પ્રથમ તબક્કાના મતદાન બાદ ગુરુવારે રાત્રે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી છે.
ગુજરાત ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો જણાવી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઓબીસી સમુદાયમાંથી જ બનાવવામાં આવશે. આ સાથે સરકારમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. ડેપ્યુટી સીએમ દલિત, આદિવાસી અને લઘુમતી સમાજમાંથી બનાવવામાં આવશે. પ્રથમ તબક્કાના મતદાન બાદ ગુરુવારે રાત્રે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ અંગે રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી છે.