સંજય સૂદના ચૂંટણી એફિડેવિટ મુજબ, તેમની અને તેમની પત્નીની કુલ સંપત્તિ 2.7 કરોડ છે.
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચાયવાલા’ શબ્દનો ઉપયોગ કરીને બ્રાન્ડેડ કર્યા હતા. તેનો ફાયદો પણ ભાજપને મળ્યો. હવે હિમાચલ પ્રદેશમાં પણ ભાજપને ચાવાળો મળ્યો છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. પરંતુ આ વ્યક્તિ સામાન્ય ચાવાળાથી સાવ અલગ છે અને પાર્ટી દ્વારા તેમને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ પણ આપવામાં આવી છે. પરંતુ આ વ્યક્તિ સામાન્ય ચાવાળા જેવો નથી.
વાસ્તવમાં હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવારને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. રાજધાની શિમલામાં ભાજપે એક ‘ચાવાળા’ને ટિકિટ આપી છે. આ ‘ચાયવાલા’ ઉમેદવાર એટલે કે સંજય સૂદ પાસે કરોડોની સંપત્તિ છે.
પાર્ટીના આ પગલાથી શિમલા વિધાનસભા સીટ પરની સ્પર્ધા રસપ્રદ બની ગઈ છે. આ નામની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ દેશમાં ચાયવાલાનું હુલામણું નામ મળ્યું છે.