Rashifal

શુક્રવારનું રાશિફળ:શુક્રવારે કન્યા રાશિના લોકોની ભાવુકતા અને ઉદારતાનો થોડા લોકો ફાયદો ઉઠાવી શકે છે

23 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સિદ્ધ યોગ બની રહ્યો છે. મિથુન રાશિને સરકારી કામકાજમાં ફાયદો થશે. કર્ક રાશિને સારા સમાચાર મળી શકે છે. તુલા રાશિના જાતકો બિઝનેસ અંગે નવી યોજના પર કામ કરવા માગે છે તો દિવસ શુભ છે. વૃશ્ચિક રાશિને સ્ટ્રેસમાંથી રાહત મળશે. આ ઉપરાંત ધન રાશિના નોકરિયાત વર્ગે સાવચેતી રાખવી. મીન રાશિના જાતકોએ રોકાણ અંગે કોઈ નિર્ણય લેવા નહીં. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

23 સપ્ટેમ્બર, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજે અન્ય લોકોની સમસ્યા અને કાર્યોને ઉકેલવામાં તમે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશો. તમારા કાર્યોની અપેક્ષા અન્ય લોકોની મદદમાં વધારે સમય પસાર થશે. જેથી તમારા માટે સારી સન્માનનીય સ્થિતિઓ બની શકે છે.

નેગેટિવઃ– પ્રોપર્ટી અને વાહનને લગતી ખરીદદારીને લઇને ઉધાર લેવું પડી શકે છે. તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. ચિંતા ન કરશો. તમારા ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં નવી રણનીતિ બનાવીને કામ કરવું પડશે.

લવઃ– જીવનસાથી સાથે સારા સંબંધ બંધાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારા ખાનપાન અને દિનચર્યા પ્રત્યે બેદરકારી ન કરશો.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આજની સ્થિતિ તમારા ભાગ્યને બળવાન કરી રહી છે. વિરોધી તત્વ નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે પરંતુ સફળ થઈ શકશે નહીં એટલે નિશ્ચિંત રહો. અટવાયેલાં કાર્યો પૂર્ણ કરતા માટે ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ– ઉતાવળ અને વધારે ઉત્સાહિત થવાથી તમારા બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. એટલે તમારા સ્વભાવમાં ધૈર્ય અને સંયમ જાળવી રાખો. સાથે જ ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ– વેપારના વિસ્તારને લગતી યોજનાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરો

લવઃ– કામ વધારે હોવા છતાંય ઘર-પરિવાર માટે સમય કાઢવો ઘરના વાતાવરણને સુખમય બનાવશે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણના કારણે ચામડીને લગતી તકલીફ થઈ શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– જો કોઈ વિવાદિત સંપત્તિને લગતો મામલો હોય તો કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. સંતાનના અભ્યાસને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે વિચાર થઈ શકે છે.

નેગેટિવઃ– અચાનક એવા ખર્ચ સામે આવશે જેમાં કાપ કરવો અશક્ય છે. આર્થિક સ્થિતિ નબળી રહી શકે છે. આ સમયે ધૈર્ય રાખવું યોગ્ય છે. નજીકના સંબંધી સાથે સંબંધો ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– હાલ તમે તમારી કાર્યક્ષમતા અને પ્રતિભાને સાબિત કરવા માટે વધારે સંઘર્ષની જરૂરિયાત રહેશે.

લવઃ– વધારે કામ અને થાકના કારણે પરિવારના લોકોને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક થાક રહી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજે કોઈપણ કામમાં વધારે મહેનતની જરૂરિયાત છે. આ મહેનત સુખદ પરિણામ આપી શકે છે. એટલે તમે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેશો. વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અને કરિયરને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળી શકે છે.

નેગેટિવઃ– બાળકોની કોઈ જિદ્દ કે અડિયલ સ્વભાવ પરેશાનીનું કારણ બની શકે છે. એટલે પરિવારમાં અનુશાસન જાળવી રાખવું જરૂરી છે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ– આજે વેપાર અંગે કોઈ પ્રકારની બેદરકારી ન કરો

લવઃ– કોઈ બહારના વ્યક્તિની દખલના કારણે ઘરમાં થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતના કારણે સાંધામાં દુખાવાની ફરિયાદ રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– સિંહ રાશિના લોકો માટે તેમનું સ્વાભિમાન તથા આત્મવિશ્વાસ દરેક પરિસ્થિતિમાં મહેનત કરવાની ક્ષમતા આપી શકે છે. આજે પણ તમારા અટવાયેલાં કાર્યો થોડી કોશિશ દ્વારા પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ– શેરબજાર, સટ્ટા જેવા રિસ્કી કાર્યોમાં બિલકુલ રોકાણ ન કરો. તમને ભારે નુકસાન થઈ શકે છે. મિત્રો સાથે ખોટું હરવા-ફરવા અને મોજમસ્તી કરવામાં મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ– કામકાજ પ્રત્યે તમારી બેદરકારી તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારી જીવનશૈલીને વ્યવસ્થિત રાખો.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ– તમારો રાજનૈતિક અને સામાજિક સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરશે. નજીકના ભવિષ્યમાં આ સંપર્ક તમારા માટે ફાયદો આપી શકે છે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારી આસ્થા તમારા આત્મબળને વધારે મજબૂત કરશે.

નેગેટિવઃ– કોઈ બહારના વ્યક્તિ તમને પોતાની વાતોમાં ભોળવીને પોતાનું કામ કઢાવી શકે છે. તમારા માટે આ સ્થિતિ હાનિકારક રહી શકે છે. એટલે સાવધાન રહો. તમારી ભાવુકતા અને ઉદારતાનો થોડા લોકો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ– વર્તમાન સમય સંપૂર્ણ રીતે તમારા કારોબાર ઉપર ફોકસ કરવાનો છે.

લવઃ– લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારા વિચારોને પોઝિટિવ જાળવી રાખો.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને સંતુલિત વ્યવહાર તમને દરેક પરિસ્થિતિમાં સમતાવાદી બનાવીને રાખશે. જો કોર્ટને લગતું કોઈ કામ અટવાયેલું છે તો આજે તેમાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ– રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. કોઈ નજીકના સંબંધી કે વ્યક્તિને લગતા અશુભ સમાચાર મળવાથી મન નિરાશ થઈ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ઉત્પાદનની ગુણવત્તા ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવરણને વ્યવસ્થિત રાખશે.

સ્વાસ્થ્યઃ– બાફના કારણે થાક અને બેચેની અનુભવ થઈ શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– તમારી સફળતા સામે તમારા વિરોધી પરાજિત થશે. તેમની કોઈપણ નકારાત્મક ગતિવિધિ સફળ થઈ શકશે નહીં. તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતા રહો. તમને સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– તમારી વધારે મહત્ત્વકાંક્ષાઓ ઉપર કંટ્રોલ રાખો. કોઈ અયોગ્ય કાર્ય તમારી બદનામીનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓ કોઈ ખરાબ પ્રવૃત્તિના લોકો સાથે મળી શકે છે. જેની ખરાબ અસર તેમના અભ્યાસ અને કરિયર ઉપર થશે.

વ્યવસાયઃ– મીડિયા અને પબ્લિક ડીલિંગ સાથે જોડાયેલાં વેપારમાં ધીમે-ધીમે ગતિ આવશે.

લવઃ– પારિવારિક જીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ગળું ખરાબ થઈ શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રૂપથી એકાગ્ર રહો. સફળતા મળી શકે છે. ધાર્મિક સંસ્થાઓ સાથે સેવાને લગતા કાર્યોમાં રસ લેવો તમને માનસિક શાંતિ પ્રદાન કરશે, સાથે જ સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ– ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે થોડી દુર્ઘટના થવાના યોગ બની શકે છે. એટલે વાહન સાવધાની સાથે ચલાવો. આર્થિક મામલાઓ હાલ પહેલાંની જેમ જ ચાલશે, એટલે ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે.

વ્યવસાયઃ– વેપારમાં આજે એક પછી એક પરેશાનીઓ આવી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ– ગરમીને લગતી બીમારી થઈ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– તમારો શાંતિપૂર્ણ સ્વભાવ તમારી કાર્યપ્રણાલીને વધારે મજબૂત કરશે. ધૈર્ય સાથે દરેક ગતિવિધિઓને પૂર્ણ કરવું તમારા સ્વાસ્થ્યને પણ ઉત્તમ જાળવી રાખશે. કોઈ જગ્યાએથી અટવાયેલું પેમેન્ટ પણ મળી શકે છે.

નેગેટિવઃ– તમારી કોઈ કિંમતી વસ્તુ ચોરી થવા કે ખોવાઈ જવાની શક્યતા છે. એટલે તેને સાચવીને રાખો. વિદ્યાર્થીઓ તથા યુવાઓ મર્યાદિત દિનચર્યા જાળવી રાખશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં જો કોઈ નવા કામને શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– તણાવ અને અવસાદની સ્થિતિ રહી શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– અનુભવી તથા વડીલ લોકોના સંપર્કમાં વધારેમાં વધારે સમય પસાર કરો. તમને જીવનને લગતી થોડી પોઝિટિવ વાતો જાણવા મળી શકે છે. સંતાન અને કરિયરને લગતી ગતિવિધિઓ ઉપર ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ– ગુસ્સા અને ઉત્તેજનાથી કોઈ બનતું કામ ખરાબ થઈ શકે છે. એટલે ધૈર્ય અને સંયમથી કામ લેવું. કોઈપણ અસમંજસની સ્થિતિમાં ઘરના અનુભવી તથા વડીલોની સલાહ તમારા માટે પરેશાનીઓનો ઉકેલ છે.

વ્યવસાયઃ– આજે વેપારમાં વધારે પરેશાનીઓ અનુભવ થઈ શકે છે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઈપણ મનીશનો ઉપયોગ કરતી સમયે સાવધાની જાળવવી.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આર્થિક સ્થિતિ સારી થતી જશે. તમારી ઉદારતા અને સહજ સ્વભાવ તરફ લોકો આકર્ષિત થતા જશે. તમારો આ વ્યવહાર તમારી સફળતાનું કારણ બનશે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસને લગતા કાર્યો તરફ ધ્યાન આપવું પડશે.

નેગેટિવઃ– જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો મામલો આજે વધારે ગુંચવાઈ શકે છે. એટલે સાવધાની જાળવો અથવા તેને ટાળો. ધનના રોકાણ માટે તમે કોઈની વાતોમાં ન આવીને પહેલાં તેની યોગ્ય તપાસ કરો

વ્યવસાયઃ– ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતી ગતિવિધિમાં ફાયદો થઈ શકે છે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– ચાલી રહેલી વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ સામે તમારું રક્ષણ કરો.

Leave a Reply

Your email address will not be published.