ભાજપ હાલ ચુંટણી જંગમાં તોડ-જોડની રાજનીતિ શરૂ કરી છે,ભાજપના નેતાઓએ બેઠક કબજે કરવા માટે એડી ચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
જાયન્ટ કિલરના નામેથી જાણીતા પરેશ ધાનાણીના ગઢમાં ભાજપએ ગાબડું પાડ્યું છે.મોટી સંખ્યામાં કોંગ્રેસની યુવા પાંખના કાર્યકરોએએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.પરેશ ધાનાણીને પરાજિત કરવા માટે સંઘાણી જૂથ એડી ચોંટીનું જોર લગાવી રહ્યું છે.ત્યારે આજે ભાજપના યુવા આગેવાન અને દિલીપ સંઘાણીના લઘુબંધુ મુકેશ સંઘાણીની હાજરીમાં 100 જેટલા યુવક કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.ખાસ કરીને યુવા આગેવાન અને ગુજરાત પ્રદેશના મંત્રી પ્રતાપ કામળીયા,અમરેલી શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ યુવરાજ જેબલીયા,અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસ મીડિયા સેલના ઇન્ચાર્જ સાગર ટાંક સહિતના મોટા ભાગના કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેતા સમગ્ર પંથકમાં રાજકીય માહોલ ગરમાયો હતો.
હાલ સમગ્ર પંથકમાં રાજકીય માહોલ ગરમાઈ ચુક્યો છે.અમરેલી બેઠક પર જાયન્ટ કિલર માનવામાં આવતા અને દિલીપ સંઘાણી,પરષોત્તમ રૂપાલા જેવા મોટા ગજાના નેતાઓને હારનો સ્વાદ ચખાડકાર નેતા સામે હવે ભાજપના જિલ્લાના પ્રમુખ કૌશિક વેકરિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે.તેવામાં આ વખતની ચૂંટણી હજુ પણ આક્રમક બની શકે છે.