news

શનિવારનું રાશિફળ:ધન, મીન સહિત 5 રાશિના જાતકોની મુશ્કેલીઓ દૂર થશે, વિકટ કાર્યો પણ પૂરાં થશે

10 ડિસેમ્બર, શનિવારના રોજ વૃષભ રાશિના જાતકોને વિશેષ પરેશાનીઓથી છૂટકારો મળશે. સિંહ રાશિના જાતકોનાં અઘરાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. તુલા રાશિના નોકરિયાત અને ધંધાર્થી લોકો માટે સારો દિવસ રહેશે. ધન રાશિના જાતકો માટે ગ્રહસ્થિતિ સારી છે. નોકરીમાં પ્રમોશનની તકો મળશે. મીન રાશિના નોકરિયાત લોકોને મોટી જવાબદારી મળવાના યોગ છે. અલબત્ત, મકર રાશિના લોકોએ નોકરી અને બિઝનેસમાં સંભાળીને રહેવું પડશે. બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટમાં કર્ક રાશિના જાતકોનો દિવસ ઠીક નથી. અન્ય રાશિઓના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે.

10 ડિસેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– પોતાના નજીકના લોકો સાથે મળવાનો અવસર મળી શકે છે. સમય અનુકૂળ છે. થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. ઘરની દેખરેખને લગતા કાર્યોની યોજના બનશે.

નેગેટિવઃ– બાળકોના ભવિષ્યને લઇને કોઇ ચિંતા રહી શકે છે. જમીનને લગતા વિવાદો ઉકેલવામાં પરેશાની આવશે, પરંતુ ગુસ્સાની જગ્યાએ ધૈર્ય અને સંયમથી કામ લેવું જરૂરી છે. આ સમયે કોઇ પ્રકારની યાત્રા ટાળો તો સારું.

વ્યવસાયઃ– વ્યાવસાયિક કાર્ય યોજના સફળ થશે.

લવઃ– પરિવાર સાથે સુખમય અને મનોરંજનથી પૂર્ણ સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– તમારું સાદગીપૂર્ણ જીવન ઘર તથા બહાર બંને જગ્યાએ વ્યવસ્થા જાળવી રાખશે. રૂપિયા-પૈસાના મામલે સારું બજેટ જાળવી રાખશો. સમયની ચાલ અનુકૂળ છે. તમારા દ્વારા કરવામાં આવતા કાર્યોની પ્રશંસા થશે.

નેગેટિવઃ– કોઇની ખોટી સલાહ અને સંગતિના કારણે તમારી માનહાનિ થવાની શક્યતા છે. અન્યના બહેકાવામાં આવશો નહીં. આળસ વધારે રહેવાથી મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ– પતિ-પત્ની વચ્ચે તાલમેલ સારું રહેશે અને ઘરનું વાતાવણ સુખ-શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમારી ક્ષમતાને પોઝિટિવ તથા મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓમાં લગાવો. તમને સફળતા મળશે. નજીકના મિત્રોની પરેશાનીઓમાં મદદ કરવી તમને સુકૂન આપશે. સમય માનસિક શાંતિથી પરિપૂર્ણ રહેશે.

નેગેટિવઃ– અનેક મામલે ધૈર્યથી કામ લેવાની જરૂરિયાત રહેશે. કારણ વિના કોઇ સાથે વાદ-વિવાદમાં પડશો નહીં. તમે કોઇ ધર્મ સંકટમાં પણ ફસાઇ શકો છો. આ સમયે ઘરની મહિલાઓ પોતાના સંબંધોને મધુર જાળવી રાખે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં દૈનિક કાર્ય સરળતાથી પૂર્ણ કરશો.

લવઃ– ઘર-પરિવારની જરૂરિયાતનું પણ તમે ધ્યાન રાખશો તથા સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે કોઇ અનુભવી તથા પ્રભાવશાળી વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે જે ઉન્નતિનો નવો માર્ગ પણ ખોલશે. રાહતનો સમય છે, તમારા બધા કામ સમયે પૂર્ણ થશે. કોઇ મહત્ત્વપૂર્ણ લાભદાયક યાત્રા પણ શક્ય છે.

નેગેટિવઃ– અચાનક જ ઘરમા મહેમાનો આવવાથી થોડા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે તથા ખર્ચ વધારે રહેશે. તમારા વ્યવહારમાં લચીલાપણું રાખવું જરૂરી છે, એટલે થોડું વિનમ્ર રહો. સમય રહેતા પોતાની ભૂલોને સુધારવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતા વ્યવસાય પ્રગતિ કરશે.

લવઃ– જીવનસાથી તથા પરિવારના લોકો સાથે આનંદ અને ઉલ્લાસપૂર્ણ સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– વાતાવરણમાં ફેરફારની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે કોઇ મુશ્કેલ કામમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. સમય અનુકૂળ છે. યોજનાબદ્ધ રીતે તમારા કાર્યોને ક્રમબદ્ધ કરતા રહો. જમીન કે વાહનની ખરીદદારીને લગતી યોજના બનશે. તમારી કાર્યશૈલી તથા વ્યવહારની પ્રશંસા થશે.

નેગેટિવઃ– આ સમય ભાવુકતા અને ઉદારતા તમારી સૌથી મોટી નબળાઇ છે, તેના ઉપર વિજય પ્રાપ્ત કરો. રૂપિયા આવવા સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. કોઇ સંબંધીનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી ચિંતા વધશે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓમાં બધા કાર્યો ચોક્કસ સમયે પૂર્ણ થઇ જશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– ઘૂટણ અને સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. સમાજમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ તરીકે તમારી ઓળખ બનશે. ઘરમાં કોઇ નવા મહેમાનની કિલકારીને લગતી શુભ સૂચના મળવાથી ઉત્સવભર્યું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગ પોતાના અભ્યાસ તથા કરિયરને લઇને સજાગ રહે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. નહીંતર તમારા માન-સન્માન ઉપર આંચ આવી શકે છે. ધનને લગતી સમસ્યા આવવાથી નિરાશા રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડા વિઘ્ન આવશે, પરંતુ તમે બુદ્ધિબળ તથા ચતુરાઈથી સમસ્યાનો ઉકેલ શોધી લેશો.

લવઃ– ઘરમા સુખ-શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લગતી કોઇપણ પરેશાનીને બેદરકારીમા ન લેશો.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે તમારું પૂર્ણ ફોકસ તમારા ઘર-પરિવાર ઉપર રહેશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થશે. નાણાકીય સંબંધો મામલે લીધેલું જોખમ ફાયદાકારક સાબિત થશે. કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી કોઇ સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ– બપોર પછી કોઇ સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. વિવેક અને સંયમથી કામ લેવું. નહીંતર તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. કોઇપણ પ્રકારે ગેરકાયદેસર કાર્યો ન કરો તથા સાવધાની જાળવો.

વ્યવસાયઃ– વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં તમારે આકરી મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. તમે તમારા વ્યક્તિત્વને નિખારવા માટે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રો તથા નજીકના સંબંધીઓ સાથે સુખમય સમય પસાર થશે.

નેગેટિવઃ– ભાઇઓ સાથે વાદ-વિવાદ વધી શકે છે. શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો. વારસાગત સંપત્તિના મામલાઓ પણ તમને પરેશાન કરશે. વધારે આવક પ્રાપ્ત કરવા માટે ગેરકાયદેસર કાર્યોમાં રસ લેશો નહીં.

વ્યવસાયઃ– આ સમયે અનેક ખરાબ કાર્યો વ્યવસ્થિત કરવાનો યોગ્ય સમય છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાના કારણે તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમારી છેલ્લી ભૂલને સુધારીને તમે સુંદર ભવિષ્ય તરફ આગળ વધશો. તમારું ધ્યાન માત્ર તમારા લક્ષ્ય ઉપર કેન્દ્રિત રહેશે. યોગ્ય રોકાણ કરવામાં સક્ષમ રહેશો. મનોવાંછિત સફળતા પણ તમને મળી શકે છે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત પણ થશે.

નેગેટિવઃ– ખોટા વાદ-વિવાદમાં પડશો નહીં. કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ન મળવાથી મન પરેશાન રહેશે. યુવા વર્ગ પોતાના કરિયરને લગતા કોઇપણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણાં કરો.

વ્યવસાયઃ– કોઇ વ્યવસાયિક યાત્રાને લગતો પ્રોગ્રામ બનશે જે લાભદાયી રહેશે.

લવઃ– મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનત અને કામનો ભાર થાક અને તણાવ વધારશે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે તમે રોજિંદા કાર્યોથી અલગ પોતાના રસના કાર્યોમાં સમય પસાર કરશો. સંબંધોને વધારે મધુર બનાવવાની કોશિશ તમે કરશો. માનસિક ગતિવિધિઓમાં તમારી છાપ નિખરશે.

નેગેટિવઃ– આ સમયે કોઇપણ પ્રકારની યાત્રા કરવી કષ્ટદાયી રહેશે. નેટ ચેટિંગ કરતી સમયે સાવધાન રહો. બેદરકારીના કારણે માનહાનિ થઇ શકે છે. સમયના અભાવના કારણે તમારી કોઇ યોજના વચ્ચે જ અટકી શકે છે.

વ્યવસાયઃ– આજે વ્યવસાયમાં તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાની છે.

લવઃ– વ્યસ્તતાના કારણે ઘર-પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– ફાયનાન્સને લગતા કાર્યો વ્યવસ્થિત રીતે પૂર્ણ થઇ જશે. મહેમાનોના સત્કારમાં પણ યોગ્ય સમય પસાર થશે. માનસિક શાંતિની ઇચ્છામાં કોઇ એકાંત કે અધ્યાત્મિક સ્થળે જવાનો વિચાર કરશો. આ સમયે વિરોધી પણ તમારી સાથે મિત્રતા કરવાની કોશિશ કરશે.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારનું ઋણ લેતા પહેલાં યોગ્ય ચર્ચા-વિચારણાં કરો. કાયદાકીય મામલે વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. ધનને લગતું કોઇપણ પ્રકારનું લેણદેણ હાલ ન કરો.

વ્યવસાયઃ– વ્યાપારિક નવી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ– મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર બધાને સુખ રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– તમે તમારા પરિવાર તથા વ્યક્તિગત કાર્યોને પહેલી પ્રાથમિકતા આપો. સુખદ અને આનંદદાયક યાત્રાનો પ્રોગ્રામ બનશે. આ સમય ફરી વિચાર અને ફેરફાર કરવાનો છે. જમીનને લગતા કાર્યોમાં સફળતા મળશે. રોકાણને લગતા કાર્યોમાં લાભની શક્યતા છે.

નેગેટિવઃ– અન્યના માલમે ગુંચવાશો નહીં. નહીંતર તમારી આલોચના કે નિંદા થઇ શકે છે. તમારી કોશિશોમાં કોઇપણ પ્રકારનો ઘટાડો આવે નહીં તેનું ધ્યાન રાખો. આ સમય યોગ્ય લાભ ઉઠાવવાનો છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં બધા કાર્યો ચોક્કસ સમયે પૂર્ણ થઇ જશે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો

Leave a Reply

Your email address will not be published.