Rashifal

શનિવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોને કામકાજમાં ધાર્યું પરિણામ મળશે, યુવાવર્ગને નવા કાર્યમાં સારી સફળતા મળશે

21 જાન્યુઆરી, શનિવારના રોજ માતંગ તથા હર્ષણ નામના યોગ બની રહ્યા છે. મિથુન રાશિને બિઝનેસમાં મોટા ઓર્ડર મળવાના યોગ છે. કન્યા રાશિના નોકરિયાત જાતકોને મુશ્કેલીમાંથી રાહત મળશે. તુલા રાશિના જાતકોને નસીબનો સાથ મળશે. આ ઉપરાંત વૃષભ રાશિના નોકરિયાત વર્ગને વધારાની જવાબદારી મળી શકે છે. સિંહ રાશિના જાતકો પૈસા ઉધાર ના આપે. નુકસાન થઈ શકે છે. ધન રાશિના જાતકોને પોતાની ભૂલનું પરિણામ ભોગવવું પડી શકે છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

મેષ:-
પોઝિટિવઃ– આજે મહત્વના કામકાજમાં ધાર્યું પરિણામ મળશે, અંગત લોકો સાથે મુલાકાતના યોગ છે, યુવાન વર્ગને આજે નવા કાર્યમાં સારી સફળતા મળશે. મહિલાઓની ક્ષમતા અને પ્રતિભા તેમને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
નેગેટિવઃ નાણાંકીય વ્યવહાર આજના દિવસે તમને નુકસાન કરાવશે, કોઈ નકારાત્મ્ક વાતો આપને મુશ્કેલીમાં મૂકી શકે છે
વ્યવસાયઃ– કોઈપણ નિર્ણય લેતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી રહેશે. ઓફિસમાં કામકાજનું ભારણ વધી શકે છે.
લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઈને આજે થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
શુભ રંગ:- કેસરી
શુભ આંક:- 5
————————————
વૃષભ:-

પોઝિટિવઃ– ઘરે ધાર્મિક વિધિ સંબંધિત યોજના બનાવી શકશો, પોતાની ભાવના પર આજે સંયમ રાખવો અતિ આવશ્યક રહેશે.એકન્દરે આજનો દિવસ આપનો માધ્યમ પસાર થશે.

નેગેટિવઃ– નિર્ણય લેવામાં આજના દિવસે સાવચેતી રાખવી , ખોટા નિર્ણયથી આજના દિવસે બચવું ,કોઈની અંગત બાબતોથી દૂર રેહવું આપના માટે હિતાવહ છે
વ્યવસાયઃ– વ્યાપાર-ધંધામાં દ્વિધાનો અનુભવ થાય અથવા કોઈપણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લો, આજના દિવસમાં આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.
લવઃ– તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવો. તમારા લગ્નેતર સંબંધ મુશ્કેલીઓ ઊભી કરી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે.
સ્વાસ્થ્યઃ– કોઈપણ પરિસ્થિતિમાં તણાવને તમારા પર હાવી ન થવા દો. નકારાત્મક વિચારોથી દૂર રહો.
શુભ રંગ- સફેદ
શુભ આંક – 6
————————————
મિથુન

પોઝિટિવઃ– સુખ-સુવિધાઓ સંબંધિત વસ્તુઓની ખરીદી કરી શકાશે, કોઈપણ ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થળ પર જઈને તમને માનસિક શાંતિનો અનુભવ થશે.
નેગેટિવઃ– વધારે પડતા હઠાગ્રહથી આજે સાવચેત રહેવું, બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો.માનસિક રીતે થોડી નિરસતા આજે જોવા મળે.
વ્યવસાયઃ– વેપારમાં તમને મોટો ઓર્ડર મળી શકે છે. તમારા વ્યવસાયિક પક્ષોનો સંપર્ક વધારો. ભાગીદારીના વ્યવસાયમાં મોટાભાગના નિર્ણયો તમારા દ્વારા લેવામાં આવે તો તમારા માટે લાભદાયક રહેશે
લવઃ– પરિવારના સભ્યો સાથે મનોરંજક કાર્યક્રમનું આયોજન બનશે.પ્રેમ સંબંધોમાં ઉગ્રતા જોવા મળશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. બ્લડ પ્રેશર, સુગર વગેરે નિયમિત ચેકઅપ કરાવવું
શુભ રંગ – નારંગી
શુભ આંક – 2
————————————
કર્ક

પોઝિટિવઃ– તમે તમારી ક્ષમતા અને મહેનતથી કોઈ ખાસ કાર્યને પૂર્ણ કરવામાં સફળ રહેશો. સમાજમાં અને નજીકના સંબંધીઓમાં તમારું વિશેષ સ્થાન હશે, પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા થશે
નેગેટિવઃ– કામના વધુ પડતા બોજ અને થાકને કારણે આળસનો અનુભવ થાય તેવી શક્યતાઓ છે, કોઈના પર કરેલો આંધળો વિશ્વાસ તમારા માટે નુકસાનકારક બની શકે છે.
ધંધોઃ– કૌટુંબિક તણાવને તમારા કાર્યક્ષેત્ર પર હાવી ન થવા દો, અને માર્કેટિંગને લગતા કામ પર વિશેષ ધ્યાન આપો.
લવઃ– જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવાથી સંબંધ સુખદ રહેશે.
સ્વાસ્થ્યઃ– કોઈ કારણસર તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવો
શુભ રંગ – જાંબલી
શુભ આંક – 8
————————————
સિંહ:

પોઝિટિવઃ– દિવસનો થોડો સમય તમારા મનપસંદ અને મહત્વપૂર્ણ કાર્યોમાં વિતાવવો. શારીરિક અને માનસિક થાકમાંથી રાહત મળશે, સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકશો.વિદ્યાર્થીઓના શિક્ષણને લગતા યોગ્ય પરિણામો મેળવીને રાહત મળશે.
નેગેટિવઃ– કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારા ગુસ્સા અને જુસ્સા પર નિયંત્રણ રાખો. તમારી સમજણ અને સૂચન દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે
વ્યવસાયઃ– તમારી હાજરી અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે. અન્યથા સ્ટાફની
બેદરકારીથી નુકસાન થઈ શકે છે. આજે પૈસા ઉધાર આપવાથી તમને નુકસાન થઈ શકે છે, તેથી સાવચેત રહો.
લવઃ– ઘરના તમામ સભ્યો તેમના કાર્યોને પૂરી જવાબદારીથી કરશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે.
સ્વાસ્થ્યઃ– શરદી-ખાંસી જેવી સમસ્યા રહેશે. પ્રદૂષિત વાતાવરણથી તમારી જાતને બચાવો.
શુભ રંગ – કેસરી
શુભ આંક– 4
————————————
કન્યા

પોઝિટિવઃ– છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે, પરિસ્થિતિઓને ઘણી હદ તમારા પક્ષમાં હશે. આપના વિરોધીઓ પર જીત મેળવશો.
નેગેટિવઃ– યુવાનોએ ઝડપી સફળતા મેળવવા માટે અયોગ્ય કાર્યો ન કરવા, અન્યથા માનહાનિ થઈ શકે છે. પૈસાની બાબતમાં કોઈના પર વિશ્વાસ ન કરવો.
વ્યવસાયઃ– ધંધામાં મહત્તમ સમય આપવાનો પ્રયાસ કરો. તેમજ કામની ગુણવત્તા પર વધુ ધ્યાન આપો, નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.
લવઃ– પરિવારમાં યોગ્ય સંવાદિતા રહેશે. બાળકના ભણતર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ– ઠંડીના વાતાવરણમાં કાળજી રાખવી સાથે જ યોગ, કસરત અને આહારમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવો.
શુભ રંગ – બદામી
શુભ આંક– 8
————————————
તુલા

પોઝિટિવઃ– તુલા રાશિના જાતકોની ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે , તમારી સમજ અને કાર્યક્ષમતાથી કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. સગા-સંબંધીઓ સાથે જોડાયેલ કોઈપણ વિવાદનો ઉકેલ આવે, અને તમારા મનમાં ચાલી રહેલી દુવિધાઓનો પણ અંત આવશે.
નેગેટિવઃ– અન્યની બાબતોમાં દખલ કરવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. ગુસ્સા અને જુસ્સામાં લીધેલો નિર્ણય તમારી મુશ્કેલી વધારી શકે છે
વ્યવસાયઃ– ધંધાકીય કાર્યમાં કરેલી મહેનતનું સકારાત્મક પરિણામ આવશે. કુટુંબ તેમજ વરિષ્ઠ લોકોનો સહકાર અને સલાહ તમને તમારા કામમાં મદદ કરશે. પરંતુ નવા આયોજન માટે સમય સારો નથી. ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.
લવઃ– જીવનમાં થોડો સમય તમારા માનસિક તણાવને પારિવારિક વ્યવસ્થા પર હાવી ન થવા દો,જીવનસાથી અને બાળકો સાથે પણ સમય પસાર કરવાથી દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ– વધુ પડતા તણાવથી દૂર રહો. અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો તાત્કાલિક સારવાર કરાવો.
શુભ રંગ – જાંબલી
શુભ આંક– 7
————————————
વૃશ્ચિક:

મીનશુભ રંગ 5

Leave a Reply

Your email address will not be published.