેન્ટેનન્સ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 8 જેટલી વેગન પલટી ગઈ હતી. હાલમાં રેલ રૂટની પુનઃસ્થાપના ચાલી રહી છે. જો કે, અપ મેઇલ લાઇન અને અપ લૂપ લાઇન 7.45 વાગ્યે પહેલાથી જ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ અને અન્ય બે ટ્રેનોને સંડોવતા ભયાનક ટ્રિપલ ટ્રેનની અથડામણના થોડા મહિના પછી આ અકસ્માત થયો હતો, જેમાં ઓછામાં ઓછા 275 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 1,000 ઘાયલ થયા હતા. અગાઉ, 5 જૂન, સોમવારના રોજ, આસામના ગોલાઘાટ જિલ્લામાં માનવરહિત રેલવે ક્રોસિંગ પર એક માલસામાન વાહન સાથે ટ્રેન અથડાઈ હતી. સદનસીબે વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો.