Rashifal

ગુરુવારનું રાશિફળ:ગુરુવારે મિથુન, કન્યા સહિત 6 રાશિના જાતકોને આર્થિક પ્રગતિની તક, જાણો તમારો દિવસ કેવો રહેશે

12 જાન્યુઆરીના રોજ ગુરુવારે સૌભાગ્ય નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ તથા ધન રાશિને નસીબનો સાથ મળશે. કામમાં આવતી અડચણો દૂર થશે. કન્યા તથા મીન રાશિની આર્થિક સ્થિતિ મજબૂત થશે. વૃષભ તથા કુંભ રાશિના જાતકોએ ઉતાવળમાં નિર્ણયો લેવા નહીં, નુકસાન થવાની શક્યતા છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

12 જાન્યુઆરી, ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલી મહેનતનું ઉત્તમ પરિણામ મળશે.

નેગેટિવઃ– આ સમયને આત્મકેન્દ્રિત થઈને જ પોતાના અંગે મનન અને ચિંતનમાં પસાર કરો. તેનાથી તમારી અંદર ચાલી રહેલા અનેક સવાલોનો જવાબ પણ મળશે. કોઇ અશુભ સૂચના મળવાથી મનમાં અશાંતિ અને તણાવની સ્થિતિ પણ રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સુખદ સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– કોઇ પોઝિટિવ પ્રવૃત્તિના વ્યક્તિ સાથે વિચારોનું આદાન-પ્રદાન રહેસે. જેનાથી તમારું મનોબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ વિશેષ પ્રતિભાને બહાર લાવવા માટે પણ સમય આપો. તેનાથી તમને માનસિક સુકૂન મળી શકશે. ભવિષ્યમાં આવકના સાધન પણ મળી શકે છે.

નેગેટિવઃ– ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે. જલ્દી જ બધું ઠીક થઇ શકે છે. બહારના વ્યક્તિઓ સાથે વધારે હળવું મળવું નહીં. ખોટા વાદવિવાદમાં ઊતરશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતાં કાર્યોમાં વધારે મહેનત કરવી પડી શકે છે.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સારા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓ તથા યુવાઓ તણાવ ન લઇને ક્રિયાત્મક કાર્યોમાં વ્યસ્ત રહે. તેમની કોઇ પ્રતિભા પણ બહાર આવી શકે છે. પ્રોપર્ટીને લગતો કોઇ વિવાદ દૂર થશે. એકબીજા સાથેના સંબંધ પણ સારા બનશે.

નેગેટિવઃ– બિનજરૂરી ખર્ચમા કાપ મુકવો. નહીંતર બજેટ ખરાબ થવાથી તણાવ રહી શકે છે. થોડો સમય પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અને પોતાના વ્યક્તિત્વને નિખારવામાં પણ લગાવો. કોઇપણ નજીકના સંબંધી સાથે વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– આ સમયે કોઇપણ પ્રકારના વ્યવસાયને લગતો ઉધાર લેવાની કોશિશ ન કરો.

લવઃ– ઘરના વાતાવરણને સુખદ અને ડિસિપ્લિનમાં રાખો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આળસ અને નિરાશાથી દૂર રહો. માર્કેટિંગ અને મીડિયાને લગતી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પ્રાપ્ત કરવામાં સમય પસાર કરો. કોઇની મદદની આશા ન રાખીને પોતાના કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો. તેનાથી તમારી જીવનશૈલી અને દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન આવી શકે છે.

નેગેટિવઃ– ક્યારેક આળસ અને આરામ કરવાની અચ્છા તમારા ઉપર હાવી થઈ જશે. તમારી આ ખામીઓ ઉપર કાબૂ મેળવો. કોઇ તમારી ભાવનાઓ તથા ઉદારતાનો પણ ખોટો ફાયદો ઉઠાવી શકે છે. મકાન, ગાડી વગેરેને લગતા કાગળિયાઓને સાચવીને રાખો.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયિક કાર્યોને વધારે સાવધાની પૂર્વક કરવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ– એસિડિટી અને ગેસની સમસ્યા રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમે ધૈર્ય અને સંયમ જાળવી રાખશો તથા રચનાત્મક ગતિવધિઓમાં પોતાને વ્યસ્ત રાખશો. મનમાં ચાલી રહેલી કોઈ પ્રકારની મુંઝવણ દૂર થશે. જીવનમાં થોડી નવીનતા લાવવાની પણ કોશિશ કરો.

નેગેટિવઃ– અકારણ જ ગુસ્સા અને આવેશમાં આવવું, આ પ્રકારની નકારાત્મક ગતિવિધિઓ ઉપર કાબૂ મેળવો. જોખમી કાર્યોમાં રૂપિયાનું રોકાણ કરતા પહેલાં તેના અંગે યોગ્ય જાણકારી પ્રાપ્ત કરી લો. આ સમયે વધારે મેલજોલ રાખવો કોઇપણ દૃષ્ટિએ અનુકૂળ નથી.

વ્યવસાયઃ– વ્યવસાયમાં જે કાર્યોને જટિલ સમજીને છોડી રહ્યા હતા, તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે સ્થિતિ થોડી સારી અનુભવ કરશો. ઘરના વડીલો પ્રત્યે સેવાભાવ રાખવો તથા તેમના માર્ગદર્શનને પોતાના જીવનમાં અપનાવવવું લાભદાયક રહેશે. યુવાઓને પણ તેમના કરિયરને લગતું કોઇ કાર્ય સંપન્ન થવાથી રાહત થશે.

નેગેટિવઃ– આ સમયે કોઇની વાતો કે અફવાહ ઉપર વિશ્વાસ ન કરો. તથ્ય વિના જાણ્યા વિના કોઇપણ નિર્ણય લેશો નહીં. માનસિક સુખ-શાંતિ અનુભવ કરવા માટે કોઇ ધાર્મિક ગતિવિધિ કે મેડિટેશનની મદદ લેવી પણ યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– સમય સામાન્ય છે. કોઇ મન પ્રમાણે કોન્ટ્રેક્ટ મળી શકે છે.

લવઃ– કામ વધારે રહેવા છતાં પણ તમે ઘરમાં રહીને જ ઘરના લોકો સાથે સમય પસાર કરશો.

સ્વાસ્થ્યઃ– વાતાવરણની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– અટવાયેલાં કાર્યો થોડી ગતિ પકડશે. તેના શુભફળની પ્રાપ્તિ આશા કરતા વધારે રહી શકે છે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારો રસ વધી શકે છે. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી તમને માનસિક શાતાનો અનુભવ થશે.

નેગેટિવઃ– કોઇ પાસેથી વધારે આશા ન રાખો. આશા તૂટવાથી મન નિરાશ રહી શકે છે. તમારા કાર્યોને જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો. કલ્પનાઓમાં ન રહીને હકીકતમાં આવો અને જીવનની વાસ્તવિકતાને સમજો.

વ્યવસાયઃ– આજે વ્યવસાયમાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત પડી શકે છે.

લવઃ– પતિ-પત્નીનો એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટને લગતી થોડી મુશ્કેલીઓ થઇ શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– પોતાની દિનચર્યામાં પોઝિટિવ વ્યવહાર રાખવો વિશ્વાસ અને આત્મબળને વધારે મજબૂત કરશે. અચાનક જ થોડા એવા લોકો સાથે સંપર્ક બનશે જે તમારી ઉન્નતિમાં પણ મદદગાર સાબિત થશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ રહેશે.

નેગેટિવઃ– કોઇપણ વાર્તાલાપ કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. નહીંતર અકારણ જ કોઇ ઝઘડા જેવી સ્થિતિ બની શકે છે. તમારા મન ઉપર કામનો ભાર વધારે લેશો નહીં.

વ્યવસાયઃ– સમય થોડો પ્રતિકૂળ છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં પારિવારિક મંજૂરી મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે જીવનની ગાડી થોડી પાટા ઉપર આવશે. આર્થિક મામલે યોગ્ય પ્રકારે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. કામ વધારે રહેશે પરંતુ સાથે જ સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો સ્વાર્થની ભાવનાઓથી તમારી સાથે સંબંધ બનાવવાની કોશિશ કરશે. ઉતાવળમાં કોઇ નિર્ણય ન લેવો. ભાઇઓ સાથે કોઇ પ્રકારના મનમુટાવની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– અનેક કાર્યોમાં ભાગ્ય તમને સહયોગ કરી શકે છે.

લવઃ– દિવસભર કામ વધારે રહેવા છતાં પરિવાર સાથે સુખમય સમય પસાર કરશો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– ઘણા સમય પછી કોઇ સારા સમાચાર મળવાથી મન વધારે પ્રસન્ન રહી શકે છે. તમારાં કાર્યોમાં પણ ધ્યાન આપી શકશો. કોઇ નજીકના સંબંધીની સમસ્યા ઉકેલવામાં પણ તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી શકે છે.

નેગેટિવઃ– ઓવર કોન્ફિન્ડેન્સ રાખશો નહીં. સમય પ્રમાણે આ વ્યવહારમાં પણ લચીલાપણું લાવવું જરૂરી છે. ક્યારેક મનમાં થોડી અનહોની જેવો ભય અનુભવ થઇ શકે છે. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.

વ્યવસાયઃ– વેપારને લગતા કાર્યોનો વધારે પ્રચાર કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ– ઘર તથા પરિવરના લોકો વચ્ચે તમારી હાજરી બધાને સુખ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઇ જૂનો રોગ ફરી થવાની પરેશાની રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– પહેલાથી ચાલી રહેલો કોઇ પારિવારિક મતભેદ એકબીજા સાથે ચર્ચા-વિચારણા દ્વારા ઉકેલાઈ શકે છે. તમારા કાર્યોના પણ વખાણ થશે અને લોકપ્રિયતાનો પણ ગ્રાફ વધશે. ભાવનાત્મક રૂપથી તમે પોતાને સશક્ત અને ઊર્જાવાન અનુભવ કરશો.

નેગેટિવઃ– વિપરીત પરિસ્થિતિઓમાં તમે તમારું નિયંત્રણ રાખો. બધું જ વ્યવસ્થિત હોવા છતાં પણ તમે અજીબ નિરાશાનો સામનો કરી શકો છો. કોઇ કાર્યમાં મન લાગશે નહીં. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે ફોન દ્વારા થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કોઇપણ ઠોસ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને જ લેવાની જરૂરિયાત છે.

લવઃ– પારિવારિક સભ્યો સાથે તમારી ગતિવિધિઓની જાણકારી આપો.

સ્વાસ્થ્યઃ– ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– વધારે કામ હોવા છતાં તમે પરિવાર તથા નજીકના સંબંધીઓ સાથે થોડો સમય પસાર કરશો. આ સમયે ભાવુકતાની જગ્યાએ પોતાની બુદ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ કરો. યુવા વર્ગને પણ પોતાના કોઇ કાર્યની સફળતા મેળવવામાં કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિની મદદ મળી શકે છે.

નેગેટિવઃ– માનસિક સુખ-શાંતિ મેળવવા માટે અધ્યાત્મ અથવા મેડિટેશનની મદદ લેવી જ પડશે. ગુસ્સા અને જિદ્દ જેવો નકારાત્મક વ્યવહારના કારણે કોઇ સાથે સંબંધ ખરાબ પણ થઈ શકે છે. ઘરના વડીલોના માર્ગદર્શને ઇગ્નોર ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ થોડી અનુકૂળ રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ શક્ય છે.

સ્વાસ્થ્યઃ– નશાવાળા પદાર્થોથી દૂર રહો.

Leave a Reply

Your email address will not be published.