ભારતની નવીનતમ એરલાઇન Akasa Air એ 7 જુલાઈના રોજ દેશમાં હવાઈ સેવાઓ શરૂ કરી હતી. એરલાઈને હવે જાહેરાત કરી છે કે, તે નવેમ્બરથી તેના મુસાફરોને તેમના પાલતુ કૂતરા અને બિલાડીઓને તેમના મુસાફરો સાથે ઓનબોર્ડ કરવાની મંજૂરી આપશે. કંપની દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ગ્રાહકોને નવેમ્બર મહિનાથી હવાઈ મુસાફરી દરમિયાન પાળતુ પ્રાણી (કૂતરા અને બિલાડીઓ) સાથે લઈ જવાની પણ મંજૂરી આપશે. Akasa Airના કોફાઉન્ડર અને ચીફ માર્કેટિંગ અને અનુભવ અધિકારી બેલ્સન કૌટિન્હોએ કહ્યું છે કે, નવેમ્બરથી મુસાફરો પણ તેમના પાલતુ પ્રાણીઓ સાથે મુસાફરી કરી શકશે. આ સંબંધિત બુકિંગ 15 ઓક્ટોબરથી કરી શકાશે. તેમણે કહ્યું છે કે, આ પગલાનો ઉદ્દેશ્ય ગ્રાહકોને પ્રવાસનો સમાવેશી અનુભવ આપવાનો છે.
ત્યારે કંપનીના CEO વિનય દુબેએ કહ્યું છે કે, કંપની મૂડીની દૃષ્ટિએ સારી છે અને તેનું 60 દિવસનું પ્રદર્શન સંતોષકારક રહ્યું છે. અમે અમારા પ્રદર્શનથી ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છીએ. હાલમાં કંપની પાસે છ એરક્રાફ્ટનો કાફલો છે અને આવતા વર્ષે માર્ચ સુધીમાં આ સંખ્યા 18 સુધી પહોંચવાની આશા છે. Akasa Air હાલમાં દરરોજ 30 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. તે શુક્રવારથી દેશની રાજધાની દિલ્હીથી પણ તેની સેવાઓ શરૂ કરી રહી છે.
દરમિયાન, Akasa Airના સીઇઓ દુબેએ જણાવ્યું હતું કે, એરલાઇન તેની યોજના મુજબ “ટ્રેક પર” છે. કંપનીની અત્યાર સુધીની કામગીરી સંતોષકારક છે. એરલાઈને 72 બોઈંગ 737 મેક્સ પ્લેનનો ઓર્ડર પણ આપ્યો છે.