Rashifal

શનિવારનું રાશિફળ:શનિવારે મેષ સહિત 4 રાશિના જાતકો માટે સારો દિવસ; ધન આવશે, અટવાયેલાં કામ પૂરાં થશે

17 સપ્ટેમ્બર, શનિવારના રોજ સિદ્ધિ યોગ બનવાથી મેષ રાશિના નોકરિયાત વર્ગને પ્રમોશન મળશે. વૃષભ રાશિને નસીબનો સાથ મળશે. સિંહ રાશિના જાતકોના કામ અડચણ વગર પૂરા થશે. ધન રાશિને સારા સમાચાર મળી શકે છે. મકર રાશિ માટે દિવસ શુભ રહેશે. કુંભ રાશિને મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આ ઉપરાંત અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

17 સપ્ટેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજના દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવશે. પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ તથા દૃઢ નિશ્ચય દ્વારા તેમનું સમાધાન પણ સરળતાથી શોધી લેશો. મિત્ર કે સહયોગીઓ સાથે કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો અચાનક જ કોઇ મુશ્કેલી સામે ઊભી થઇ શકે છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કામનો ભાર વધારે રહેવાથી તણાવ રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ છે. તમારાં કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને સફળતા અપાવશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત પણ થશે. આજે પરિવાર સાથે કોઇ કિંમતી વસ્તુની ખરીદી પણ શક્ય છે.

નેગેટિવઃ– ઉતાવળમાં કોઇ ખોટો નિર્ણય લેવાથી મુશ્કેલી આવી શકે છે. વધારે રોક-ટોકના કારણે બાળકો પણ વિદ્રોહી થઇ શકે છે, એટલે પોતાની વાતને શાંતિથી વ્યક્ત કરવી જરૂરી રહેશે.

વ્યવસાયઃ– યુવાઓને રોજગારના નવા અવસર મળી શકે છે.

લવઃ– નાની ગેરસમજણ પતિ-પત્નીના સંબંધોમાં તણાવ ઊભો કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઇ ને કોઇ સમયે માનસિક તણાવ વધી શકે છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજે તમે તમારા કોઇ ખાસ કામને યોગ્ય રીતે શરૂ કરવામાં સક્ષમ રહેશો. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇ નજીકના વ્યક્તિ સાથે મુલાકાત થશે તથા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ગંભીર ચર્ચા પણ થશે.

નેગેટિવઃ– આ સમયે પ્રોપર્ટીને લગતી ખરીદદારી કરવા માટે સમય અનુકૂળ નથી. કોઇ પણ સરકારી કાર્યોને બેદરકારીના કારણે અધૂરું છોડશો નહીં. કેમ કે, કોઇ પેનલ્ટી લાગી શકે છે. ખર્ચની પણ વધારે રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં તમારા દ્વારા કરવામાં આવેલો કોઇ નવો પ્રયોગ ફાયદાકારક સાબિત થશે.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા માટે ખૂબ જ સુકૂન દાયક રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજનો દિવસ મિશ્રિત પ્રભાવવાળો રહેશે. કોઇપણ પરેશાનીમાં શાંતિથી ઉકેલ શોધવાની કોશિશ કરો. જોકે, કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તથા માર્ગદર્શન દ્વારા અનેક મુશ્કેલીઓનો ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ– કોઇ નજીકના વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને મન નિરાશ રહી શકે છે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાનું છોડો. વિદ્યાર્થીઓને કોઇ સ્પર્ધાની તૈયારીમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– કરિયર સાથે જોડાયેલી સમસ્યાનું નિવારણ થશે.

લવઃ– ઘરમાં યોગ્ય સમય ન આપી શકવાના કારણે જીવનસાથી અને પરિવારના લોકોની નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ તથા પીઠમાં દુખાવાની સમસ્યા રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આ સમયે ભાવુકતાની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું. તમારે તમારા વ્યક્તિત્વ અને રહેણી-કરણી પ્રત્યે વધારે સજાગ રહેવું તમને અન્ય વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનાવશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ– કોઇપણ યોજનાને શરૂ કરતા પહેલાં ઘરના સભ્યોની સલાહ જરૂર લો. આ સમયે રૂપિયા-પૈસાને લગતી કોઇ પ્રકારની લેવડ-દેવડમાં દગાબાજી થઇ શકે છે. આર્થિક પરેશાનીમાં પણ તમે ગુંચવાયેલાં રહી શકો છો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમારા કામની ક્વોલિટીને વધારે સારી કરવામાં ધ્યાન આપો.

લવઃ– જીવનસાથી સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે તમારી મદદની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે કોઇ પારિવારિક મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે. જમીનને લગતા કાર્યોમાં જો રોકાણ કરવાનું કોઇ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો તેને શરૂ કરવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારા વિચારોમાં શંકા જેવી નકારાત્મક વાતો પારિવારિક લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. યુવા વર્ગ ખોટી ગતિવિધિઓમાં પોતાનો સમય નષ્ટ ન કરે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી ઊભી થઇ શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે એલર્જી અને ઉધરસ જેવી પરેશાની થઇ શકે છે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આ સમયે વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપવું. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થવાની શક્યતા છે. સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. માન-સન્માન પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– પાડોસીઓ સાથે કોઇ વાદ-વિવાદમાં પડશો નહીં. તેની નકારાત્મક અસર તમારા માનસિક સુકૂન ઉપર પડશે. નાની-નાની વાતો ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ ધૈર્ય અને સંયમ જાળવી રાખો.

વ્યવસાયઃ– વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– ઘરની કોઇ સમસ્યાને એકબીજા સાથે વાતચીત દ્વારા ઉકેલવામાં સક્ષમ રહેશો.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતની સમસ્યા વધી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે ખૂબ જ વ્યસ્ત દિનચર્યા રહેશે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ અને સુકૂન મળશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેના ઉપર કામ કરો.

નેગેટિવઃ– અર્થ વિના અન્યની પરેશાનીઓમાં ગુંચવાશો નહીં કે દખલ કરશો નહીં. યુવા વર્ગ મોજ-મસ્તીમાં સમય પસાર કરવાની જગ્યાએ પોતાના ભવિષ્યને લગતી ગતિવિધિઓમાં ધ્યાન આપો.

વ્યવસાયઃ– મેન્યુફેક્ચરિંગને લગતા વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવપૂર્ણ સ્થિતિથી પોતાને દૂર રાખો.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– કોઇ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. વિદ્યાર્થીઓ પોતાના કોઇ પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. માતા-પિતાના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરશે.

નેગેટિવઃ– આર્થિક મામલે ખૂબ જ સાવધાની જાળવો. કામકાજ વધારે રહેવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે. ધ્યાન રાખો કે થોડા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરવા માટે પણ સક્રિય રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય મધ્યમ જ રહેશે.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનતના કારણે તણાવ અને નબળાઇ રહી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે પ્રોપર્ટી કે કોઇ તેને લગતો મામલો ઉકેલાઇ શકે છે. એટલે કોશિશ કરતા રહો. આ સમયે ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું સારું રહેશે. પ્રેક્ટિકલ થઇને તમારા કાર્યોને અંજામ આપશો તો સફળતા મળશે.

નેગેટિવઃ– સંતાન કે કોઇ પારિવારિક સભ્યની નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી ચિંતા રહેશે. સમસ્યાને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. કોઇપણ સરકારી કામને બેદરકારીના કારણે અધૂરું છોડશો નહીં.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી ખૂબ જ જરૂરી રહેશે.

લવઃ– તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– થાક અને નિરાશાને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– થોડા સમયથી મનમાં ચાલી રહેલી દુવિધા દૂર થશે. સારા લોકોના સંપર્કમાં રહેવાથી તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં યુવા વર્ગને જલ્દી જ કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાની છે.

નેગેટિવઃ– સાસરિયા પક્ષ સાથે કોઇ વાતને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે. નાની-મોટી નકારાત્મક વાતો ઉપર ધ્યાન આપશો નહીં. આજે યાત્રાને લગતો કોઇપણ પ્રોગ્રામ બનાવશો નહીં.

વ્યવસાયઃ– આજે વ્યવસાયમાં ખૂબ જ વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ– પારિવારિક જીવન વ્યવસ્થિત રહેશે.

સ્વાસ્થ્યઃ– સાંધા અને ઘુટણનો દુખાવો વધી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. આખો દિવસ સુકૂન સાથે પસાર થશે. આવક અને વ્યયમાં સમાનતા રહેશે. પરિવારને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ પણ મળી જશે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સમય ખરાબ ન કરો, કેમ કે તેનો ખોટો પ્રભાવ તમારા વ્યક્તિત્વ અને માન-સન્માન ઉપર પણ પડી શકે છે. આ સમયે તમારી ઊર્જાનો પોઝિટિવ કાર્યોમાં ઉપયોગ કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વધારે સારી સ્થિતિ બની શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સિઝન પ્રમાણે પોતાને ઢાળવાની કોશિશ કરો.

Leave a Reply

Your email address will not be published.