વડાપ્રધાન મોદીના એક પછી એક પ્રવાસો ગુજરાતમાં માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં યોજાઈ રહ્યા છે. ત્યારે દિવાળી બાદ ફરી તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમનો ગઈકાલ અને આજે ગુજરાતમાં પ્રાવસો યોજાયો હતો ત્યારે તેમને અમદાવાદ-ગાંધીનગરથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસો તેમણે કર્યા હતા, ત્યારે તેઓ ફરી એકવાર 31 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે.
ત્યારે 31 ઓક્ટોબરથી બે દિવસ દરમિયાન તેમના મળતી વિગતો અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રવાસ યોજવામાં આવશે. જ્યાં તેઓ જનમેદનીને સંબોધે તેવી શક્યતાઓ છે. બે દિવસનો પ્રવાસ ખાસ રહેશે. ગુજરાતમાં આ ચૂંટણીનું વર્ષ છે ત્યારે પીએમ મોદી તેમજ કેન્દ્રીય નેતૃત્વની સિધી નજર ગુજરાત પર છે ત્યારે ગુજરાતમાં વિશેષ ફોકસ કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાને અત્યાર સુધી વિવિધ રોડ શો અને જનસભાને સંબોધી છે આ ઉપરાંત હજારો કરોડના લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, આપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પીએમ પણ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પ્રચારમાં ઉતરશે.