news

શનિવારનું રાશિફળ:શનિવારે મેષ, સિંહ સહિત 4 રાશિના જાતકોને ફાયદો થશે, પ્રમોશન-ધનલાભના પ્રબળ યોગ

19 નવેમ્બર, શનિવારના રોજ મેષ રાશિના નોકરિયાત વર્ગને સારા સમાચાર મળી શકે છે. સિંહ રાશિને બિઝનેસમાં અટકેલા કામો પૂરા થવાના યોગ છે. કન્યા રાશિના જાતકોને પ્રમોશનના સમાચાર મળી શકે છે. આ ઉપરાંત મકર રાશિને નોકરીમાં બેદરકારી દાખવવા બદલ નુકસાન થવાની શક્યતા છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

19 નવેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે.

નેગેટિવઃ– તમારા નજીકના મિત્ર અને સંબંધીઓ સાથે સંબંધોમાં ખટાસ આવવા દેશો નહીં. ક્યારેક મન પ્રમાણે કામ ન થવાથી અસહજ અનુભ કરશો. તમારી મનઃસ્થિતિ ઉપર કાબૂ રાખો. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન પણ રાખવું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ મન પ્રમાણે કોન્ટ્રેક્ટ કે ઓર્ડર મળી શકે છે.

લવઃ– પતિ-પત્નીમાં તાલમેલ મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન નકારાત્મક વાતાવરણથી પોતાને બચાવીને રાખો.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– કોઇ મિત્રની મદદથી છેલ્લાં થોડા સમયતી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીઓથી રાહત મળી શકે છે. તમારી દિનચર્યા તથા વિચારશૈલીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. આ સમયે કોઇ પ્રકારની યાત્રાને ટાળો તો સારું રહેશે.

નેગેટિવઃ– બાળકોની ગતિવિધિઓ પ્રત્યે બેદરકાર ન રહો. આ સમયે તેમની સાથે થોડો સમય પસાર કરવો અને કાઉન્સલિંગ કરવું જરૂરી છે. બજેટ કરતા વધારે ખર્ચ ન કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં થોડી નવી જવાબદારીઓ મળી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

મિથુનઃ-

પોઝિટિવઃ– તમારા વ્યક્તિગત મામલાઓને કોઇ સામે જાહેર ન કરો. કોઇપણ કાર્યને સીક્રેટ રાખવામાં સફળતા મળી શકે છે. તમારી કોઇ પોઝિટિવ ગતિવિધિ લોકો સામે આવવાથી તમારું માન-સન્માન પણ વધશે.

નેગેટિવઃ– ખોટા ખર્ચમા કાપ મુકવાથી તમારી આર્થિક સમસ્યા ઉકેલાઈ જશે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ, દસ્તાવેજને વધારે સાવધાની પૂર્ણ રાખો. કોઇ પ્રકારનું નુકસાન થવાથી તેની અસર તમારા સુકૂન અને ઊંઘને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ– બહારના ક્ષેત્રને લગતા કાર્યોમાં સારી સફળતા મળવાના યોગ છે.

લવઃ– એકબીજા સાથે તાલમેલ જાળવી રાખવું જરૂરી છે.

સ્વાસ્થ્યઃ– ક્યારેક અવસાદ અને ડિપ્રેશનની સ્થિતિ અનુભવ થઇ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– ઘર-પરિવાર તથા સંબંધીઓ સાથે સુખમય સમય પસાર થશે. તમે તમારા વ્યવહાર કુશળતા તથા સમજદારી દ્વારા આર્થિક તથા વ્યવસાયિક મામલે સફળતા પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો. ઘરના સભ્યોને ઓનલાઇન શોપિંગ કરાવવામાં સુખ અનુભવ થશે.

નેગેટિવઃ– વધારે પ્રેક્ટિકલ થઇ જવું પણ થોડા સંબંધોમાં વિવાદ ઊભો કરી શકે છે. તમારા સ્વભાવમાં ભાવુકતા અને કોમળતા પણ જાળવી રાખો. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ– કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત રહેશે.

લવઃ– જીવનસાથી તથા ઘર-પરિવારનો સહયોગ અને સમર્પણની ભાવના ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિઓ તમારા ભાગ્યને પ્રબળ કરી રહી છે. બાળકોના કરિયરને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ પણ જરૂર મળી જશે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને માસનિક અને આત્મિક સુકૂન મળશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે વ્યક્તિગત મામલાઓને લઇને વિવાદ વધી શકે છે. ધૈર્ય જાળવી રાખો. રોકાણને લગતી નીતિઓ અંગે ફરી વિચાર કરો. આ સમયે આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– દૂરના ક્ષેત્રોથી મહત્ત્વપૂર્ણ ઓર્ડર મળવાની શક્યતા છે.

લવઃ– જીવનસાથી તથા પારિવારિક સભ્યો સાથે તમને ભાવનાત્મક સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા રહી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– કોઇ સમાજ સેવી સંસ્થા સાથે જોડાવવું અને સહયોગ કરવો તમને સુકૂન આપી શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે તથા એકબીજા સાથે સંબંધોમાં પણ સુધાર આવી શકે છે. અટવાયેલાં રૂપિયા પાછા મળવા શક્ય છે.

નેગેટિવઃ– ગુસ્સા અને આક્રોશ જેવા નકારાત્મક સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પણ પરિવર્તન લાવો. યુવા વર્ગને કરિયરને લગતા કાર્યોમાં મુશ્કેલી આવવાથી નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં થોડા મામલાઓ ગુંચવાઈ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સુખમય જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– વધારે વ્યસ્તતાના કારણે ઘરમાં વધારે સમય પસાર કરી શકશો નહીં. તમાર મહત્ત્વપૂર્ણ કાર્યો પૂરા થવાથી તમે સુખનો અનુભવ કરશો. ઘરમાં કોઇ સંબંધીના આગમન થવાથી વાતાવરણ સારું રહેશે. આ સમયે રોકાણ કરવું ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ– ખોટી ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય વ્યર્થ થઇ શકે છે. આ સમયે કોઇ પ્રકારની ઉધારી પણ ન કરો. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. કોઇપણ યાત્રા કરવી યોગ્ય નથી.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણયને ટાળો તો સારું

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવને કાબૂમાં રાખો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આ સમય ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમે સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. પ્રભાવશાળી લોકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરો. આવું કરવાથી તમને સફળતા ચોક્કસ મળી શકશે.

નેગેટિવઃ– યુવાઓને આ સમયે વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. હિંમત જાળવી રાખો. અન્યની સલાહ લેવાની જગ્યાએ તમારી યોજનાને પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના કારણે માંસપેશીઓમાં દુખાવો અને થાક અનુભવ થશે.

——————————–

ધનઃ-

પોઝિટિવઃ– તમારું દરેક કામ યોજનાબદ્ધ રીતે કરવું તથા તમારા કાર્યો પ્રત્યે એકાગ્ર રહેવું તમને સફળતા આપશે. નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. એકબીજા સાથેના સંબંધોમાં ફરી મધુરતા આવશે.

નેગેટિવઃ– કોઇ વ્યક્તિગત વાતને લઇને પરિવારમાં તણાવ રહી શકે છે. ધૈર્ય અને શાંતિથી સમસ્યાનું સમાધાન શોધો. થોડો સમય ધાર્મિક કે અધ્યાત્મિક સ્થળમાં પસાર કરવાથી તમને માનસિક સુકૂન મળશે.

વ્યવસાયઃ– યુવા વર્ગને પોતાના કરિયરને લગતા કોઇ શુભ સમાચાર મળશે.

લવઃ– પતિ-પત્નીમાં બાળકોની કોઇ સમસ્યાના કારણે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– રોજિંદા કાર્યોમાંથી આરામ મેળવવા માટે તમે થોડો સમય તમારા રસના કાર્યોમાં પણ પસાર કરશો. જેથી તમારી અંદર નવી ઊર્જા આવી શકે છે. કોઇપણ મુશ્કેલી આવવાથી તમે તમારું કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– અન્ય લોકોની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખો. કોઇપણ પ્રકારના વિવાદમાં પડશો નહીં. ખાસ કરીને ટ્રાફિક નિયમોનું પાલન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં નવા પ્રસ્તાવ મળી શકે છે.

લવઃ– કામ વધારે રહેવાના કારણે ઘર-પરિવારમાં સમય આવી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– સાંધાનો દુખાવો થઇ શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– પરિવારના કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે તમારી સલાહને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. મહિલાઓ માટે આજનો દિવસ ખાસ કરીને શુભ રહેશે. તેઓ દરેક પરિસ્થિતિનો મુકાબલો હિંમત અને સાહસ સાથે કરી શકે છે.

નેગેટિવઃ– જમીનની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યો કરતી સમયે પેપર વર્ક યોગ્ય રીતે કરો. આ સમયે વિદ્યાર્થીઓ તથા યુવાઓને તેમના કરિયર પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– આર્થિક મામલાઓમાં ચર્ચા-વિચારણાં કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા વધશે.

સ્વાસ્થ્યઃ– એસિટિડી અને અનિયમિત ખાનપાનના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– અતિ વ્યસ્ત હોવા છતાં તમે તમારા પરિવાર તથા સંબંધીઓ માટે સમય કાઢીને સંબંધોને વધારે સુખમય બનાવશો. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસને લગતા કાર્યોમાં મન લાગશે.

નેગેટિવઃ– અન્ય લોકોના મામલે વધારે દખલ ન કરો. તેના કારણે તમારી પણ માનહાનિ થવી શક્ય છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્યને કરવામાં આળસ કે વધારે વિચાર ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યપ્રણાલી સામાન્ય જ રહેશે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી સંતુલિત દિનચર્યા તથા ખાનપાન તમને સ્વસ્થ રાખશે.

Leave a Reply

Your email address will not be published.